________________
| અઠ્ઠાવીસમું પદ ઃ આહાર : ઉદ્દેશક-૨
[ ૨૩૭ ]
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સંજ્ઞી જીવ આહારક છે કે અનાહારક છે?
ઉત્તર- હે ગૌતમ! તે કદાચિત આહારક અને કદાચિત અનાહારક હોય છે. આ જ રીતે વૈમાનિક સુધી કહેવું જોઈએ પરંતુ એકેન્દ્રિય અને વિશ્લેન્દ્રિય જીવોના વિષયમાં પ્રશ્ન કરવા ન જોઈએ. |१२ सण्णी णं भंते ! जीवा किं आहारगा अणाहारगा ? गोयमा ! जीवाईओ तियभंगो जाव वेमाणिया । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અનેક સંજ્ઞી જીવો આહારક છે કે અનાહારક છે? ઉત્તર- હે ગૌતમ! સમુચ્ચય જીવાદિથી લઈને વૈમાનિક સુધીના અનેક જીવોમાં ત્રણ-ત્રણ ભંગ થાય છે. |१३ असण्णी णं भंते ! जीवे किं आहारए अणाहारए ? गोयमा ! सिय आहारए सिय अणाहारए । एवं णेरइए जाव वाणमंतरे । जोइसिय-वेमाणिया ण पुच्छिति । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અસંજ્ઞીજીવ આહારક હોય છે કે અનાહારક હોય છે? ઉત્તર- હે ગૌતમ! તે કદાચિત્ આહારક અને કદાચિત્ અનાહારક હોય છે. આ જ રીતે નૈરયિકથી લઈ વાણવ્યંતર સુધી જાણવું જોઈએ. જ્યોતિષ્ક અને વૈમાનિકના વિષયમાં પ્રશ્ન કરવો ન જોઈએ કારણ કે તેઓ અસંજ્ઞી નથી. १४ असण्णी णं भंते ! जीवा किं आहारगा अणाहारगा? गोयमा ! आहारगा वि अणाहारगा वि, एगो भंगो । ભાવાર્થ – પ્રશ્ન – હે ભગવન્! અનેક અસંશી જીવો આહારક હોય છે કે અનાહારક હોય છે? ઉત્તર– હે ગૌતમ! તે આહારક પણ હોય અને અનાહારક પણ હોય છે. તેમાં માત્ર એક જ ભંગ થાય છે. |१५ असण्णी णं भंते ! णेरइया किं आहारगा अणाहारगा?
गोयमा ! आहारगा वा अणाहारगा वा अहवा आहारए य अणाहारए य, अहवा आहारए य अणाहारगा य, अहवा आहारगा य अणाहारगे य, अहवा आहारगा य अणाहारगा य, एवं एए छब्भंगा । एवं जाव थणियकुमारा ।
एगिदिएसु अभंगयं । बेइंदिय जाव पंचेंदियतिरिक्खजोणिएसु तियभंगो। मणूस-वाणमंतरेसु छब्भंगा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અનેક અસંજ્ઞી નૈરયિકો આહારક હોય છે કે અનાહારક હોય છે?
ઉત્તર- હે ગૌતમ! (૧) ક્યારેક સર્વ જીવો આહારક હોય છે (૨) ક્યારેક સર્વ જીવો અનાહારક હોય છે (૩) ક્યારેક એક આહારક અને એક અનાહારક હોય છે અથવા (૪) એક આહારક અને અનેક અનાહારક હોય છે અથવા (૫) અનેક આહારક અને એક અનાહારક હોય છે અથવા (૬) અનેક આહારક અને અનેક અનાહારક હોય છે. આ જ રીતે સ્વનિતકુમાર સુધી જાણવું જોઈએ.
એકેન્દ્રિય જીવો અભંગક હોય છે. બેઇન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય તિર્યંચ સુધીના જીવોમાં ત્રણ ભંગ તથા મનુષ્યો અને વાણવ્યંતર દેવોમાં છ ભંગ હોય છે.