________________
શ્રી પન્નવણા સૂત્ર : ભાગ-૩
एवं जहा णेरइयाणं तहा असुरकुमाराण वि भाणियव्वं जाव ते तेसिं भुज्जो भुज्जो परिणमति । तत्थ णं जे से आभोगणिव्वत्तिए से णं जहण्णेणं चउत्थभत्तस्स उक्कोसेणं साइरेगस्स वाससहस्सस्स आहारट्टे समुप्पज्जइ । ओसण्णकारणं पडुच्चवण्णओ हालिद्द-सुक्किलाई, गंधओ सुब्भिगंधाई, रसओ अंबिल-महुराई, फासओ मउय-लहुय-णिद्धुण्हाइं, तेसिं पोराणे वण्णगुणे जाव फासिंदियत्ताए जाव मणामत्ताए इच्छियत्ताए अभिज्झियत्ताए उढत्ताए णो अहत्ताए सुहत्ताए णो दुहत्ताए ते तेसिं भुज्जो - भुज्जो परिणमति । सेसं जहा णेरइयाणं ।
૧૬
एवं जाव थणियकुमाराणं । णवरं- आभोगणिव्वत्तिए उक्कोसेणं दिवस पुहत्तस्स आहारट्ठे समुप्पज्जइ ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શું અસુરકુમાર દેવો આહારાર્થી હોય છે ? ઉત્તર- હા ગૌતમ ! તે આહારાર્થી હોય છે.
જેવી રીતે નૈરયિકોની વક્તવ્યતા કહી, તેવી જ રીતે અસુરકુમારોના વિષયમાં યાવત્ તેઓનાં પુદ્ગલોનું વારંવાર પરિણમન થાય છે, ત્યાં સુધી કહેવું જોઈએ. તેઓમાં જે આભોગનિર્વર્તિત આહાર છે, તે આહારની અભિલાષા જઘન્ય ચતુર્થભક્ત–એક દિવસના અંતરે અને ઉત્કૃષ્ટ સાધિક એક હજાર વર્ષે
ઉત્પન્ન થાય છે.
પ્રાયઃ તેઓ વર્ણથી—પીળા અને શ્વેત વર્ણના, ગંધથી—સુગંધી, રસથી—અમ્લ અને મધુર તથા સ્પર્શથી— મૃદુ, લઘુ, સ્નિગ્ધ અને ઉષ્ણ પુદ્ગલોને આહારરૂપે ગ્રહણ કરે છે. આહારરૂપે ગ્રહણ કરાતા તે પુદ્ગલોના જૂના વર્ણ-ગંધ-રસ-સ્પર્શ-ગુણને વિનષ્ટ કરી, પરિવર્તિત કરીને, નવા વર્ણ-ગંધ-રસ-સ્પર્શ ગુણને ઉત્પન્ન કરીને પોતાના શરીરક્ષેત્રમાં અવગાઢ પુદ્ગલોને સર્વાત્મ પ્રદેશોથી આહારરૂપે ગ્રહણ કરે છે. આહારરૂપે ગ્રહિત તે પુદ્ગલો શ્રોતેન્દ્રિયાદિ પાંચ ઇન્દ્રિયોરૂપે તથા ઇષ્ટ, કાંત, પ્રિય, શુભ, મનોજ્ઞ, મનોહર, ઇચ્છિત, અભિલષિતરૂપે પરિણત થાય છે. તે પુદ્ગલો ભારેપણે નહીં, પરંતુ લઘુ–હળવાપણે, દુઃખરૂપે નહીં પરંતુ સુખરૂપે પરિણત થાય છે, આ રીતે અસુરકુમાર દ્વારા ગ્રહીત પુદ્ગલો તેના માટે વારંવાર પરિણત થાય છે. શેષ કથન નૈરિયકોના કથનની સમાન જાણવું જોઈએ.
આ જ રીતે સ્તનિતકુમાર દેવો સુધીનું કથન અસુરકુમારોની સમાન જાણવું જોઈએ. વિશેષતા એ છે કે તેઓને આભોગ નિર્વર્તિત આહારની અભિલાષા ઉત્કૃષ્ટ અનેક દિવસો પછી થાય છે અને જઘન્ય એક દિવસના આંતરે અસુરકુમારવત્ સમજવી.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં દશ પ્રકારના ભવનપતિ દેવોના આહાર સંબંધી કથન બીજાથી આઠમા દ્વારના માધ્યમે નૈરયિકોના અતિદેશપૂર્વક છે.
દેવોના આભોગનિર્વર્તિત આહારની ઇચ્છાનું કાલમાન તેની સ્થિતિ અનુસાર નિશ્ચિત થાય છે. દેવોમાં જેટલા સાગરોપમની સ્થિતિ હોય તેટલા હજાર વર્ષે તેને આહારની ઇચ્છા થાય છે. ભવનપતિ દેવોની સ્થિતિ જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ સાધિક એક સાગરોપમની છે. તેમાંથી ૧૦,૦૦૦