________________
અઠ્ઠાવીસમું પદઃ આહાર : ઉદ્દેશક-૧
૨૧૭ ]
વર્ષની સ્થિતિવાળા ભવનપતિ દેવોને એક દિવસના અંતરે અને સાધિક એક સાગરોપમની સ્થિતિવાળા દેવોને સાધિક એક હજાર વર્ષે આહારની ઇચ્છા ઉત્પન્ન થાય છે.
નવનિકાયના દેવોની સ્થિતિ જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ દેશોન બે પલ્યોમની છે તેથી તેમાંથી ૧૦,૦૦૦ વર્ષની સ્થિતિવાળા દેવોને એક દિવસના અંતરે અને ઉત્કૃષ્ટ દેશોન બે પલ્યોપમની સ્થિતિવાળા દેવોને અનેક દિવસે આહારની ઇચ્છા ઉત્પન્ન થાય છે.
દેવોને પણ અનાભોગ આહાર નિરંતર ચાલુ જ હોય છે. દેવોના આહાર ગ્રહણ, પરિણમન આદિ સર્વ કથન નૈરયિકોની સમાન છે. દેવોના પુણ્યોદયે તેણે ગ્રહણ કરેલા પુદ્ગલોનું શુભરૂપે અને સુખરૂપે પરિણમન થાય છે. એકેન્દ્રિયોનો આહાર (૨-૮દ્વાર):१६ पुढविकाइया णं भंते ! आहारट्ठी ? हंता ! आहारट्ठी । ભાવાર્થ – પ્રશ્ન – હે ભગવન્! શું પૃથ્વીકાયિક જીવો આહારર્થી હોય છે? ઉત્તર-હા ગૌતમ! તેઓ આહારાર્થી હોય છે. १७ पुढविक्काइया णं भंते ! केवइकालस्स आहारट्टे समुप्पज्जइ ? गोयमा ! अणुसमयं अविरहिए आहारट्टे समुप्पज्जइ । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક જીવોને કેટલા કાલે આહારની ઇચ્છા ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! તેઓને પ્રતિસમય, વિરહ વિના નિરંતર આહારની અભિલાષા ઉત્પન્ન થાય છે. १८ पुढविक्काइया णं भंते ! किमाहारमाहारेंति ? एवं जहा रइयाणं जाव ताई भंते ! कइ दिसिं आहारेंति ?
गोयमा ! णिव्वाघाएणं छद्दिसिं, वाघायं पडुच्च सिय तिदिसिं सिय चउदिसिं सिय पंचदिसिं, णवरं ओसण्णकारणं ण भवइ, वण्णओ काल-णील-लोहिय-हालिद्दसुक्किलाई, गंधओ सुब्भिगंध-दुब्भिगंधाई, रसओ तित्त-कडुय-कसाय-अंबिल-महुराई, फासओ कक्खङ-मउय-गुरुय-लहुय-सीय-उसिण-णिद्ध-लुक्खाई,तेसिं पोराणे वण्णगुणे, सेसं जहा णेरइयाणं जाव आहच्च णीससंति । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક જીવો કેવા પ્રકારનો આહાર ગ્રહણ કરે છે? ઉત્તર- હે ગૌતમ ! આ વિષયનું કથન નૈરયિકોના કથનની સમાન જાણવું જોઈએ; યાવતું પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક જીવો કેટલી દિશામાંથી આહારના પગલો ગ્રહણ કરે છે?
ઉત્તર– હે ગૌતમ! વ્યાઘાત ન હોય તો નિયમ છએ દિશાઓમાંથી આહાર કરે છે અને અલોકનો વ્યાઘાત હોય તો કદાચિત્ ત્રણ દિશા, કદાચિત્ ચાર દિશા અને કદાચિત્ પાંચ દિશાઓમાંથી આવેલા, આહારના પુદ્ગલો ગ્રહણ કરે છે. વિશેષતા એ છે કે પૃથ્વીકાયિકોના સંબંધમાં બાહુલ્ય-પ્રાયઃ કારણ હોતું નથી.પૃથ્વીકાયિક જીવ વર્ણથી- કૃષ્ણ, નીલ, લાલ, પીળો અને શ્વેત, આ પાંચ વર્ણવાળા; ગંધથી- સુગંધી અને દુર્ગધી, આ બે ગંધવાળા; રસથી- તીખો, કડવો, કષાયેલો, ખાટો અને મધુર, આ પાંચ રસ યુક્ત