________________
અઠ્ઠાવીસમું પદઃ આહારઃ ઉદ્દેશક-2 |
| ૨૩૯ ]
ના કારણે તેમાં નવગ્રહગતિમાં અને
અન્ય ભંગ
એક અસલી જીવ– કદાચિત્ આહારક, કદાચિત્ અનાહારક હોય છે. તેમાં કોઈ પણ એક વિકલ્પ હોય છે. અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય મરીને પ્રથમ નરક, ભવનપતિ અને વ્યંતર દેવોમાં ઉત્પન્ન થાય ત્યારે તેની અપર્યાપ્તાવસ્થામાં તે અસંજ્ઞી કહેવાય છે. જ્યોતિષી અને વૈમાનિક દેવોમાં અસંજ્ઞી જીવો ઉત્પન્ન થતા ન હોવાથી તેમાં અસંજ્ઞીપણાનો વ્યવહાર થતો નથી.
આ રીતે જ્યોતિષી અને વૈમાનિક દેવને છોડીને શેષ રર દંડકના એક-એક અસંજ્ઞી જીવમાં આહારક અથવા અનાહારક કોઈ પણ એક વિકલ્પ હોય છે.
અનેક અસંશી જીવોમાં અનેક જીવો આહારક અને અનેક જીવો અનાહારક હોય છે. અસંશી જીવોમાં એકેન્દ્રિયોની અપેક્ષાએ વાળાંકવાળી વિગ્રહગતિમાં અનેક જીવો હંમેશાં હોય જ છે, તેથી અનાહારક જીવો શાશ્વત હોય છે. આ કારણે તેમાં અનેક જીવો આહારક અને અનેક જીવો અનાહારક હોય છે. ત્યારે તેમાં અન્ય ભંગ ઘટિત ન થવાથી તે અભંગક કહેવાય છે. અનેક અસંગ્લી નૈરયિકો, ભવનપતિ, વ્યંતર દેવો– નૈરયિકો કે દેવો સંજ્ઞી જ છે પરંતુ અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય મરીને નારકી કે ભવનપતિ અથવા વ્યંતર દેવમાં ઉત્પન્ન થાય, ત્યારે તેની અપર્યાપ્તાવસ્થામાં તે અસંશી કહેવાય છે. તેવા જીવો અલ્પ સંખ્યક હોય છે. તેમાં વિગ્રહગતિમાં વર્તતા અનાહારક જીવો તથા ઉત્પન્ન થઈ ગયેલા આહારક જીવો બંને અશાશ્વત છે, તેથી તેના છ ભંગ થાય છે. તે આ પ્રમાણે છે(૧) સર્વ જીવો આહારક. પ્રથમ નરકમાં ઉત્પન્ન થનારા સર્વ અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય મરીને નરકમાં ઉત્પન્ન થઈ ગયા હોય અને તે અપર્યાપ્તાવસ્થામાં અસંજ્ઞીપણામાં જ વર્તતા હોય ત્યારે તે બધા જીવો આહારક હોય છે, તેથી તેમાં પ્રથમ ભંગ ઘટિત થાય છે. (૨) સર્વ જીવો અનાહારક. જ્યારે પ્રથમ નરકમાં ઉત્પન્ન થનારા સર્વ અસલી તિર્યંચ પંચેન્દ્રિય મરીને નરકમાં ઉત્પન્ન થવા માટે વિગ્રહ ગતિમાં વર્તતા હોય ત્યારે તે બધા જીવો અનાહારક હોય છે, તેથી તેમાં બીજો ભંગ ઘટિત થાય છે. (૩) એક જીવ આહારક અને એક જીવ અનાહારક. જ્યારે પ્રથમ નરકમાં ઉત્પન્ન થનારા બે અસલી તિર્યંચ પંચેન્દ્રિયમાંથી એક જીવ મરીને નરકમાં ઉત્પન્ન થવા માટે વિગ્રહ ગતિમાં વર્તતો હોય, તે અનાહારક હોય અને એક જીવ ઉત્પન્ન થઈને અપર્યાપ્તાવસ્થામાં હોય, તે આહારક હોય ત્યારે એક આહારક અને એક અનાહારક નામનો ત્રીજો ભંગ ઘટિત થાય છે. (૪) એક જીવ આહારક અને અનેક જીવો અનાહારક. જ્યારે એક અસંજ્ઞી પંચેન્દ્રિય નરકમાં ઉત્પન્ન થઈને અપર્યાપ્તાવસ્થામાં હોય અને અનેક જીવો વિગ્રહ ગતિમાં અનાહારક હોય ત્યારે એક આહારક, અનેક અનાહારક નામનો ચોથો ભંગ ઘટિત થાય છે. (૫) અનેક જીવો આહારક અને એક જીવ અનાહારક. જ્યારે અનેક અસંજ્ઞી પંચેન્દ્રિયો મરીને નરકમાં ઉત્પન્ન થઈને અપર્યાપ્તાવસ્થામાં વર્તતા હોય અને એક જીવ વિગ્રહ ગતિમાં અનાહારક હોય ત્યારે અનેક આહારક અને એક અનાહારક નામનો પાંચમો ભંગ ઘટિત થાય છે. (૬) અનેક જીવો આહારક, અનેક જીવો અનાહારક. જ્યારે અનેક અસંજ્ઞી પંચેન્દ્રિયો મરીને નરકમાં ઉત્પન્ન થઈને અપર્યાપ્તાવસ્થામાં હોય અને અનેક જીવો વિગ્રહ ગતિમાં અનાહારક હોય, ત્યારે અનેક આહારક અને અનેક અનાહારક નામનો છઠ્ઠો ભંગ ઘટિત થાય છે.