________________
'અહાવીસમ પદ: આહાર: ઉદ્દેશક-૧
૨૧૯ ]
પુણ્યનો ઉદય હોતો નથી, તેથી તે જીવોના આહારનું પરિણમન ક્યારેક ઇષ્ટ, કાંત, પ્રિય આદિ રૂપે કે શુભ રૂપે થાય અને ક્યારેક અનિષ્ટ, અકાંત, અપ્રિય આદિ રૂપે કે અશુભ રૂપે થાય છે. જેમકે રત્નરૂપ પૃથ્વીએ ગ્રહણ કરેલા પુદ્ગલો શુભ રૂપે અને માટી રૂપ પૃથ્વીએ ગ્રહણ કરેલા પુદ્ગલો રત્નથી કાંઈક અશુભ રૂપે પરિણમન થાય છે.
એકેન્દ્રિયોનો આહાર તેના શરીરની એક સ્પર્શેન્દ્રિય રૂપે જ પરિણમન પામે છે. શેષ સર્વ કથન નૈરયિકોની સમાન છે. વિકલેન્દ્રિયોનો આહાર (૨ થી ૮ દ્વાર):
२२ बेइंदिया णं भंते ! आहारट्ठी ? हंता गोयमा ! आहारट्ठी । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું બેઇન્દ્રિયો આહારર્થી હોય છે? ઉત્તર- હા, ગૌતમ! તેઓ આહારાર્થી હોય છે. | २३ बेइंदियाणं भंते! केवइकालस्स आहारट्टे समुप्पज्जइ ? गोयमा! जहा णेरइयाणं, णवरं- तत्थ णं जे से आभोगणिव्वत्तिए से णं असंखेज्जसमइए अंतोमुहुत्तिए वेमायाए आहारट्टे समुप्पज्जइ । सेसं जहा पुढविक्काइयाणं जाव आहच्च णीससंति, णवरं णियमा छद्दिसिं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! બેઇન્દ્રિય જીવોને કેટલા કાળે આહારની અભિલાષા ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! તેનું કથન નૈરયિકોની સમાન જાણવું જોઈએ. વિશેષતા એ છે કે તેમાં આભોગ નિવર્તિત આહારની અભિલાષા અસંખ્યાત સમયના અંતર્મુહૂર્ત પછી વિવિધરૂપે ઉત્પન્ન થાય છે. શેષ સર્વ "કદાચિત્ નિઃશ્વાસ મૂકે છે ત્યાં સુધીનું કથન પૃથ્વીકાયિકોની સમાન કરવું જોઈએ. વિશેષતા એ છે કે તેઓ નિયમાં છએ દિશાઓમાંથી આહાર ગ્રહણ કરે છે. २४ बेइंदिया णं भंते ! जे पोग्गले आहारत्ताए गेण्हति ते णं तेसिं पोग्गलाणं सेयालसि कइभागं आहारैति कइभागं आसाएंति ? एवं जहा णेरइयाणं ।। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! બેઇન્દ્રિયો જે પુદ્ગલોને આહારરૂપે ગ્રહણ કરે, તે પુદ્ગલોમાંથી ભવિષ્યમાં કેટલા ભાગનો આહાર કરે છે અને કેટલા ભાગનો આસ્વાદ કરે છે?
ઉત્તર– હે ગૌતમ! નરયિકોની સમાન કહેવું જોઈએ. २५ बेइंदिया णं भंते ! जे पोग्गले आहारत्ताए गेहंति ते किं सव्वे आहारेंति, णो सव्वे आहारेंति ? ____ गोयमा ! बेइंदियाणं दुविहे आहारे पण्णत्ते, तं जहा- लोमाहारे य पक्खेवाहारे य । जे पोग्गले लोमाहारत्ताए गेहंति ते सव्वे अपरिसेसे आहारेंति, जे पोग्गले पक्खेवाहारत्ताए गेहंति तेसिं [अ]संखेज्जइभागमाहारैति णेगाइं च णं भागसहस्साई अफासाइज्जमाणाणं अणासाइज्जमाणाणं विद्धंसमागच्छति ।