________________
[ ૨૨૮ ]
શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૩
(૯) એકેન્દ્રિયશરીરાદિ દ્વાર:५८ णेरइया णं भंते ! किं एगिदियसरीराइं आहारति जाव पंचेंदियसरीराई आहारेंति ? गोयमा ! पुव्वभावपण्णवणं पडुच्च- एगिदियसरीराई पि आहारैति जाव पंचेंदियसरीराइं पि, पडुप्पण्णभावपण्णवणं पडुच्च-णियमा पंचेंदियसरीराई आहारैति । एवं जाव थणियकुमारा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકો શું એકેન્દ્રિય શરીરોનો આહાર કરે છે યાવત્ પંચેંદ્રિય શરીરનો આહાર કરે છે?
ઉત્તર- હે ગૌતમ! પૂર્વભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ નૈરયિકો એકેન્દ્રિય શરીરોનો પણ આહાર કરે છે યાવત પંચેન્દ્રિય શરીરોનો પણ આહાર કરે છે. વર્તમાન ભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ નિશ્ચયથી તેઓ ચિંદ્રિય શરીરોનો આહાર કરે છે. આ રીતે અસુરકુમારોથી લઈ સ્વનિતકુમારો સુધી જાણવું જોઈએ. ५९ पुढविक्काइया णं भंते ! पुच्छा ? गोयमा ! पुव्वभावपण्णवणं पडुच्च एवं चेव, पडुप्पण्णभावपण्णवणं पडुच्च णियमा एगिदियसरीराइं आहारैति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિકો શું એકેન્દ્રિય શરીરોનો આહાર કરે છે વાવ ચિંદ્રિય શરીરનો આહાર કરે છે?
ઉત્તર- હે ગૌતમ! પૂર્વભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ નૈરયિકોની સમાન એટલે એકેન્દ્રિય યાવત પંચેન્દ્રિય શરીરોનો આહાર કરે છે. વર્તમાન ભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ નિશ્ચયથી એકેન્દ્રિય શરીરોનો આહાર કરે છે.
६० बेइंदिया पुव्वभावपण्णवणं पडुच्च एवं चेव, पडुप्पण्णभावपण्णवणं पडुच्च णियमा बेइंदियसरीराइं आहारैति ।
एवं जाव चउरिंदिया ताव पव्वभावपण्णवणं पडुच्च एवं, पडुप्पण्णभावपण्णवणं पडुच्च णियमा जस्स जति इंदियाइं ततिदियसरीराइं ते आहारैति। सेसा जहा णेरइया जाव वेमाणिया । ભાવાર્થ:- બેઇન્દ્રિય જીવોના સંબંધમાં પૂર્વભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ પૂર્વવતુ જાણવું જોઈએ. વર્તમાન ભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ તે જીવો નિયમા બેઇન્દ્રિય શરીરોનો આહાર કરે છે.
આ જ રીતે યાવત ચૌરેન્દ્રિય સુધીના જીવો પૂર્વભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ એકેન્દ્રિય યાવતુ પંચેન્દ્રિય શરીરોનો આહાર કરે છે. વર્તમાન ભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ જેને જેટલી ઇન્દ્રિયો છે, તેટલી જ ઇન્દ્રિયોવાળા શરીરનો આહાર કરે છે. વૈમાનિક સુધી શેષ જીવોનું કથન નૈરયિકોની સમાન જાણવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં “એકેન્દ્રિયાદિ શરીર દ્વાર’ના માધ્યમથી ૨૪ દંડકના જીવોના આહાર સંબંધી નિરૂપણ