________________
અઠ્ઠાવીસમું પદઃ આહાર : ઉદ્દેશક-૧
૨૨૧ ]
२९ तेइंदिया णं भंते ! जे पोग्गला, पुच्छा ? गोयमा ! घाणिदिय-जिभिदियफासिंदियवेमायत्ताए ते तेसिं भुज्जो-भुज्जो परिणमंति।
चउरिदियाणं चक्खिदिय-घाणिदिय-जिभिदिय-फासिंदियवेमायत्ताए ते तेसि भुज्जो-भुज्जो परिणमंति, सेसं जहा तेइंदियाणं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તેઈન્દ્રિયો જે પુગલોને આહારપણે ગ્રહણ કરે છે, તે પુલોનું કયા રૂપે વારંવાર પરિણમન થાય છે?
ઉત્તર- હે ગૌતમ! તે પુદ્ગલોનું ઘ્રાણેન્દ્રિય, જિહેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયપણે વિવિધ રૂપે અર્થાત્ ઇષ્ટનિષ્ટરૂપે વારંવાર પરિણમન થાય છે.
ચૌરેન્દ્રિયો દ્વારા આહાર રૂપે ગ્રહણ કરાયેલા પુદ્ગલો ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, જિહેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિયપણે વિવિધરૂપે વારંવાર પરિણમે છે. ચોરેન્દ્રિયોનું શેષ કથન તેઇન્દ્રિયોના કથન સમાન જાણવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ત્રણ વિકસેન્દ્રિય જીવોના આહાર વિષયક કથન છે.
વિકલેન્દ્રિય જીવો બે પ્રકારે આહાર ગ્રહણ કરે છે– (૧) લોમાહાર-લોમ કે રોમ(રૂંવાટા) દ્વારા ગ્રહણ થતાં આહારને લોમાહાર અથવા રોમાહાર કહે છે. (૨) પ્રક્ષેપાહાર- કવલાહાર. મુખ દ્વારા અનાજ, પ્રવાહી વગેરે કોળિયા રૂપે કે ઘૂંટડા રૂપે શરીરમાં પ્રક્ષિપ્ત કરવામાં આવે, તેમજ માલિસ કે ઇજેકશનાદિ રૂપે શરીરમાં પહોંચાડવામાં આવે; તે સર્વે ય આહાર પ્રક્ષેપાહાર કહેવાય છે. લોમાહારના પુદ્ગલો સંપૂર્ણપણે પરિણમન પામે છે પરંતુ પ્રક્ષેપાહારના પુલોમાંથી સુંધ્યા, સ્પર્ધો કે ચાખ્યા વિના જ અનેક હજાર ભાગ નાશ પામે છે અને અનેક હજારમો ભાગનું શરીરરૂપે ગ્રહણ અને પરિણમન થાય છે.
પ્રતોમાં સૂ. ૨૫માં હિં અiewામા નાદાનિ = અસંખ્યાતમાં ભાગનો આહાર કરે છે. આ પ્રકારનો પાઠ મળે છે. પરંતુ ત્યાર પછી જ ર માલહસારું માતાનના પાન અનાજમાનામાં વિસતિ | = પ્રક્ષેપાહારરૂપે ગ્રહણ કરેલા આહારમાંથી અનેક હજાર ભાગો સ્પર્ધા વિના કે સ્વાદ લીધા વિના નાશ પામે છે; આ પ્રકારનો પાઠ પ્રાપ્ત થાય છે. આ રીતે એક જ સૂત્રમાં પૂર્વાપર વિરોધ પ્રતીત થાય છે, કારણ કે સંખ્યાત હજારો ભાગ નાશ પામે તો સંખ્યાત હજારમો ભાગ જ પરિણમન પામે, અસંખ્યાતમો ભાગ નહીં તે સિદ્ધ થઈ જાય છે, તેથી સૂત્ર પાઠમાં લિપિદોષ વગેરે કોઈ પણ કારણથી સંખ્યાતના બદલે અસંખ્યાત થઈ ગયું હોય તેવી સંભાવના છે. તેથી જ પ્રસ્તુત સંસ્કરણના મૂળ પાઠમાં અસંખ્યાતમા ભાગના સ્થાને સંખ્યામાં ભાગને સ્વીકારીને [] કોષ્ટકમાં રાખ્યો છે. આહાર્ય પગલોનું અ૫હત્વ - તે ઇન્દ્રિય જીવોમાં પ્રક્ષેપાહારરૂપે ગ્રહણ કરાતા પુદ્ગલોમાં (૧) સર્વથી થોડા અનાદ્યાયમાન–સુંધ્યા વિનાના પુગલો છે, કારણ કે એક-એક સ્પર્શ યોગ્ય પુદ્ગલોમાં અનંતમો ભાગ આસ્વાદ યોગ્ય છે અને તેનો પણ અનંતમો ભાગ સુંઘવા યોગ્ય હોય છે, તેથી સૌથી થોડા સંધ્યા વિનાના છે, (૨) તેનાથી સ્વાદ લીધા વિનાના પગલો અનંતણા છે અને (૩) તેનાથી પણ અસ્પૃશ્યમાન પુદ્ગલો અનંતગુણા હોય છે. શેષ સર્વ કથન પૃથ્વીકાયિકોની સમાન છે.