________________
| અઠ્ઠાવીસમું પદઃ આહાર : ઉદ્દેશક-૨
૨૪૩ ]
સમ્યગદષ્ટિ એક જીવ- કદાચિત્ આહારક અને કદાચિતુ અનાહારક હોય છે. પાંચ સ્થાવર જીવો એકાંત મિથ્યાત્વી હોય છે. શેષ ૧૯દંડકના પ્રત્યેક જીવમાં આહારક અથવા અનાહારક, આબે વિકલ્પોમાંથી કોઈ પણ એક વિકલ્પ હોય છે. સમદષ્ટિ અનેક જીવો- ત્રણ વિકસેન્દ્રિયોને છોડીને શેષ ૧૬ દંડકના જીવોમાં ત્રણ ભંગ હોય છે. સમદષ્ટિ અનેક વિકલેન્દ્રિયોમાં આહારક-અનાહારક સંબંધી છ ભંગ હોય છે. કોઈ જીવ સમકિતનું વમન કરતાં વિકસેન્દ્રિયમાં ઉત્પન્ન થાય, તો તેને અપર્યાપ્તાવસ્થામાં સાસ્વાદન સમકિત હોય છે. તેવા જીવો અલ્પ હોય અને તેની સમકિતની સ્થિતિ પણ અત્યંત અલ્પ છે, તે કારણે તેમાં આહારક અને અનાહારક બંને પ્રકારના જીવો અશાશ્વત છે, તેથી તેમાં છ ભંગ થાય છે. સમ્યગ્દષ્ટિ સિદ્ધો અનાહારક છે. મિથ્યાદષ્ટિ જીવોમાં એક વિગ્રહગતિની અપેક્ષાએ જ અનાહારકપણું હોય છે. ૨૪ દંડકના મિથ્યાદષ્ટિ એક જીવમાં આહારક કે અનાહારક કોઈ પણ એક અવસ્થા હોય છે.
અનેક જીવોની અપેક્ષાએ મિથ્યાદષ્ટિ પાંચ સ્થાવરો અભંગક છે અને શેષ ૧૯ દંડકના જીવોમાં અનાહારક અશાશ્વત હોવાથી ત્રણ ભંગ થાય છે. મિશ્રદષ્ટિ જીવોમાં એકવચન અને બહુવચનની અપેક્ષાએ આહારક જ હોય છે, કારણ કે વિગ્રહગતિમાં મિશ્રદષ્ટિ હોતી નથી, પર્યાપ્તામાં જ મિશ્રદષ્ટિ હોય છે. ત્રીજા ગુણસ્થાનવર્તી પર્યાપ્તા સર્વ જીવો આહારક હોય છે, તેથી એકેન્દ્રિય અને વિકસેન્દ્રિયને છોડીને શેષ ૧૬ દંડકના મિશ્રદષ્ટિવાળા જીવો આહારક હોય છે. એકેન્દ્રિય, વિકસેન્દ્રિયમાં મિશ્રદષ્ટિ નથી. (૬) સંયત દ્વાર :
२४ संजए णं भंते ! जीवे किं आहारए अणाहारए ? गोयमा ! सिय आहारए सिय अणाहारए । एवं मणूसे वि । पुहत्तेण तियभंगो । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સંયત જીવ આહારક હોય છે કે અનાહારક?
ઉત્તર- હે ગૌતમ ! કદાચિત આહારક હોય છે અને કદાચિત અનાહારક હોય છે. આ જ રીતે સંયત મનુષ્યનું પણ કથન કરવું જોઈએ. બહુવચનની અપેક્ષાએ સમુચ્ચય જીવ અને મનુષ્યમાં ત્રણ-ત્રણ ભંગ થાય છે. | २५ असंजए णं भंते ! जीवे किं आहारए अणाहारए ? गोयमा ! सिय आहारए सिय अणाहारए । पुहत्तेणं जीवेगिंदियवज्जो तियभंगो । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અસંયત જીવ આહારક હોય છે કે અનાહારક હોય છે?
ઉત્તર– હે ગૌતમ! તે કદાચિતુ આહારક હોય છે અને કદાચિતુ અનાહારક હોય છે. બહુવચનની અપેક્ષાએ સમુચ્ચય જીવો અને એકેન્દ્રિયોને છોડીને શેષ દંડકના જીવોમાં ત્રણ ભંગ થાય છે.
२६ संजयासंजए जीवे, पंचेदियतिरिक्खजोणिए, मणूसे य एए एगत्तेण वि पुहत्तेण वि आहारगा, णो अणाहारगा ।