________________
| અઠ્ઠાવીસમું પદઃ આહાર : ઉદ્દેશક-૧
[ ૨૨૯ ]
છે. તેમાં બે પ્રકારે વિષયની વિચારણા થઈ છે. પુષ્યભાવપvખવાં પડુન્ન- પૂર્વભાવ પ્રજ્ઞાપના–ભૂતકાલીન અવસ્થાનું કથન કરવું. વર્તમાનમાં જીવ દ્વારા ગ્રહણ કરાતા આહાર યોગ્ય પગલોનું સ્વરૂપ ભૂતકાળમાં કેવું હતું? તેની વિચારણા કરવી તેને પૂર્વભાવ પ્રજ્ઞાપના કહે છે. પડુપujમાવપugવ પદુશ્વ- પ્રત્યુત્પન્ન–વર્તમાનકાલીન અવસ્થાનું કથનકરવું. જીવ દ્વારા ગ્રહણ કરાતા આહાર યોગ્ય પગલોની વર્તમાનકાલીન અવસ્થાની વિચારણા કરવી તે પ્રત્યુત્પન્ન પ્રજ્ઞાપના કહેવાય છે.
કોઈ પણ જીવ પોતાના શરીરને યોગ્ય પુદ્ગલ ગ્રહણ કરે છે અને પોતાના શરીર રૂપે પરિણત કરે છે. જે પુદ્ગલો શરીર રૂપે પરિણત થાય છે, તે આહાર કહેવાય છે. નૈરયિકોનું પંચેન્દ્રિય શરીર હોવાથી, તેણે ગ્રહણ કરેલા પુગલો પંચેન્દ્રિય રૂપે પરિણત થાય છે, તેથી તેનો આહાર પંચેન્દ્રિય શરીરનો કહેવાય છે, પરંતુ તે પુદ્ગલોની ભૂતકાલીન અવસ્થા એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય કે પંચેન્દ્રિય શરીર પરિણત હોય શકે છે.
આ રીતે ૨૪ દંડકના કોઈ પણ જીવનો આહાર પૂર્વભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય કે પંચેન્દ્રિય શરીર પરિણત હોય છે અને પ્રત્યુત્પન્ન ભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ જે જીવોને જેટલી ઇન્દ્રિય હોય, તેટલી ઇન્દ્રિયયુક્ત શરીરનો આહાર કરે છે. તદનુસાર વર્તમાન ભાવની અપેક્ષાએ પાંચ સ્થાવરો એકેન્દ્રિય શરીરનો, બેઇન્દ્રિય જીવ બેઇન્દ્રિય શરીરનો, તે ઇન્દ્રિય જીવ તેઇન્દ્રિય શરીરનો, ચૌરેન્દ્રિય જીવ ચૌરેન્દ્રિય શરીરનો, નારકી, દેવતા, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યો પંચેન્દ્રિય શરીરનો આહાર કરે છે. (૧૦)લોમાહાર દ્વાર:६१ णेरइया णं भंते ! कि लोमाहारा पक्खेवाहारा ? गोयमा ! लोमाहारा, णो पक्खेवाहारा । एवं एगिदिया, सव्वे देवा य भाणियव्वा जाव वेमाणिया । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નારકી જીવો લોમાહારી છે કે પ્રક્ષેપાહારી છે?
ઉત્તર- હે ગૌતમ ! તેઓ લોમાહારી છે, પ્રક્ષેપાહારી નથી. આ જ રીતે એકેન્દ્રિય જીવો તથા વૈમાનિકો સુધીના બધા દેવોના વિષયમાં કહેવું જોઈએ કે તે લોમાહારી છે, પ્રક્ષેપાહારી નથી. ६२ बेइदिया जाव मणूसा लोमाहारा वि पक्खेवाहारा वि । ભાવાર્થ - બેઈન્દ્રિયોથી લઈને મનુષ્યો સુધીના જીવો લોમાહારી પણ છે, પ્રક્ષેપાહારી પણ છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં ર૪ દંડકના જીવોમાં લોમાહાર અને પ્રક્ષેપાહારનું કથન છે. લોમાહાર (રોમાહાર)– શરીર પર્યાપ્તિ પૂર્ણ થયા પછી ત્વચા-રોમ દ્વારા ગ્રહણ કરાતો આહાર લોમાહાર