________________
અઠ્ઠાવીસમ્ પદ : આહાર : ઉદ્દેશક-૨
અનાહારક. જ્યારે કેવળી સમુદ્દાત કે અયોગી અવસ્થામાં અનેક જીવો હોય ત્યારે આ ત્રીજો ભંગ ઘટિત થાય છે. શેષ ૧૯ દંડકના પર્યાપ્તા જીવોમાં કેવળી સમુદ્ઘાત કે અયોગી અવસ્થાની સંભાવના ન હોવાથી તે એક કે અનેક જીવો આપરક જ હોય છે.
૨૫૩
અપર્યાપ્તા :– સ્વયોગ્ય પર્યાપ્તિને પૂર્ણ ન કરે તેને અપર્યાપ્તા કહે છે.
આહાર પર્યાપ્તિથી અપર્યાપ્ત ઃ- વળાંકવાળી વિગ્રહગતિમાં વર્તતા જીવો જ આહાર પર્યાપ્તિથી અપર્યાપ્ત હોય છે. કોઈપણ જીવ ઉત્પત્તિ સ્થાનમાં ઉત્પન્ન થઈને તુરત જ આહાર ગ્રહણ કરીને આહાર પર્યાપ્તિથી પર્યાપ્ત થાય છે તેથી જ્યાં સુધી તે જીવ આહાર પર્યાપ્તિથી અપર્યાપ્ત હોય, ત્યાં સુધી અનાહારક જ હોય છે. તેમાં સમસ્ત સંસારી જીવોનો સમાવેશ થાય છે.
શરીર પર્યાપ્તિથી અપર્યાપ્તઃ– વિગ્રહગતિથી લઈને ઉત્પત્તિ સ્થાનને પ્રાપ્ત કરી, શરીર પર્યાપ્તિ પૂર્ણ ન કરે ત્યાં સુધી તે જીવ શરીર પર્યાપ્તિથી અપર્યાપ્ત કહેવાય છે. તે જીવો વળાંકવાળી વિગ્રહગતિમાં અનાહારક અને ઉત્પત્તિક્ષેત્રને પ્રાપ્ત થઈને આહાર ગ્રહણ કરતા હોવાથી શરીર પર્યાપ્તિને પૂર્ણ ન કરે ત્યાં સુધી આહારક હોય છે, તેથી સમુચ્ચય એક જીવ અથવા ૨૪ દંડકના એક જીવ કદાચિત્ આહારક અને કદાચિત્ અનાહારક હોય છે.
અનેક જીવોની અપેક્ષાએ સમુચ્ચય જીવ અને એકેન્દ્રિયમાં અનેક જીવો આહારક તથા અનેક વો અનાહારક હોય છે. ોધ ૧૯ દંડકના ોમાં ત્રણ ભંગ થાય છે.
ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ અને ભાષા-મન પર્યાપ્તિથી અપર્યાપ્ત જીવોમાં પણ સમુચ્ચય જીવો અને એકેન્દ્રિયોમાં અનેક જીવો આહારક અને અનેક જીવો અનાહારક હોય છે. ત્રણ વિક્લેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિયોમાં ત્રણ ભંગ થાય છે.
ત્રણ વિક્લેન્ડ્રિયાદિ જેવોમાં ઉત્પત્તિના વિરહકાલમાં વિગ્રહગતિમાં વર્તના જીવો હંમેશાં હોતા નથી પરંતુ ઉત્પત્તિ સ્થાનને પ્રાપ્ત થયેલા અપર્યાપ્તા જીવો હંમેશાં હોય છે. તે જીવો ઉત્પત્તિના વિરહકાલના અંતર્મુહૂતથી અપર્યાપ્તાવસ્થાનો અંતર્મુહૂર્ત કાલ મોટો હોય છે, તેથી ઉત્પત્તિના વિરહકાલમાં પણ અપર્યાપ્ત જીવો હોય જ છે અને તેથી જ ઇન્દ્રિય અને શ્વાસોચ્છ્વાસ પર્યાપ્તિથી અપર્યાપ્ત ત્રણ વિકલેન્દ્રિય અને તિયચ પંચેન્દ્રિયમાં અનારક જીવો અશાશ્વત અને આહારક જીવો શાશ્વત હોય છે અને તેના ત્રણ ભંગ થાય છે.
નારકી, દેવતા અને મનુષ્યોમાં ઉત્પત્તિનો વિરહકાલ મોટો હોય છે અને અપર્યાપ્તાવસ્થાનો કાલ નાનો છે તેથી ઇન્દ્રિયાદિ પર્યાપ્તિથી અપર્યાપ્ત વિહગતિમાં વર્તતા અનાહારક જીવો અને ઉત્પત્તિ સ્થાનને પ્રાપ્ત થયેલા અપર્યાપ્ત આહારક જીવો બંને પ્રકારના જીવો અશાશ્વત છે, તેથી તેમાં છ ભંગ થાય છે—
(૧) સર્વ જીવો આહારક. (૨) સર્વ જીવો અનાહારક. (૩) એક જીવ આહારક અને એક જીવ અનાહારક. (૪) એક જીવ આહારક અને અનેક જીવો અનાહારક. (૫) અનેક જીવો આહારક અને એક જીવ અનાહારક. (૬) અનેક જીવો આહારક અને અનેક જીવો અનાહારક.
૨૪ દંડકના જીવોમાં પાંચ સ્થાવર જીવોને પ્રથમ ચાર પર્યાપ્તિ, ત્રણ વિક્લેન્દ્રિયોને પ્રથમ પાંચ પર્યાપ્તિ, નારકી, દેવતા, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોને છ પર્યાપ્તિ હોય છે. જે જીવોને જેટલી પર્યાપ્તિ કે અપર્યાપ્તિ હોય, તે પ્રમાણે તેનું વર્ણન સમજવું.