________________
૨૩૬ ]
શ્રી પન્નવણા સુa: ભાગ-૩
|८ भवसिद्धिया णं भंते! जीवा किं आहारगा अणाहारगा? गोयमा !जीवेगिंदियवज्जो तियभंगो । अभवसिद्धिए वि एवं चेव ।। ભાવાર્થ-અન- હે ભગવન્! અનેક ભવસિદ્ધિક જીવો આહારક હોય છે કે અનાહારક છે? ઉત્તરહે ગૌતમ! સમુચ્ચય જીવ અને એકેન્દ્રિયને છોડીને શેષ દંડકના જીવોમાં ત્રણ ભંગ કહેવા જોઈએ.
- એક અને અનેક અભવસિદ્ધિક જીવોના આહારક-અનાહારકનું કથન ભવસિદ્ધિક જીવોની જેમ જાણવું જોઈએ. | ९ णोभवसिद्धिए णोअभवसिद्धिए णं भंते ! जीवे किं आहारए अणाहारए ? गोयमा ! णो आहारए, अणाहारए । एवं सिद्धे वि । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! નોભવસિદ્ધિક નોઅભવસિદ્ધિક એક જીવ આહારક છે કે અનાહારક?
ઉત્તર-હે ગૌતમ! તે આહારક નથી, પરંતુ અનાહારક છે. આ જ રીતે સિદ્ધ એક જીવના વિષયમાં જાણવું જોઈએ. १० णोभवसिद्धिया णोअभवसिद्धिया णं भंते ! जीवा किं आहारगा अणाहारगा? गोयमा ! णो आहारगा, अणाहारगा । एवं सिद्धा वि । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! અનેક નોભવસિદ્ધિકનોઅભવસિદ્ધિક જીવો આહારક છે કે અનાહારક? ઉત્તર- હે ગૌતમ ! તેઓ આહારક નથી, પરંતુ અનાહારક છે. આ રીતે સમુચ્ચય જીવોની જેમ ઘણા સિદ્ધોના વિષયમાં પણ જાણવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ભવસિદ્ધિક, અભવસિદ્ધિક અને નોભવસિદ્ધિક નોઅભવસિદ્ધિક જીવોમાં આહારક-અનાહારકનું કથન છે.
મોક્ષગમનને યોગ્ય ભવસિદ્ધિક અને મોક્ષગમનને અયોગ્ય અભવસિદ્ધિક બંને પ્રકારના જીવો ૨૪ દંડકમાં હોય છે, તેથી તેનું કથન પ્રથમ દ્વારની સમાન છે.
એક ભવસિદ્ધિક અને એક અભવસિદ્ધિક જીવમાં આહારક અથવા અનાહારક કોઈ પણ એક અવસ્થા હોય છે. અનેક જીવોની અપેક્ષાએ એકેન્દ્રિય ભવસિદ્ધિક-અભવસિદ્ધિક જીવોમાં અનેક જીવો આહારક અને અનેક જીવો અનાહારક હોય; આ એક જ ભંગ હોય છે. શેષ ૧૯ દંડકના અનેક ભવસિદ્ધિક તથા અનેક અભવ સિદ્ધિક જીવોમાં ત્રણ ભંગ થાય છે. નોભવસિદ્ધિક નોઅભવસિદ્ધિક જીવ અને સિદ્ધ એક વચન તથા બહુવચનમાં અનાહારક જ હોય છે. (૩) સંજ્ઞી દ્વાર:|११ सण्णी णं भंते ! जीवे किं आहारगे अणाहारगे? गोयमा ! सिय आहारगे, सिय अणाहारगे । एवं जाव वेमाणिए । णवरं- एगिदिय-विगलिंदिया ण पुच्छिज्जति ।