________________
અઠ્ઠાવીસમું પદઃ આહાર : ઉદ્દેશક-૨
૨૪૧ |
१९ सलेसा णं भंते ! जीवा किं आहारगा अणाहारगा? गोयमा ! जीवेगिदियवज्जो तियभंगो । एवं कण्हलेसाए वि णीललेसाए वि काउलेसाए वि जीवेगिंदियवज्जो तियभंगो । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! અનેક સલેશી જીવો આહારક હોય છે કે અનાહારક હોય છે?
ઉત્તર– હે ગૌતમ! સમુચ્ચય જીવો અને એકેન્દ્રિયને છોડીને શેષ દંડકના જીવોમાં ત્રણ ભંગ થાય છે. સલેશી જીવોની જેમ કૃષ્ણલેશી, નીલલેશી અને કાપોતલેથી જીવોના વિષયમાં પણ સમુચ્ચય જીવો અને એકેન્દ્રિયને છોડીને શેષ સર્વ દંડકના જીવોમાં ત્રણ-ત્રણ ભંગ થાય છે. | २० तेउलेस्साए पुढवि-आऊ-वणस्सइकाइयाणं छब्भंगा । सेसाणं जीवादीओ तियभंगो, जेसिं अत्थि तेउलेस्सा । पम्हलेस्साए सुक्कलेस्साए य जीवादीओ तियभंगो। ભાવાર્થ :- તેજોલેશી પૃથ્વીકાયિક, અપુકાયિક અને વનસ્પતિકાયિકોમાં છ ભંગ થાય. શેષ તેજોલેશી સમુચ્ચય જીવો તથા અન્ય દંડકના તેજોવેશી જીવોમાં ત્રણ ભંગ થાય છે. પદ્મલેશી અને શુક્લલેશી જીવાદિ ત્રણ દંડકમાં ત્રણ ભંગ થાય છે. २१ अलेस्सा जीवा, मणूसा, सिद्धा य एगत्तेण वि पुहत्तेण वि णो आहारगा, अणाहारगा। ભાવાર્થ :- અલેશી સમુચ્ચય જીવ, મનુષ્ય(અયોગી કેવળી) અને સિદ્ધ, એકવચન અને બહુવચનની અપેક્ષાએ આહારક હોતા નથી, પરંતુ અનાહારક જ હોય છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં સલેશી થાવત્ અલેશી જીવોમાં આહારક-અનાહારક ભાવનું પ્રતિપાદન છે.
સલેશી સમુચ્ચય જીવો તથા મનુષ્યોમાં વિગ્રહગતિ, કેવળી સમુઘાત અને શેલેશીકરણ આ ત્રણ અવસ્થાની અપેક્ષાએ અનાહારક અને અન્ય અવસ્થામાં આહારક હોય છે. શેષ ૨૩ દંડકના જીવો એક માત્ર વિગ્રહગતિની અપેક્ષાએ જ અનાહારક હોય છે, અન્ય અવસ્થામાં આહારક હોય છે. સલેશી સમુચ્ચય એક જીવ તથા ર૪ દંડકના એક-એક જીવ કદાચિત્ આહારક, કદાચિત્ અનાહારક હોય છે. એક જીવમાં કોઈ પણ એક વિકલ્પ હોય છે. સલેશી સમુચ્ચય અનેક જીવો અને પાંચ સ્થાવરોમાં એકેન્દ્રિયોની અપેક્ષાએ આહારક અને અનાહારક બંને પ્રકારના અનેક જીવો હંમેશાં પ્રાપ્ત થાય છે, તેથી તે અભંગમ છે. કૃષ્ણ, નીલ અને કાપોતલેથી પાંચ સ્થાવરો પણ સલેશી જીવોની જેમ અભંગક છે. તેજોલેશી પૃથ્વી, પાણી, વનસ્પતિના અનેક જીવોમાં છ ભંગ થાય છે. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને પહેલા, બીજા દેવલોકના કોઈ તેજોલેશી દેવ મરીને પૃથ્વી આદિમાં ઉત્પન્ન થાય ત્યારે તેની અપર્યાપ્તાવસ્થામાં તેજોવેશ્યા હોય છે અને પર્યાપ્તાવસ્થામાં તેજોલેશ્યા હોતી નથી, તેથી પૃથ્વી, પાણી