________________
| અઠ્ઠાવીસમું પદઃ આહાર : ઉદ્દેશક-૧
[ રર૩]
ભાવાર્થ:- વાણવ્યંતર દેવોનું આહાર સંબંધી કથન નાગકુમારોની સમાન જાણવું જોઈએ.
આ જ રીતે જ્યોતિષ્ક દેવોનું આહાર સંબંધી કથન છે પરંતુ તે દેવોને આભોગનિર્વર્તિત આહારની અભિલાષા જઘન્ય અને ઉત્કૃષ્ટ અનેક દિવસે ઉત્પન્ન થાય છે. ३४ एवं वेमाणिया वि । णवरं आभोगणिव्वत्तिए जहण्णेणं दिवसपुहत्तस्स, उक्कोसेणं तेत्तीसाए वाससहस्साणं आहारटे समुप्पज्जइ । सेसं जहा असुरकुमाराणं जाव ते तेसिं भुज्जो-भुज्जो परिणमति । ભાવાર્થ :- આ જ રીતે વૈમાનિક દેવોની પણ આહાર સંબંધી વક્તવ્યતા જાણવી જોઈએ. વિશેષતા એ છે કે તેઓને આભોગનિવર્તિત આહારની અભિલાષા જઘન્ય અનેક દિવસે અને ઉત્કૃષ્ટ તેત્રીશ હજાર વર્ષે ઉત્પન્ન થાય છે. શેષ “તેઓના તે યુગલોનું વારંવાર શુભ પરિણમન થાય છે” અહીં સુધીની વક્તવ્યતા અસુરકુમારોની સમાન જાણવી જોઈએ. |३५ सोहम्मे णं भंते ! आभोगणिव्वत्तिए पुच्छा ? गोयमा ! जहण्णेणं दिवसपुहत्तस्स, उक्कोसेणं दोण्हं वाससहस्साणं आहारट्टे समुप्पज्जइ । ભાવાર્થ - પ્રશ્ન– હે ભગવન્! સૌધર્મકલ્પના દેવોને આભોગનિવર્તિત આહારની અભિલાષા કેટલા કાળે થાય છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અનેક દિવસે અને ઉત્કૃષ્ટ બે હજાર વર્ષે ઉત્પન્ન થાય છે.
३६ ईसाणाणं भंते ! पच्छा? गोयमा । जहणणं दिवसपहत्तस्स साइरेगस्स. उक्कोसेणं साइरेगाणं दोण्हं वाससहस्साणं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ઈશાનકલ્પના દેવોને કેટલા કાળે આહારની અભિલાષા ઉત્પન્ન થાય છે?
ઉત્તર-હે ગૌતમ! જઘન્ય કાંઈક અધિક અનેક દિવસે અને ઉત્કૃષ્ટ સાધિક બે હજાર વર્ષે આહારની અભિલાષા ઉત્પન્ન થાય છે. ३७ सणंकुमाराणं भंते ! पुच्छा ? गोयमा ! जहण्णेणं दोण्हं वाससहस्साणं, उक्कोसेणं सत्तण्हं वाससहस्साणं । ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન! સનકુમાર કલ્પના દેવોને કેટલા કાળે આહારાભિલાષા ઉત્પન્ન થાય છે?
ઉત્તર-હે ગૌતમ! જઘન્ય બે હજાર વર્ષે અને ઉત્કૃષ્ટ સાત હજાર વર્ષે આહારેચ્છા ઉત્પન્ન થાય છે. |३८ माहिदे णं भंते ! पुच्छा ? गोयमा ! जहण्णेणं दोण्हं वाससहस्साणं साइरेगाणं, उक्कोसेणं सत्तण्हं वाससहस्साणं साइरेगाणं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! માહેન્દ્રકલ્પના દેવોને કેટલા કાળે આહારાભિલાષા ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ!જઘન્ય સાધિક બે હજાર વર્ષે અને ઉત્કૃષ્ટ સાધિક સાત હજાર વર્ષે આહારાભિલાષા થાય છે. |३९ बंभलोए णं भंते ! पुच्छा? गोयमा ! जहण्णेणं सत्तण्हं वाससहस्साणं, उक्कोसेणं दसण्हं वाससहस्साणं ।