________________
| ૨૪૪ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૩
ભાવાર્થ – સંયતાસંયત જીવ, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય, તે એકવચન અને બહુવચનની અપેક્ષાએ આહારક જ હોય છે, અનાહારક હોતા નથી. २७ णोसंजए णोअसंजए णोसंजयासंजए जीवे सिद्ध य एए एगत्तेण वि पुहत्तेण वि णो आहारगा, अणाहारगा। ભાવાર્થ:- નોસંયત નોઅસંયત નોસંયતાસંયત જીવ અને સિદ્ધ એકવચન અને બહુવચનની અપેક્ષાએ આહારક નથી પરંતુ અનાહારક હોય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સંયત, અસંયત આદિ જીવોમાં આહારક-અનાહારક ભાવનું કથન છે. સંયત- જે સર્વ પ્રકારના પાપથી જીવનપર્યત નિવૃત્ત થઈ જાય અને સાધુના પંચ મહાવ્રતોનો સ્વીકાર કરે છે તે સંયત છે. તેમાં સમુચ્ચય જીવ અને મનુષ્યનો જ સમાવેશ થાય છે. સંયત અવસ્થા પર્યાપ્ત જીવોને જ હોય છે. તેમાં કેવળી સમુદ્યાત અને અયોગીપણું, આ બે અવસ્થાની અપેક્ષાએ અનાહારકપણું ઘટિત થાય છે. સમુચ્ચય એક સંયત જીવ અથવા એક સંયત મનુષ્યમાં આહારક અને અનાહારકમાંથી કોઈ પણ એક અવસ્થા હોય છે. અનેક સંયત જીવો તથા સયત મનુષ્યોમાં ત્રણ ભંગ થાય છે. તેમાં આહારક જીવો શાશ્વત છે અને અનાહારક જીવો(ક્યારેક જ હોવાથી) અશાશ્વત છે, તેથી તેમાં ત્રણ ભંગ થાય છે, જેમ કે– (૧) સર્વ જીવો આહારક. જ્યારે એક પણ જીવ કેવળી સમુઘાત કે અયોગી અવસ્થામાં ન હોય ત્યારે સર્વ સંયત મનુષ્યો આહારક હોય છે. (૨) અનેક જીવો આહારક અને એક અનાહારક. જ્યારે કોઈ એક જીવ કેવળી સમદુઘાતમાં અથવા અયોગીપણામાં વર્તતો હોય ત્યારે તે એક સંયત જીવ અનાહારક અને શેષ અનેક સંયત જીવ કે મનુષ્ય આહારક હોય છે. (૩) અનેક આહારક, અનેક અનાહારક. જ્યારે કેવળી સમુદ્યાત અને ચૌદમા અયોગી કેવળી ગુણસ્થાનમાં અનેક જીવો હોય ત્યારે તે અનેક અનાહારક અને (તેરમા ગુણસ્થાનની અપેક્ષાએ) અનેક આહારક નામનો આ ત્રીજો ભંગ ઘટિત થાય છે.
- આ રીતે સમુચ્ચય સંયત જીવો તથા સંયત મનુષ્યોમાં ત્રણ-ત્રણ ભંગ થાય છે. શેષ ૨૩ દંડકના જીવો સંયત થઈ શકતા નથી. સંયતાસંયત-જે પાપ પ્રવૃત્તિનો એકદેશથી ત્યાગ કરે છે, શ્રાવકના વ્રતનો સ્વીકાર કરે છે, તેને સંયતાસંયત કહે છે. તેમાં સમુચ્ચય જીવ, મનુષ્ય અને સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયનો સમાવેશ થાય છે. સંયતાસંમતપણું પર્યાપ્તાવસ્થામાં જ હોય છે. તેમાં એક પાંચમું ગુણસ્થાન હોય છે, આ કારણે તેમાં વિગ્રહગતિ અથવા કેવળી સમુદ્યાત કે અયોગી અવસ્થા પ્રાપ્ત થતી નથી, તેથી તે જીવો અનાહારક થતા નથી, તે સર્વ જીવો આહારક જ હોય છે. અસંયત– જે પાપ પ્રવૃત્તિનો ત્યાગ કરતા નથી અને કોઈપણ વ્રત-પ્રત્યાખ્યાન કરતા નથી, તેવા ચાર ગુણસ્થાન પર્વતના અવિરત જીવોને અસંયત કહે છે. તેમાં ૨૪ દંડકના જીવોનો સમાવેશ થાય છે. તે જીવો વિગ્રહગતિની અપેક્ષાએ જ અનાહારક હોય છે અને શેષ સર્વ અવસ્થાઓમાં આહારક હોય છે.
અનેક જીવો– પાંચ સ્થાવર જીવોમાં ઘણા જીવો આહારક અને ઘણા જીવો અનાહારક હોય છે.