________________
અઠ્ઠાવીસમું પદઃ આહાર : ઉદ્દેશક-૧
[ ૨૨૫ ]
ઉત્તર-હે ગૌતમ!જઘન્ય એકવીશ હજાર વર્ષે અને ઉત્કૃષ્ટ બાવીશ હજાર વર્ષે આહારાભિલાષા થાય છે. ४७ हेट्ठिमहेट्ठिमगेवेज्जगाणं भंते ! पुच्छा ? गोयमा ! जहण्णेणं बावीसाए वाससहस्साणं, उक्कोसेणं तेवीसाए वाससहस्साणं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અધસ્તન-અધસ્તન(સૌથી નીચલી) રૈવેયકના દેવોને કેટલા કાળે આહારાભિલાષા ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય બાવીશ હજાર વર્ષે અને ઉત્કૃષ્ટ ત્રેવીશ હજાર વર્ષે આહારાભિલાષા ઉત્પન્ન થાય છે. ४८ हेट्ठिममज्झिमाणं भंते ! पुच्छा ? गोयमा ! जहण्णेणं तेवीसाए, उक्कोसेणं चउवीसाए । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અધસ્તન મધ્યમ ગ્રેવેયકના દેવોને કેટલા કાળે આહારાભિલાષા ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય ત્રેવીસ હજાર વર્ષે અને ઉત્કૃષ્ટ ચોવીશ હજાર વર્ષે તેઓને આહારેચ્છા ઉત્પન્ન થાય છે. ४९ हेट्ठिमउवरिमाणं भंते ! पुच्छा ? गोयमा ! जहण्णेणं चउवीसाए, उक्कोसेणं पणुवीसाए । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અધસ્તન-ઉપરિમ રૈવેયકના દેવોને કેટલા કાળે આહારાભિલાષા થાય છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય ચોવીશ હજાર વર્ષે અને ઉત્કૃષ્ટ પચ્ચીસ હજાર વર્ષે આહારેચ્છા થાય છે. ५० मज्झिमहेट्ठिमाणं भंते ! पुच्छा? गोयमा ! जहण्णेणं पणुवीसाए, उक्कोसेणं છવ્વીસા ! ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું મધ્યમ-અધસ્તન રૈવેયકના દેવોને કેટલા કાળે આહારાભિલાષા ઉત્પન્ન થાય છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય પચ્ચીસ હજાર વર્ષે અને ઉત્કૃષ્ટ છવ્વીસ હજાર વર્ષે આહારની અભિલાષા ઉત્પન્ન થાય છે. ५१ मज्झिममज्झिमाणं भंते ! पुच्छा ? गोयमा ! जहण्णेणं छव्वीसाए, उक्कोसेणं सत्तावीसाए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મધ્યમ-મધ્યમ ગ્રેવેયકના દેવોને કેટલા કાળે આહારાભિલાષા ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય છવ્વીસ હજાર વર્ષે અને ઉત્કૃષ્ટ સત્યાવીસ હજાર વર્ષે આહારેચ્છા ઉત્પન્ન થાય છે. ५२ मज्झिमउवरिमाणं भंते ! पुच्छा ? गोयमा ! जहण्णेणं सत्तावीसाए उक्कोसेण अट्ठावीसाए । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! મધ્યમ ઉપરિમ રૈવેયકના દેવોને કેટલા કાળે આહારાભિલાષા ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય સત્યાવીસ હજાર વર્ષે અને ઉત્કૃષ્ટ અઠ્યાવીસ હજાર વર્ષે આહારેચ્છા ઉત્પન્ન થાય છે.