________________
| અઠ્ઠાવીસમું પદઃ આહાર : ઉદ્દેશક-૧
[ ૨૧૧ ]
ઉત્તર– હે ગૌતમ ! નૈરયિકોનો આહાર બે પ્રકારનો છે– (૧) આભોગ નિવર્તિત-ઇચ્છાપૂર્વક ગ્રહણ કરેલો આહાર અને (૨) અણાભોગનિર્વર્તિત- ઇચ્છા વિના નિરંતર રોમરાય દ્વારા ગ્રહણ થતો આહાર. તેમાં જે અણાભોગ નિવર્તિત આહાર છે, તે આહારનું ગ્રહણ પ્રતિસમય નિરંતર થતું રહે છે, પરંતુ જે આભોગનિવર્તિત આહાર છે, તે આહારની અભિલાષા અસંખ્યાતા સમયના અંતર્મુહૂર્ત થાય છે. |५णेरइया णं भंते ! किमाहारमाहारेंति ?
गोयमा ! दव्वओ अणंतपएसियाई, खेत्तओ असंखेज्जपएसोगाढाई, कालओ अण्णयरट्ठिईयाई, भावओ वण्णमंताई गंधमंताई रसमंताई फासमंताई । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકો કેવા પુગલોને આહારરૂપે ગ્રહણ કરે છે?
ઉત્તર- હે ગૌતમ ! તે દ્રવ્યથી અનંતપ્રદેશીસ્કંધ, ક્ષેત્રથી અસંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલો, કાળથી કોઈપણ સ્થિતિના પુદ્ગલો અને ભાવથીવર્ણયુક્ત, ગંધયુક્ત, રસયુક્ત અને સ્પર્શયુક્ત પુદ્ગલોને આહારરૂપે ગ્રહણ કરે છે. | ६ जाई भंते ! भावओ वण्णमंताई आहारेति ताई कि एगवण्णाई आहारेति जाव किं पंचवण्णाई आहारैति ?
गोयमा ! ठाणमग्गणं पडुच्च- एगवण्णाई पि आहारैति जाव पंचवण्णाई पि आहारैति, विहाणमग्गणं पडुच्च- कालवण्णाई पि आहारेंति जाव सुक्किलाई पि आहारेति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકો ભાવથી વર્ણવાળા જે પુદ્ગલોનો આહાર કરે છે, શું તે એક વર્ણવાળા પુલોનો આહાર કરે છે વાવ શું પાંચ વર્ણવાળા પુદ્ગલોનો આહાર કરે છે?
ઉત્તર– હે ગૌતમ ! નૈરયિકો સ્થાન માર્ગણા(સમુચ્ચય)ની અપેક્ષાએ એક વર્ણવાળા પુદ્ગલોનો પણ આહાર કરે છે યાવતુ પાંચ વર્ણવાળા પુદ્ગલોનો પણ આહાર કરે છે તથા ભેદ માર્ગણાની અપેક્ષાએ કાળાવર્ણવાળા પુદ્ગલોનો પણ આહાર કરે છે યાવત્ શુક્લવર્ણવાળા પુદ્ગલોનો પણ આહાર કરે છે. |७ जाइं भंते ! वण्णओ कालवण्णाई आहारैति ताई किं एगगुणकालाई आहारैति जावदसगुणकालाई आहारैति; संखेज्जगुणकालाइ, असंखेज्जगुणकालाई, अणंतगुणकालाई आहारैति?
- गोयमा ! एगगुणकालाई पि आहारैति जाव अणंतगुणकालाई पि आहारैति। एवं जाव सुक्किलाई पि । एवं गंधओ वि रसओ वि । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકો વર્ણથી કાળા વર્ણના પુલોનો આહાર કરે છે, તો શું તે એક ગુણ કાળા પુદ્ગલોનો આહાર કરે છે યાવતું દશગુણકાળા, સંખ્યાતગુણકાળા, અસંખ્યાતગુણકાળા અને અનંત ગુણ કાળા વર્ણવાળા પુગલોનો આહાર કરે છે?
ઉત્તર- હે ગૌતમ ! નૈરયિકો એક ગુણ કાળા પુદ્ગલોનો પણ આહાર કરે છે વાવતુ અનંતગુણ કાળા પુદ્ગલોનો પણ આહાર કરે છે. આ જ રીતે લાલ વર્ણથી લઈને વાવત શુક્લવર્ણના વિષયમાં જાણવું જોઈએ. આ જ રીતે ગંધ અને રસની અપેક્ષાએ પણ પૂર્વવત્ આલાપક કહેવા જોઈએ.