________________
અઠ્ઠાવીસમું પદ : આહાર : ઉદ્દેશક-૧
મનોભક્ષી– પોતાની ઇચ્છાનુસાર મનથી જ આહારયોગ્ય પુદ્ગલોનું ગ્રહણ કરનાર જીવોને મનોભક્ષી કહેવાય છે. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક જાતિના દેવો પોતાના પુણ્યોદયે મનોભક્ષી હોય છે. દેવોને દીર્ઘકાલે આહારની ઈચ્છા ઉત્પન્ન થાય, ત્યારે ઇચ્છાપૂર્તિ માટે અન્ય કોઈ પુરુષાર્થ કરવો પડતો નથી. દેવો મનથી જ શુભ પુદ્ગલોને ગ્રહણ કરે છે. તે પુદ્ગલો દેવોના પુણ્યોદયે શુભરૂપે પરિણત થાય છે અને ઇચ્છાપૂર્તિ થઈ જતાં દેવો સંતોષની અનુભૂતિ કરે છે. જેમ શીતયોનિક જીવોને શીત પુદ્ગલો, ઉષ્ણયોનિક જીવોને ઉષ્ણ પુદ્ગલો અનુકૂળ અને સુખરૂપ લાગે છે. અનુકૂળ પુદ્ગલોને પામીને તે તે જીવો પરિતૃપ્ત થઈ જાય છે તે રીતે દેવોને પોતાની ઇચ્છાપૂર્તિથી તૃપ્તિ થઈ જાય છે.
ર૧
નારકી જીવો પાપકર્મના ઉદયે પોતાની ઇચ્છાનુસાર મનથી આહારયોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરી શકતા નથી, તેથી તે જીવો મનોભક્ષી નથી. ઔદારિક દંડકોમાં પણ મનોભક્ષી આહાર નથી.
શ્રી સૂયગડાંગ સૂત્રની નિયુક્તિની પાંચ ગાથાઓમાં ઓજાહાર, રોમાહાર અને પ્રક્ષેપાહાર તથા મનોભક્ષી જીવોનું કથન કર્યું છે.
सरीरेणोयाहारो, तयाय फासेण लोम आहारो, पक्खेवाहारो, कावलिओ होइ नायव्वो ॥ १ ॥ ओयाहारा जीवा सव्वे, अपज्जत्तगा मुणेयव्वा । पज्जत्तगा य लोमे, पक्खेवे होंति भइयव्वा ॥ २ ॥ एगिंदियदेवाणं, नेरइयाणं च णत्थि पक्खेवो । सेसाणं जीवाणं, संसारत्थाण पक्खेवो ॥ ३ ॥ लोमाहारा एगिंदिया उ, नेरइय सुरगणा चेव । सेसाणं आहारो, लोमे पक्खेवओ चेव ॥४॥
ओयाहारा मणभक्खिणो य, सव्वे वि सुरगणा होंति ॥
સેલા વંતિ નીવા, તોમે પવન્તેવો એવ ॥ ્॥ સૂય.-૨, અધ્ય.-૩નિયુક્તિ.
ઓજાહાર શરીર દ્વારા, રોમાહાર ત્વચા(ચામડી) દ્વારા અને પ્રક્ષેપાહાર કવલ(કોળિયા) દ્વારા કરાતો આહાર છે.
અપર્યાપ્તા જીવોને ઓજાહાર છે, પર્યાપ્તા સર્વ જીવોને રોમાહાર હોય છે અને પ્રક્ષેપાહારની તેઓને ભજના હોય છે. IIરા
એકેન્દ્રિય, નારકી અને દેવોને પ્રક્ષેપાહાર નથી. શેષ સર્વ સંસારી જીવોને પ્રક્ષેપાહાર હોય છે. IIા એકેન્દ્રિય, નારકી તથા અસુરકુમાર આદિ સર્વ દેવો રોમાહારી હોય છે, શેષ જીવોને રોમાહાર અને પ્રક્ષેપાહાર હોય છે. ૪
સર્વ પ્રકારના દેવો ઓજાહારી અને મનોભક્ષી હોય છે. શેષ જીવો રોમાહારી અને પ્રક્ષેપાહારી
હોય છે. પ