________________
શ્રી પન્નવણા સૂત્ર : ભાગ-૩
અને સ્પર્શથી– કર્કશ, મૃદુ, ભારે, હળવો, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ, આ આઠ સ્પર્શવાળા આહાર દ્રવ્યોને ગ્રહણ કરે છે તથા તે આહારરૂપે ગ્રહણ કરેલા પુદ્ગલોના જૂના વર્ણાદિ ગુણ નષ્ટ થઈ જાય છે. ઈત્યાદિ શેષ કથન નારકીના કથન સમાન યાવત્ કદાચિત્ ઉચ્છ્વાસ અને નિઃશ્વાસ લે-મૂકે છે.
૨૧૮
१९ पुढविक्काइयाणं भंते ! जे पोग्गले आहारत्ताए गेण्हंति तेसि णं भंते ! पोग्गलाणं सेयकालंसि कइभागं आहारेंति, कइभागं आसाएंति ।
गोयमा ! असंखेज्जइभागं आहारेंति, अनंतभागं आसाएंति । ભાવાર્થ:- પ્રશ્ન— હે ભગવન્! પૃથ્વીકાયિક જીવ જે પુદ્ગલોને આહારરૂપે ગ્રહણ કરે છે, તે પુદ્ગલોમાંથી ભવિષ્યકાળમાં કેટલા ભાગનો આહાર કરે છે અને કેટલા ભાગનું આસ્વાદન કરે છે ?
ઉત્તર– હે ગૌતમ ! આહાર રૂપે ગ્રહણ કરાયેલા પુદ્ગલોના અસંખ્યાતમા ભાગનો આહાર કરે છે અને અનંતમા ભાગનો આસ્વાદ કરે છે.
२० पुढविक्काइया णं भंते ! जे पुग्गले आहारत्ताए गिण्हंति ते किं सव्वे आहारेंति, ण सव्वे आहात ? गोयमा ! जहेव णेरइया तहेव ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! પૃથ્વીકાયિક જીવ જે પુદ્ગલોને આહારરૂપે ગ્રહણ કરે છે, શું તે બધાનો આહાર કરે છે કે તે બધાનો આહાર કરતા નથી ?
ઉત્તર– હે ગૌતમ ! જે રીતે નૈરયિકોની વક્તવ્યતા કહી છે, તે જ રીતે પૃથ્વીકાયિક જીવોના વિષયમાં કહેવું જોઈએ.
२१ पुढविक्काइया णं भंते! जे पोग्गले आहारत्ताए गेण्हंति ते णं तेसिं पोग्गला कीसत्ताए भुज्जो - भुज्जो परिणमंति ? गोयमा ! फार्सेदियवेमायत्ताए भुज्जो - भुज्जो परिणमति । एवं जाव वणस्सइकाइयाणं ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! પૃથ્વીકાયિક જીવો જે પુદ્ગલોને આહારરૂપે ગ્રહણ કરે છે, તે પુદ્ગલો કઈ રીતે વારંવાર પરિણત થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! તે પુદ્ગલો સ્પર્શેન્દ્રિયની વિષમ માત્રા રૂપે અર્થાત્ ઇષ્ટ અને અનિષ્ટ રૂપે વારંવાર પરિણત થાય છે.
આ જ રીતે અપ્લાયિકોથી યાવત્ વનસ્પતિકાયિક સુધીના જીવોની વક્તવ્યતા સમજી લેવી જોઈએ. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં પાંચ સ્થાવર જીવોના આહાર સંબંધી વર્ણન છે. તે પ્રાયઃ નૈરયિકોની સમાન છે. પાંચ સ્થાવર જીવો સમગ્ર લોકમાં વ્યાપ્ત છે, તેથી લોકના નિષ્કૃટ-ખૂણામાં રહેલા સ્થાવર જીવોની એક, બે કે ત્રણ દિશામાં અલોક સંભવે છે.
લોકની મધ્યમાં રહેલા જીવો છએ દિશામાંથી આવેલા પુદ્ગલોને ગ્રહણ કરે છે પરંતુ જે જીવોને અલોકનો વ્યાઘાત હોય, તે જીવો ત્રણ, ચાર કે પાંચ દિશામાંથી આવેલા પુદ્ગલોને ગ્રહણ કરે છે. એકેન્દ્રિયોનું આહાર પરિણમન– તે જીવોને નૈરયિકોની જેમ તીવ્ર પાપનો ઉદય કે દેવોની જેમ પ્રબળ