________________
૨૩૦ ]
શ્રી પન્નવણા સત્ર: ભાગ-૩
કહેવાય છે. ૨૪ દંડકના જીવોમાં લોમાહાર હોય જ છે. પ્રક્ષેપાહાર- કવલરૂપ આહારનો મુખમાં પ્રક્ષેપ કરવો, તે પ્રક્ષેપાહાર છે. ત્રણ વિક્લેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોને પ્રક્ષેપાહાર હોય છે. એકેન્દ્રિય જીવોને મુખ ન હોવાથી પ્રક્ષેપાહાર નથી. નારકી અને દેવો વૈક્રિયશરીરી છે. તે જીવોને મુખ હોવા છતાં સ્વભાવથી તેઓ લોમાહારી જ હોય છે પ્રક્ષેપાહારની તેઓને આવશ્યકતા હોતી નથી. (૧૧) મનોભક્ષી દ્વાર:६३ रइया णं भंते ! किं ओयाहारा मणभक्खी ? गोयमा ! ओयाहारा, णो मणभक्खी । एवं सव्वे ओरालियसरीरा वि । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકો ઓજાહારી હોય છે કે મનોભક્ષી હોય છે?
ઉત્તર- હે ગૌતમ! તેઓ ઓજાહારી હોય છે, મનોભક્ષી હોતા નથી. આ જ રીતે બધા ઔદારિક શરીરધારી સર્વ જીવો પણ ઓજ આહારવાળા હોય છે. ६४ देवा सव्वे जाव वेमाणिया ओयाहारा वि मणभक्खी वि । तत्थ णं जे ते मणभक्खी देवा तेसि णं इच्छामणे समुप्पज्जइ "इच्छामो णं मणभक्खं करित्तए" तए णं तेहिं देवेहिं एवं मणसीकए समाणे खिप्पामेव जे पोग्गला इट्ठा कंता जाव मणामा ते तेसिं मणभक्खत्ताए परिणमंति ।
से जहाणामए सीया पोग्गला सीयं पप्प सीयं चेव अइवइत्ताणं चिटुंति उसिणा वा पोग्गला उसिणं पप्प उसिणं चेव अइवइत्ताणं चिट्ठति । एवामेव तेहिं देवेहिं मणभक्खे कए समाणे गोयमा ! से इच्छामणे खिप्पामेव अवेइ । ભાવાર્થ - અસુરકુમારથી વૈમાનિક સુધીના સર્વ દેવો ઓજ આહારી પણ હોય છે અને મનોભક્ષી પણ હોય છે. દેવોમાં જે મનોભક્ષી (ઓજાહારી સિવાય) દેવો છે તે દેવોને “અમે મનોભક્ષી આહાર કરીએ” એવું ઇચ્છા પ્રધાન મન ઉત્પન્ન થાય છે અર્થાત્ મનમાં આહારની ઇચ્છા ઉત્પન્ન થાય છે. જ્યારે તે દેવો આ પ્રકારનો વિચાર કરે ત્યારે તુરંત જ ઇષ્ટ, કાંત યાવતુ મનને અનુકૂળ પુદ્ગલો મનોભક્ષણરૂપે પરિણમે છે.
જે રીતે શીત યુગલો શીત સ્વભાવને પ્રાપ્ત કરી શીતયોનિ વાળા જીવને આશ્રિત શીતરૂપે પરિણમે છે અથવા ઉષ્ણ પુદ્ગલો ઉષ્ણ સ્વભાવને પામી ઉષ્ણરૂપે પરિણમે છે; તે જ રીતે હે ગૌતમ ! તે દેવો મનોભક્ષણ કરે છે ત્યારે તેઓનું ઇચ્છા પ્રધાન મન તુરંત જ શાંત-તૃપ્ત થઈ જાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ર૪ દંડકના જીવોમાં ઓજાહારી અને મનોભક્ષી આહાર સંબંધી નિરૂપણ છે. ઓજાહારી– જીવના ઉત્પત્તિ સ્થાનમાં આહારયોગ્ય(શરીર યોગ્ય) પુગલોનો સમૂહ હોય છે, તે “ઓજ' કહેવાય છે. ઓજને ગ્રહણ કરનાર ઓજાહારી છે. ૨૪ દંડકના સમસ્ત સંસારી જીવો ઉત્પત્તિના પ્રથમ સમયથી શરીર પર્યાતિ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઓજાહારી હોય છે.