________________
અઠ્ઠાવીસમું પદઃ આહારઃ ઉદ્દેશક-2 |
૨૩૩ ]
-અડાવીસમું પદઃ આહાર
બીજો ઉદ્દેશક PPPPPPPP22222 વિષય સૂચક તેર દ્વાર:
आहार भविय सण्णी, लेस्सा दिट्ठी य संजय कसाया ।
___णाणे जोगुवओगे, वेदे य सरीर पज्जत्ती ॥ ભાવાર્થ :-(ગાથાથી બીજા ઉદ્દેશકમાં નિમ્નોક્ત તેર દ્વારો છે– (૧) આહારદ્વાર (૨) ભવિકદ્વાર (૩) સંજ્ઞીદ્વાર (૪) વેશ્યાદ્વાર (૫) દષ્ટિદ્વાર (૬) સંતદ્વાર (૭) કષાયદ્વાર (૮) જ્ઞાનદ્વાર (૯) યોગદ્વાર (૧૦) ઉપયોગદ્વાર (૧૧) વેદદ્વાર (૧૨) શરીરદ્વાર અને (૧૩) પર્યાપ્તિદ્વાર. વિવેચન : -
બીજા ઉદ્દેશકમાં આ તેર દ્વારોના આધારે આહારક-અનાહારકની પ્રરૂપણા કરવામાં આવશે. અહીં આહાર, ભવિક આદિ શબ્દના કથનથી તેના પ્રતિપક્ષી અથવા તેના ભેદ-પ્રભેદોનું પણ ગ્રહણ થાય છે. (૧) આહારદ્વારમાં જીવ અને ૨૪ દંડકના એક-અનેક જીવોમાં– ૧. આહારક ૨. અનાહારકનું કથન છે. (૨) ભવિકતારના ત્રણ ભેદ- ૧. ભવસિદ્ધિક ૨.અભવસિદ્ધિક ૩. નોભવસિદ્ધિક નોઅભવસિદ્ધિક. (૩) સંશદ્વારના ત્રણ ભેદ– ૧. સંજ્ઞી ૨. અસંશી ૩. નોસંજ્ઞી નોઅસંજ્ઞી. (૪) વેશ્યાદ્વારના આઠ ભેદ– ૧. સલેશી ૨ થી ૭. કૃષ્ણાદિ છ લેશી ૮, અલેશી. (૫) દષ્ટિદ્વારના ત્રણ ભેદ– ૧. સમ્યગુદૃષ્ટિ ૨. મિથ્યાદષ્ટિ ૩. મિશ્રદષ્ટિ (૬) યતદ્વારના ચારભેદ–૧. સંયત ૨. અસંયત ૩. સંયતાસંયત ૪. નોસંયત નોઅસંયત નોસંયતાસંયત. (૭) કષાયદ્વારના છ ભેદ– ૧. સકષાયી ૨ થી ૫. ક્રોધાદિ ચાર કષાયી ૬. અકષાયી. (૮) જ્ઞાનદ્વારના દશભેદ– ૧. સજ્ઞાની ૨. મતિજ્ઞાની ૩. શ્રુતજ્ઞાની ૪. અવધિજ્ઞાની ૫. મન:પર્યવજ્ઞાની દ. કેવળજ્ઞાની ૭. અજ્ઞાની ૮, મતિ અજ્ઞાની ૯. શ્રુત અજ્ઞાની ૧૦. વિર્ભાગજ્ઞાની. (૯) યોગદ્વારના પાંચ ભેદ– ૧. સયોગી ૨. મનયોગી ૩. વચનયોગી ૪. કાયયોગી ૫. અયોગી. (૧૦)ઉપયોગદ્વારના બે ભેદ– ૧. સાકારોપયોગી ૨. અનાકારોપયોગી. (૧૧) વેદદ્વારના પાંચ ભેદ– ૧. સવેદી ૨. સ્ત્રીવેદી ૩. પુરુષવેદી ૪. નપુંસકવેદી ૫. અવેદી. (૧૨) શરીરદ્વારના સાતભેદ– ૧. સશરીરી ૨. ઔદારિકશરીરી ૩. વૈક્રિયશરીરી ૪. આહારકશરીરી ૫. તૈજસશરીરી છે. કાર્યણશરીરી ૭. અશરીરી. (૧૩) પર્યાપ્તિદ્વારના બાર દ્વાર– ૧. આહારપર્યાપ્તિ ૨. શરીરપર્યાપ્તિ ૩. ઇન્દ્રિયપર્યાપ્તિ ૪. શ્વાસોશ્વાસપર્યાપ્તિ ૫. ભાષાપર્યાપ્તિ ૬. મન:પર્યાપ્તિ ૭ થી૧૨. છ પ્રકારની અપર્યાપ્તિ.
આ રીતે આ ઉદ્દેશકમાં ૮ બોલોના માધ્યમે જીવોમાં આહારક-અનાહારકનું કથન છે.