________________
૨૨૨
શ્રી પન્નવણા સૂત્ર : ભાગ-૩
પંચેંદ્રિય તિર્યંચો અને મનુષ્યોનો આહાર (ર થી ૮ દ્વાર) :
|३० पंचेदियतिरिक्खजोणिया जहा तेइंदिया, णवरं तत्थ णं जे से आभोगणिव्वत्तिए से जहण्णेणं अंतोमुहुत्तस्स, उक्कोसेणं छट्टभत्तस्स आहारट्ठे समुप्पज्जइ ।
ભાવાર્થ :- પંચેન્દ્રિય તિર્યંચોના આહારનું કથન તેઇન્દ્રિય જીવોની સમાન જાણવું જોઈએ. વિશેષતા એ છે કે તેઓમાં જે આભોગનિર્વર્તિત આહારની અભિલાષા જઘન્ય અંતર્મુહૂર્તો અને ઉત્કૃષ્ટ છઠ્ઠ ભક્ત–બે દિવસના આંતરે ઉત્પન્ન થાય છે.
३१ पंचेंदियतिरिक्खजोणिया णं भंते । जे पोग्गले आहारत्ताए, पुच्छा ?
गोयमा ! सोइंदिय-चक्खिदिय-घाणिंदिय-जिब्भिदिय-फार्सेदियवेमायत्ताए भुज्जो - भुज्जो परिणमंति ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પંચેન્દ્રિય તિર્યંચયોનિકો જે પુદ્ગલોને આહારરૂપે ગ્રહણ કરે છે, તે પુદ્ગલોને કેવી રીતે વારંવાર પરિણત કરે છે ?
ઉત્તર– હે ગૌતમ ! આહારરૂપે ગ્રહણ કરાયેલા તે પુદ્ગલો શ્રોતેંદ્રિય, ચક્ષુઇન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, જિલ્લેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયપણે વિવિધરૂપે–ઇષ્ટાનિષ્ટપણે વારંવાર પરિણમન પામે છે.
३२ मणूसा एवं चेव, णवरं- आभोगणिव्वत्तिए जहण्णेणं अंतोमुहुत्तस्स, उक्कोसेणं अट्ठमभत्तस्स आहारट्ठे समुप्पज्जइ ।
ભાવાર્થ :- મનુષ્યોની આહાર સંબંધી વક્તવ્યતા તિર્યંચ પંચેન્દ્રિયો પ્રમાણે જાણવી. તેમાં વિશેષતા એ છે કે તેઓની આભોગનિર્વર્તિત આહારની અભિલાષા જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અટ્ટમભક્ત-ત્રણ દિવસના આંતરે ઉત્પન્ન થાય છે.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોના આહાર સંબંધી વર્ણન વિક્લેન્દ્રિયોના અતિદેશપૂર્વક છે, પરંતુ તેના આહારેચ્છાના કાલમાનમાં તફાવત છે.
તિર્યંચ પંચેન્દ્રિયને આભોગનિર્વર્તિત આહારની ઇચ્છા જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ છઠ્ઠ ભક્ત–બે દિવસના આંતરે થાય છે. આ ઉત્કૃષ્ટ કાલમાનનું કથન દેવકુરુ-ઉત્તરકુરુ ક્ષેત્રોના તિર્યંચ પંચદ્રિયોની અપેક્ષાએ સમજવું જોઈએ. મનુષ્યોને આભોગનિર્વર્તિત આહારેચ્છા જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અઠ્ઠમ ભક્ત–ત્રણ દિવસે થાય છે. અહીં પણ ઉત્કૃષ્ટ કાલમાનનું કથન દેવકુરુ ઉત્તરકુરુ ક્ષેત્રોના મનુષ્યોની અપેક્ષાએ સમજવું જોઈએ. ગ્રહણ કરેલા પુદ્ગલો મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય બંનેને પાંચ ઇન્દ્રિયો રૂપે ક્યારેક ઇષ્ટપણે, ક્યારેક અનિષ્ટપણે આમ વિવિધરૂપે વારંવાર પરિણમે છે. વ્યંતર-જ્યોતિષી-વૈમાનિક દેવોનો આહાર(૨ થી ૮ દ્વાર) :
३३ वाणमंतरा जहा णागकुमारा । एवं जोइसिया वि, णवरं - आभोगणिव्वत्ति जहण्णेणं दिवस पुहत्तस्स, उक्कोसेण वि दिवसपुहत्तस्स आहारट्ठे समुप्पज्जइ ।