________________
૨૪૦ ]
શ્રી પન્નવણા સુa: ભાગ-૩
આ રીતે જે બોલમાં (૧) આહારક અને અનાહારક બને અવસ્થા શાશ્વત હોય ત્યાં એક ભંગ અથવા અભંગક, (ર) જ્યાં આહારક અવસ્થાશાશ્વત અને અનાહારક અવસ્થા અશાશ્વત હોય ત્યાં ત્રણ ભગતથા જે બોલમાં આહારક અને અનાહારક બને અવસ્થા અશાશ્વત હોય ત્યાં ભંગ થાય છે.
આ રીતે અસંજ્ઞી ભવનપતિ અને વ્યંતર દેવોમાં પણ છ ભંગ થાય છે. અનેક પાંચ સ્થાવોપાંચ સ્થાવર જીવોમાં આહારક અને અનાહારક બંને પ્રકારના અનેક જીવો હંમેશાં પ્રાપ્ત થાય છે. આ કારણે તેમાં અન્ય ભંગ થતાં નથી તેથી તે અભંગક કહેવાય છે. અનેક વિકલેક્રિય અને અસંશી તિયચ પંચેન્દ્રિય- તેમાં અંતર્મુહૂર્તનો વિરહકાલ છે તે વિરહકાળમાં પૂર્વે ઉત્પન્ન થયેલા સર્વ જીવો આહારક હોય છે, વિરહકાલ પછી એક કે અનેક જીવો ઉત્પન્ન થવા માટે વિગ્રહ ગતિમાં વર્તતા હોય, ત્યારે તે જીવો અનાહારક હોય છે. આ રીતે તે જીવોમાં જ્યારે વિરહકાલ પછી નવા જીવોની ઉત્પત્તિ થાય ત્યારે અનાહારક જીવો પ્રાપ્ત થાય છે, તે સિવાય અનાહારક જીવો હોતા નથી. તેથી તેમાં આહારક જીવો શાશ્વત અને અનાહારક જીવો અશાશ્વત હોવાથી ત્રણ ભંગ થાય છે. યથા -
(૧) સર્વે જીવો આહારક. (ર) અનેક જીવો આહારક અને એક અનાહારક. (૩) અનેક જીવો આહારક અને અનેક અનાહારક. અનેક અસંશી મનુષ્યો- તેમાં ચોવીસ મુહૂર્તનો વિરહકાલ હોય છે. વિરહકાલમાં પૂર્વે ઉત્પન્ન થયેલા સર્વ જીવો પોતાનું અંતર્મુહૂર્તનું આયુષ્ય પૂર્ણ કરીને નાશ પામી જાય છે. ત્યારે એક પણ અસંજ્ઞી મનુષ્યો હોતા નથી, તેથી આહારક કે અનાહારક બંને પ્રકારના જીવો હોતા નથી. વિરહકાલ પછી એક કે અનેક જીવો ઉત્પન્ન થાય, ત્યારે તેની વિગ્રહ ગતિમાં રહેલા એક કે અનેક જીવો અનાહારક હોય છે અને ઉત્પન્ન થઈ ગયા પછી એક કે અનેક જીવો આહારક હોય છે. આ રીતે અસંજ્ઞી મનુષ્યોમાં આહારક અને અનાહારક બંને પ્રકારના જીવો અશાશ્વત છે તેથી તેમાં અસંજ્ઞી નૈરયિકોની જેમ જ ભંગ થાય છે. નોસી નોઅસલી- તેરમા, ચૌદમા ગુણસ્થાનવર્તી મનુષ્ય અને સિદ્ધ નોસંજ્ઞી નો અસંજ્ઞી છે. તેમાંથી મનુષ્ય કેવળી સમુદ્યાતના સમયે તથા ચૌદમાં ગુણસ્થાનમાં અનાહારક અને શેષ સમયોમાં આહારક હોય છે. આ રીતે એક મનુષ્યમાં આહારક અથવા અનાહારક બેમાંથી કોઈપણ એક વિકલ્પ ઘટિત થાય છે.
અનેક મનુષ્યોમાં કેવળી ભગવાનની અપેક્ષાએ તેરમું ગુણસ્થાન શાશ્વત છે તેથી આહારક જીવો શાશ્વત છે. તે સિવાય કેવળી સમુઘાત કરનારા અને ચૌદમા ગુણસ્થાનવર્તી જીવો ક્યારેક જ હોય છે તેથી અનાહારક જીવો અશાશ્વત છે.
આ રીતે શાશ્વત અને અશાશ્વતના સંયોગે નોસંજ્ઞી નોઅસંજ્ઞી મનુષ્યોમાં ત્રણ ભંગ થાય છે. સિદ્ધ જીવો સદા અનાહારક જ હોય છે. (૪) લેશ્યા દ્વાર :|१८ सलेसे णं भंते ! जीवे किं आहारए अणाहारए ? गोयमा ! सिय आहारए सिय अणाहारए । एवं जाव वेमाणिए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સલેશી જીવ આહારક હોય કે અનાહારક હોય? ઉત્તર- હે ગૌતમ! તે કદાચિત આહારક હોય છે અને કદાચિતુ અનાહારક હોય છે. આ જ રીતે વૈમાનિક સુધી જાણવું જોઈએ.