________________
૨૧૦ ]
શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૩
(૧) સચિત્તાવાર દ્વાર:| २ रइया णं भंते ! किं सचित्ताहारा, अचित्ताहारा, मीसाहारा ?
गोयमा ! णो सचित्ताहारा, अचित्ताहारा, णो मीसाहारा । एवं असुरकुमारा जाव वेमाणिया । ओरालियसरीरी जावमणूसा सचित्ताहारा वि अचित्ताहारा वि मीसाहारा वि । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! શું નૈરયિકો સચિત્તાહારી હોય છે, અચિત્તાહારી હોય છે કે મિશ્રાહારી હોય છે? ઉત્તર– હે ગૌતમ! નૈરયિક સચિત્તાહારી નથી, મિશ્રાહારી પણ નથી, પરંતુ અચિત્તાહારી છે. આ રીતે અસુરકુમારોથી લઈને વૈમાનિકો સુધી જાણવું જોઈએ.
ઔદારિક શરીરી જીવો એટલે પૃથ્વીકાય યાવત મનુષ્યો સચિત્તાહારી પણ છે, અચિત્તાહારી પણ છે અને મિશ્રાહારી પણ હોય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ૨૪ દંડકના જીવોના આહારનું કથન છે.
સમસ્ત સંસારી જીવો શરીરના પોષણ માટે પોતાના શરીરને યોગ્ય પગલોને ગ્રહણ કરે છે તેને આહાર કહે છે. તેના ત્રણ પ્રકાર છે– (૧) સચિરાહાર– જીવ સંયુક્ત પુગલો સચિત્તાહાર કહેવાય છે. (૨) અચિત્તાહાર– જીવ રહિતના પુદગલો અચિત્તાહાર કહેવાય છે અને (૩) મિશ્રાહાર-જે પુદ્ગલોમાં કેટલાક સચિત્ત હોય અને કેટલાક અચિત્ત હોય, તે મિશ્રાહાર છે.
નારકી, ૧૦ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવો, આ ચૌદ દંડકના વૈક્રિય શરીરી જીવો અચિત્ત પુદ્ગલોને જ આહારરૂપે ગ્રહણ કરે છે, તેથી તે જીવો અચિત્તાહારી છે.
પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય, આ દશ દંડકના ઔદારિક શરીરી જીવો સચિત્ત, અચિત્ત અને મિશ્ર તે ત્રણ પ્રકારના આહાર પુદ્ગલોને ગ્રહણ કરે છે, તેથી તે જીવો સચિત્તાહારી, અચિત્તાહારી અને મિશ્રાહારી હોય છે. નૈરયિકોનો આહાર (૨ થી ૮ દ્વાર):| ૩ રડ્યા મને આહારદ્દી ? હતા જોયા ! આહારદ્દી ! ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! શું નૈરયિકો આહારાર્થી—આહારના અભિલાષી હોય છે? ઉત્તર- હા ગૌતમ! તેઓ આહારના અભિલાષી હોય છે. | ४ रइयाणं भंते ! केवइकालस्स आहारट्टे समुप्पज्जइ ?
गोयमा ! णेरइयाणं आहारे दुविहे पण्णत्ते,तं जहा-आभोगणिव्वत्तिए य अणाभोगणिव्वत्तिए य । तत्थ णं जे से अणाभोगणिव्वत्तिए से णं अणुसमयमविरहिए आहारट्टे समुप्पज्जइ । तत्थ णं जे से आभोगणिव्वत्तिए से णं असंखेज्जसमइए अंतोमुहुत्तिए आहारट्टे समुप्पज्जइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકોને કેટલા કાળે આહારની ઇચ્છા ઉત્પન્ન થાય છે?