________________
૨૩૪
શ્રી પન્નવણા સૂત્ર : ભાગ-૩
(૧) આહાર દ્વાર :
२ जीवे णं भंते । किं आहारए अणाहारए ? गोयमा । सिय आहारए सिय अणाहारए । एवं णेरइए जाव वेमाणिए ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! એક જીવ આહારક છે કે અનાહારક છે ? ઉત્તર- હે ગૌતમ ! તે કદાચિત્ આહારક છે, કદાચિત્ અનાહારક છે. આ રીતે નૈરિયકથી લઈને વૈમાનિક સુધીના સર્વ જીવોમાં જાણવું જોઈએ.
३ सिद्धे णं भंते! किं आहारए अणाहारए । गोयमा ! णो आहारए, अणाहारए । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! એક સિદ્ધ જીવ આહારક છે કે અનાહારક છે ? ઉત્તર- હે ગૌતમ ! . સિદ્ધ જીવ આહારક હોતા નથી પરંતુ અનાહારક હોય છે.
४ जीवा णं भंते ! किं आहारगा अणाहारगा ? गोयमा ! आहारगा वि, અળાહળ વિ।
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્ ! અનેક જીવો આહારક છે કે અનાહારક છે ? ઉત્તર- હે ગૌતમ ! તેઓ આહારક પણ હોય છે અને અનાહારક પણ હોય છે.
५ णेरइयाणं भंते । पुच्छा ? गोयमा ! सव्वे वि ताव होज्जा आहारगा, अहवा आहारगा य अणाहारगे य, अहवा आहारगा य अणाहारगा य ।
एवं जाव वेमाणिया, णवरं- एगिंदिया जहा जीवा ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! અનેક વૈયિકો આહારક હોય છે કે અનાહારક હોય છે ? ઉત્તર- હે ગૌતમ ! (૧) કદાચિત્ સર્વ જૈયિકો આહારક હોય છે (૨) ક્યારેક અનેક આહારક અને એક અનાહારક હોય છે અને (૩) ક્યારેક અનેક આહારક અને અનેક અનાહારક હોય છે.
આ જ રીતે વૈમાનિક સુધી જાળવું જોઈએ. વિશેષતા એ છે કે એકેન્દ્રિય જીવોનું કથન સમુચ્ચય જીવોની સમાન જાણવું જોઈએ.
૬ સિદ્ધાળું બંને ! પુચ્છા ? પોયમા ! ખો આહારવા, અખાUTRIT |
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! અનેક સિદ્ધોના વિષયમાં પૂર્વવત્ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ ! સિદ્ધો - આહારક હોતા નથી પરંતુ અનાહારક હોય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ૨૪ દંડકના તથા સિદ્ધગતિના એક અને અનેક જીવોમાં આહારક તથા અનાહારક ભાવનું નિરૂપણ છે.
આહાર– આહાર સંજ્ઞાથી પ્રેરિત જીવ, ઇચ્છાપૂર્તિ અને શરીર નિષ્પાદન કે શરીર નિર્વાહાર્યે આહાર યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરે, તેને આહાર કહે છે. સંસારી જીવો જન્મથી મૃત્યુપર્યંત આહાર યોગ્ય પુદ્ગલો