________________
[ ર૨૦ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૩
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! બેઇન્દ્રિયો જે પુદ્ગલોને આહારપણે ગ્રહણ કરે છે, શું તે બધાનો આહાર કરે છે કે તે બધાનો આહાર કરતા નથી?
ઉત્તર– હે ગૌતમ! બેઈન્દ્રિય જીવોનો આહાર બે પ્રકારનો છે, જેમ કે– લોમાહાર અને પ્રક્ષેપાહાર. તેમાં જે પુદ્ગલોને લોમાહારપણે ગ્રહણ કરે છે, તે બધાનો સમગ્રપણે આહાર કરે છે અને જે પુગલોને પ્રક્ષેપાહારપણે ગ્રહણ કરે છે, તેમાંથી સંખ્યાતમા ભાગનો આહાર કરે છે અને અનેક હજાર(સંખ્યાતા) ભાગો સ્પર્યા વિના કે સ્વાદ લીધા વિના નાશ પામે છે. २६ एएसि णं भंते ! पोग्गलाणं अणासाइज्जमाणाणं अफासाइज्जमाणाण य कयरे कयरेहितो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा? गोयमा ! सव्वत्थोवा पोग्गला अणासाइज्जमाणा, अफासाइज्जमाणा अणंतगुणा। ભાવાર્થ :- પ્રગ્ન- હે ભગવન્! પૂર્વોક્ત પ્રક્ષેપાહારના પુદ્ગલોમાંથી સ્વાદ લીધા વિના અને સ્પર્શ કર્યા વિનાના પુગલોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ! સર્વથી થોડા સ્વાદ લીધા વિનાના પુદ્ગલો છે, તેનાથી અનંતગુણા પુદ્ગલો સ્પર્શ કર્યા વિનાના છે. २७ बेइंदिया णं भंते ! जे पोग्गले आहारत्ताए, पुच्छा? गोयमा ! जिभिदियफासिंदियवेमायत्ताए ते तेसिं भुज्जो भुज्जो परिणमंति ।
एवं जाव चरिंदिया । णवरं गाइं च णं भागसहस्साई अणाघाइज्जमाणाई अणासाइज्जमाणाई अफासाइज्जमाणाई विद्धसमागच्छति । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! બેઇન્દ્રિયો જે પુગલોને આહારરૂપે ગ્રહણ કરે છે, તે પુગલો કયા કયા રૂપે વારંવાર પરિણત થાય છે? ઇત્યાદિ પૂર્વવતુ પ્રશ્ન. ઉત્તર- હે ગૌતમ! તે પુદગલો જિહેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય રૂપે વિવિધપણે વારંવાર પરિણત થાય છે.
આ રીતે યાવત ચૌરેન્દ્રિય સુધી કહેવું જોઈએ, વિશેષતા એ છે કે તેઓ દ્વારા પ્રક્ષેપાહારરૂપે ગ્રહણ કરાયેલા પુગલોના અનેક સહસ્રભાગ સુંધ્યા વિનાના, અનાસ્વાધમાન-સ્વાદ લીધા વિના તથા સ્પર્ધા વિના જ નાશ પામે છે.
२८ एएसिणं भंते ! पोग्गलाणं अणाघाइज्जमाणाणं अणासाइज्जमाणाणं अफासाइज्जमाणाण य कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ?
__गोयमा ! सव्वत्थोवा पोग्गला अणाघाइज्जमाणा, अणासाइज्जमाणा अणंतगुणा, अफासाइज्जमाणा अणतगुणा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સુંધ્યા વિનાના, સ્વાદ લીધા વિનાના અને સ્પર્ધો વિનાના આ પગલોમાંથી કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ! સર્વથી થોડા સુંધ્યા વગરના પુદ્ગલો છે, તેનાથી સ્વાદ લીધા વિનાના પુદ્ગલો અનંતગુણા છે, તેનાથી સ્પર્ધો વિનાના પુલો અનંતગુણા છે.