________________
| અઠ્ઠાવીસમું પદઃ આહાર : ઉદ્દેશક-૧
૨૧૫ ]
આહાર પણ કરી શકે છે, તેમના શુભ કર્મોદયે તે પુલોનું પરિણમન શુભરૂપે પણ થઈ શકે છે. ધ સબ્બો રાતિ- ત્રસ જીવ સ્કૂલ દષ્ટિએ મુખથી આહાર ગ્રહણ કરે છે પરંતુ વાસ્તવમાં રસ થયા પછી તે આહાર શરીરસ્થ સર્વાત્મ પ્રદેશોમાં પહોંચે છે તેથી સળગો સદાતિ કથન છે. તથાપ્રકારના સ્વભાવથી જ (૧) સર્વાત્મપ્રદેશોથી આહાર ગ્રહણ કરે છે. (૨) સર્વાત્મપ્રદેશોથી પરિણમન કરે છે. (૩–૪) સર્વાત્મપ્રદેશોથી તેની ઉચ્છવાસ-નિઃશ્વાસની ક્રિયા થાય છે. આ ચારે ક્રિયા સહજ રીતે અનાભોગ પણે જન્મથી-મૃત્યુ પર્યત સતત થયા જ કરે છે.
જીવ જ્યારે પર્યાપ્તાવસ્થાને પ્રાપ્ત કરે, ત્યાર પછી પોતાની ઈચ્છા અનુસાર (૫) વારંવાર આહાર ગ્રહણ કરે (૬) વારંવાર પરિણમન કરે (૭–૮) વારંવાર શ્વાસ લે છે અને મૂકે છે અને ક્યારેક (૯) કદાચિત્ ગ્રહણ કરે (૧૦) કદાચિત્ પરિણમન કરે(૧૧–૧૨) કદાચિત્ શ્વાસ લે છે અને મૂકે છે.
ઉપરોક્ત બાર બોલમાંથી પ્રથમ ચાર બોલ અનાભોગ આહારની અપેક્ષાએ છે અને શેષ આઠ બોલ આભોગ આહારની અપેક્ષાએ છે. તેમાં પાંચથી આઠ, આ ચાર બોલ પર્યાપ્ત જીવોની અપેક્ષાએ છે અને અંતિમ ચાર બોલ અપર્યાપ્ત જીવોની અપેક્ષાએ છે. ૬ વફા – નૈરયિકો, લોમાહારરૂપે ગ્રહણ કરેલા પુદ્ગલોમાંથી અસંખ્યાતમા ભાગના પુગલોને જ આત્યંતર આહારરૂપે ગ્રહણ કરે છે અને અનંતમા ભાગના પુદ્ગલોનું જ આસ્વાદન કરે છે. જે રીતે ગાય આદિ એક સાથે ઘણું ઘાસ મોઢામાં લે અને તે પેટમાં જાય છે, પરંતુ તેમાંથી કેટલુંક ઘાસ પડી જાય, ગ્રહણ કરેલા ઘાસમાંથી કેટલોક ભાગ જ આહાર રૂપે અંદર જાય અને તેમાંથી પણ અત્યંત અલ્પ પુદ્ગલોનું જ શરીરરૂપે પરિણમન થાય છે. તે રીતે અહીં પણ અસંખ્યાતમા ભાગનો આહાર અને અનંતમાં ભાગનું આસ્વાદન સમજવું. રસનેન્દ્રિય સ્વયં અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણવાળી છે, તેથી ઘણા પુદ્ગલો આસ્વાદિત થયા વિના જ શરીરમાં જાય છે. તે જ કારણે અનંતમા ભાગના આસ્વાદનનું કથન છે. જે પુદ્ગલોનું આસ્વાદન થતું નથી, તે પુદ્ગલો આસ્વાદન વિના જ શરીર રૂપે પરિણત થઈ જાય છે. ૭ સબ્સ- છઠ્ઠા દ્વારમાં નિરૂપિત જે પગલોનું આહાર રૂપે ગ્રહણ થાય, તે સર્વ પુદ્ગલોનું પરિણમન શરીર રૂપે થાય છે.
નૈરયિકોને લોમાહાર જ હોય છે. લોમાહાર દ્વારા ગ્રહિત આત્યંતર આહારનું અપરિશેષ – સંપૂર્ણરૂપે પરિણમન થાય છે. તેમાં કોઈ પણ પુગલો ખળરૂપે પરિણત થઈને નાશ પામતા નથી.
સૂત્રકારે છટ્ટા દ્વારમાં સામાન્ય રૂપે આહારના પુલોનું કથન કર્યું છે, તેથી ત્યાં ગ્રહણ કરેલા પગલોમાંથી અસંખ્યાતમો ભાગ આહાર રૂપે ગ્રહણ થાય છે, તેમ કહ્યું છે અને સાતમા દ્વારમાં વિશેષ અપેક્ષાએ અર્થાત્ આહારના રસભાગની અપેક્ષાએ કથન છે, તેથી સર્વતઃ પરિણમનનું કથન છે. લોમાહારમાં ગ્રહણ કરેલા આહારના સર્વ પુલો શરીર રૂપે પરિણમન પામે છે. નારકી અને દેવોમાં લોમાહાર હોવાથી સર્વ–અપરિશેષ આહારનું જ કથન છે, તેઓને પ્રક્ષેપાહાર નથી. ૮ પરિણામે- નૈરયિકોએ ગ્રહણ કરેલો આહાર તેના શરીરની પાંચ ઇન્દ્રિય રૂપે પરિણત થાય છે પરંતુ અશુભ કર્મોદયે તે અનિષ્ટ, અકાંત, અપ્રિય, અશુભ,અમનોજ્ઞ, અમનોહર, અનીચ્છનીય અને અનભિલષિત રૂપે પરિણત થાય છે. શુભ પુલ હોય તોપણ અશુભ રૂપે(દુઃખ રૂપે) પરિણત થાય છે. ભવનપતિ દેવોનો આહાર (ર થી ૮ દ્વાર):|१५ असुरकुमारा णं भंते ! आहारट्ठी ? गोयमा ! हंता आहारट्ठी ।