________________
શ્રી પજ્ઞવણા સૂત્ર : ભાગ-૩
અને વનસ્પતિમાં તેોલેશી જીવો અલ્પસંખ્યક હોય છે અને તેની કાલમર્યાદા પણ અત્યંત અલ્પકાલીન છે. આ કારણે તેજોલેશી વિગ્રહ ગતિમાં વર્તતા અને ઉત્પત્તિ સ્થાનને પ્રાપ્ત થયેલા પૃથ્વીકાય આદિના જીવો હંમેશાં પ્રાપ્ત થતા નથી, તેથી તેજોલેશી પૃથ્વીકાય આદિમાં આહારક અને અનાહારક બંને પ્રકારના જીવો અશાશ્વત હોવાથી છ ભંગ થાય છે. જેમ કે – (૧) સર્વ જીવો આહારક. (૨) સર્વ જીવો અનાહારક. (૩) એક આહારક, એક અનાહા૨ક. (૪) એક આહારક, અનેક અનાહારક. (૫) અનેક આહારક, એક અનાહારક. (૬) અનેક આહારક, અનેક અનાહારક.
૨૪૨
શેષ ૧૯ દંડકના અનેક જીવોમાં જે જીવોને જે લેશ્યા હોય તેમાં ત્રણ ભંગ થાય છે, કારણ કે ૧૯ દંડકના વોમાં ઉત્પત્તિનો વિરહકાલ છે.
ઉત્પત્તિના વિરહકાલમાં અનાહારક જીવો હોતા નથી અને પૂર્વે ઉત્પન્ન થયેલા આહારક જીવો હંમેશાં હોય છે. આ રીતે આહારક જીવો શાશ્વત અને અનાહારક જીવો અશાશ્વત હોવાથી ત્રણ મંગ થાય છે. જેમ કે– (૧) સર્વ જીવો આહારક. (૨) અનેક જીવો આહારક, એક અનાહારક. (૩) અનેક જીવો આહારક, અનેક અનાહારક.
અલેશી એક કે અનેક જીવી અનાહારક હોય છે. ચૌદમા ગુણસ્થાનવર્તી મનુષ્યો અને સિદ્ધો અલેશી હોય છે. તે જીવો અનાહારક જ હોય છે.
(૫) દૃષ્ટિ દ્વાર :
!
२२ सम्मद्दिट्ठी णं भंते जीवे कि आहारए अणाहारए ? गोयमा ! सिय आहारए सिय अणाहारए । बेइंदिय- तेइंदिय - चउरिंदिया छब्भंगा । सिद्धा अणाहारगा । अवसेसाणं तियभंगो ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! સમ્યગ્દષ્ટિ જીવ આહારક હોય છે કે અનાહારક હોય છે ?
ઉત્તર- હે ગૌતમ ! કદાચિત્ આહારક હોય છે અને કદાચિત્ અનાહારક હોય છે. સમ્યગદષ્ટિ બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચૌરેન્દ્રિયમાં છ ભંગ હોય છે, સિદ્ઘ અનાહારક હોય છે, શેષ સમ્યગ્દષ્ટિ સર્વ જીવોમાં(સર્વે પંચેન્દ્રિયોમાં) ત્રણ ભંગ હોય છે.
२३ मिच्छद्दिट्ठीसु जीवेगिंदियवज्जो तियभंगो। सम्मामिच्छद्दिट्ठी णं भंते ! किं आहारए अणाहारए ? गोयमा ! आहारए, जो अणाहारए। एवं एगिदियविगलिंदिय वज्जं जाव वेमाणिए । एवं पुहत्तेण वि ।
ભાવાર્થ :- મિથ્યાદષ્ટિમાં સમુચ્ચય જીવ અને એકેન્દ્રિયને છોડીને શેષ સર્વ દંડકમાં ત્રણ ભંગ હોય છે. પ્રશ્ન- હે ભગવન્ ! મિશ્રદષ્ટિ જીવ આહારક હોય છે કે અનાહારક ? ઉત્તર- હે ગૌતમ ! તે આહારક હોય છે. અનાહારક હોતા નથી. આ જ રીતે એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયોને છોડી વૈમાનિક સુધીના સર્વ દંડકના જીવોમાં ત્રણે ય દૃષ્ટિનું કથન કરવું જોઈએ. આ જ રીતે બહુવચનની અપેક્ષાએ પણ જાણવું જોઈએ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ત્રણ દૃષ્ટિમાં આહારક-અનાહારક ભાવનું કથન છે.