________________
| અઠ્ઠાવીસમું પદઃ આહાર : ઉદ્દેશક-૨
| ૨૩૫ ]
ગ્રહણ કરતા હોવાથી આહારક જ હોય છે, તેમ છતાં જીવની અનાહારક અવસ્થાઓ આ પ્રમાણે છે
विग्गहगइमावण्णा, केवलिणो समोहया अजोगी य ।।
સિદ્ધાં ય ઝળાહાર, સેલા આહાર નવા III પ્રવ સારો દ્વાર–૨૩૩ અર્થ :- (૧) મૃત્યુ પામીને નવો જન્મ ધારણ કરવા માટે જીવ વળાંકવાળી વિગ્રહગતિથી જતો હોય, ત્યારે (૨) કેવળી સમુદ્યાતના ત્રીજા, ચોથા અને પાંચમા સમયે (૩) ચૌદમા ગુણસ્થાને શૈલેશી અવસ્થામાં તથા (૪) સિદ્ધ અવસ્થામાં જીવ અનાહારક હોય છે. શેષ સર્વ અવસ્થામાં સંસારી જીવો આહારક હોય છે. ૨૪ દંડકના પ્રત્યેક જીવ- કદાચિતુ આહારક અને કદાચિત અનાહારક હોય છે. મનુષ્યને છોડીને શેષ ૨૩ દંડકના જીવો વળાંકવાળી વિગ્રહગતિની અપેક્ષાએ જ અનાહારક હોય છે. મનુષ્યમાં ઉપરોક્ત ચારમાંથી ત્રણે અપેક્ષાએ અનાહારક હોય, શેષ અવસ્થામાં આહારક હોય છે. કોઈ પણ એક જીવમાં આહારક કે અનાહારક કોઈ પણ એક વિકલ્પ(અવસ્થા) હોય છે. એક કે અનેક સિતો- સર્વ સિદ્ધો સદા અનાહારક જ હોય છે, કારણ કે તે અશરીરી છે. સમુચ્ચય અનેક જીવો– અનેક જીવોમાં કેટલાક આહારક અને કેટલાક અનાહારક જીવો હંમેશાં પ્રાપ્ત થાય છે, કારણ કે સમુચ્ચય નિગોદના એક અસંખ્યાતમા ભાગ પ્રમાણ જીવો સદાકાલ વિગ્રહ ગતિમાં જ હોય છે, તે જીવો અનાહારક હોય છે; તેથી અનેક જીવો અનાહારક અને અનેક જીવો આહારક હોય છે. તે એક ભંગ છે અને અન્ય ભંગ ન હોવાથી તે અભંગક કહેવાય છે. પાંચ સ્થાવરના અનેક જીવોમાં પણ ઉત્પત્તિનો વિરહકાલ ન હોવાથી અનેક જીવો આહારક અને અનેક જીવો અનાહારક હોય છે. ૧૯ દંડકના અનેક જીવો– નારકી આદિમાં ઉત્પત્તિના વિરહકાલમાં એક પણ જીવ વિગ્રહગતિમાં ન હોવાથી અનાહારક જીવો હોતા નથી. પૂર્વોત્પન્ન સર્વ જીવો આહારક હોય છે. વિરહકાલ પછી એક કે અનેક જીવો ઉત્પન્ન થાય તેની અપેક્ષાએ કુલ ત્રણ ભંગ થાય છે. (૧) સર્વ નૈરયિકો આહારક હોય છે, ઉત્પત્તિના વિરહકાલમાં આ પ્રથમ ભંગ ઘટિત થાય છે. (૨) અનેક નૈરયિકો આહારક અને એક નૈરયિક અનાહારક હોય છે, નરકગતિમાં એક જીવ વિગ્રહગતિથી ઉત્પન્ન થતો હોય, ત્યારે આ બીજો ભંગ ઘટિત થાય છે. (૩) અનેક નૈરયિકો આહારક અને અનેક નૈરયિકો અનાહારક હોય છે, નરકગતિમાં અનેક જીવો વિગ્રહગતિથી ઉત્પન્ન થતાં હોય, ત્યારે આ ત્રીજો ભંગ ઘટિત થાય છે. આ રીતે ૧૯ દંડકમાં ઉત્પત્તિનો વિરહકાલ હોવાથી આહારક-અનાહારક સંબંધી ત્રણ ભંગ ઘટિત થાય છે. (૨) ભવ્યદ્વાર :
७ भवसिद्धिए णं भंते ! जीवे किं आहारए अणाहारए ? गोयमा ! सिय आहारए सिय अणाहारए । एवं जाव वेमाणिए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ભવસિદ્ધિક જીવ આહારક હોય કે અનાહારક? ઉત્તર- હે ગૌતમ! તે કદાચિત્ આહારક હોય છે, કદાચિત્ અનાહારક હોય છે. આ જ રીતે વૈમાનિક સુધી જાણવું જોઈએ.