________________
રર૬ |
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૩
५३ उवरिमहेट्ठिमाणं भंते ! पुच्छा? गोयमा ! जहण्णेणं अट्ठावीसाए, उक्कोसेणं एगूणतीसाए । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! ઉપરિમ અધતન રૈવેયકના દેવોને કેટલા કાળે આહારાભિલાષા ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અઠ્યાવીસ હજાર વર્ષે અને ઉત્કૃષ્ટ ઓગણત્રીસ હજાર વર્ષે આહારની ઇચ્છા ઉત્પન્ન થાય છે. ५४ उवरिममज्झिमाणं भंते ! पुच्छा ? गोयमा ! जहण्णेणं एक्कूणतीसाए, उक्कोसेणं तीसाए । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ઉપરિમ-મધ્યમ ગ્રેવેયકના દેવોને કેટલા કાળે આહારાભિલાષા ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય ઓગણત્રીસ હજાર વર્ષે અને ઉત્કૃષ્ટ ત્રીસ હજાર વર્ષે આહારેચ્છા ઉત્પન્ન થાય છે. ५५ उवरिमउवरिमगेवेज्जगाणं भंते ! पुच्छा ? गोयमा ! जहण्णेणं तीसाए, उक्कोसेणं एक्कतीसाए । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! ઉપરિમ-ઉપરિમ રૈવેયકના દેવોને કેટલા કાળે આહારાભિલાષા ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય ત્રીસ હજાર વર્ષે અને ઉત્કૃષ્ટ એકત્રીસ હજાર વર્ષે તેઓને આહારની ઇચ્છા ઉત્પન્ન થાય છે. ५६ विजय-वेजयंत-जयंत-अपराजियाणं भंते ! पुच्छा ? गोयमा ! जहण्णेणं एक्कतीसाए, उक्कोसेणं तेत्तीसाए । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! વિજય વૈજયંત, જયંત, અપરાજિત વિમાનના દેવોને કેટલા કાળે આહારની અભિલાષા ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય એકત્રીસ હજાર વર્ષે અને ઉત્કૃષ્ટ તેત્રીસ હજાર વર્ષે આહારની અભિલાષા ઉત્પન્ન થાય છે. |५७ सव्वट्ठगदेवाणं भंते । पुच्छा? गोयमा ! अजहण्णमणुक्कोसेणं तेत्तीसाए वाससहस्साणं आहारट्टे समुप्पज्जइ । ભાવાર્થ :- પ્રગ્ન- સર્વાર્થસિદ્ધ વિમાનના દેવોને કેટલા કાળે આહારાભિલાષા ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! અજઘન્ય-અનુત્કૃષ્ટ(જઘન્ય-ઉત્કૃષ્ટના ભેદ રહિત) તેત્રીસ હજાર વર્ષે આહારની ઇચ્છા ઉત્પન્ન થાય છે. વિવેચન -
પ્રસ્તુત સુત્રોમાં વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવોના આહાર સંબંધી વર્ણન છે. તે સમગ્ર વર્ણન અસુરકુમાર દેવોની સમાન છે. ઉપર-ઉપરના દેવલોકના દેવોને આહારની ઇચ્છા અલ્પ હોય છે; તેથી તેની આહારેચ્છાનું કાલમાન ક્રમશઃ વધતું જાય છે. દેવોને જ્યારે આહારની ઈચ્છા થાય ત્યારે મન દ્વારા જ શુભ પુદ્ગલોને ગ્રહણ કરે અને પોતાના શરીર રૂપે પરિણત કરે છે, તેથી દેવો મનોભક્ષી કહેવાય છે. પ્રત્યેક જાતિના દેવોની આહારેચ્છામાં તફાવત છે, તે ભાવાર્થથી સ્પષ્ટ છે.