________________
'અહાવીસમ પદઃ આહાર: ઉદ્દેશક-૧
૨૦૯
અઠ્ઠાવીસમું પદઃ આહાર
પ્રથમ ઉદ્દેશક Ppppppppppppa ઉદ્દેશક વર્ણિત વિષયો -
सचित्ताहारट्ठी केवइ, किं वा वि सव्वओ चेव । कइभागं सव्वे खलु, परिणामे चेव बोद्धव्वे ॥१॥ एगिदियसरीराई, लोमाहारो तहेव मणभक्खी ।
एएसिं तु पयाणं, विभावणा होइ कायव्वा ॥२॥ ભાવાર્થ - (ગાથા) પ્રથમ ઉદ્દેશકમાં આ અગિયાર દ્વાર છે– (૧) સચિત્તાહાર, (૨) આહારર્થી, (૩) કેટલા કાળે આહાર ગ્રહણ કરે? (૪) શેનો આહાર કરે છે? (૫) સર્વ આત્મ પ્રદેશોથી આહાર કરે છે. (૬) કેટલા ભાગનો આહાર કરે? (૭) શું સર્વ પુગલોનો આહાર કરે? (૮) આહાર પરિણમન (૯) એકેન્દ્રિયાદિના શરીરનો આહાર (૧૦) લોમાહાર (૧૧) મનોભક્ષી આહાર. આ અગિયાર દ્વારા જાણવા જોઈએ. ll૧–રા વિવેચનઃ
આ સૂત્ર (ગાથાઓ)માં પ્રસ્તુત ઉદ્દેશકના પ્રતિપાધ અગિયાર વારોના નામોનો ઉલ્લેખ છે. (૧) પહેલું કાર– નૈરયિકથી લઈને વૈમાનિક સુધીના જીવો શું સચિત્તાહારી છે, અચિત્તાહારી છે કે મિશ્રાહારી છે? (૨) બીજુ દ્વાર– નારકાદિ જીવો આહારાર્થી છે કે નહીં? (૩) ત્રીજું દ્વાર તે જીવોને કેટલા કાળે આહારની ઇચ્છા ઉત્પન્ન થાય છે? (૪) ચોથું દ્વાર કઈ વસ્તુનો આહાર કરે છે? (૫) પાંચમું દ્વાર– શું તે જીવો સર્વતઃ(સર્વ આત્મપ્રદેશોથી) આહાર કરે છે? () છઠ્ઠ દ્વાર– કેટલા ભાગનો આહાર કે આસ્વાદન કરે છે? (૭) સાતમું તાર– શું ગ્રહણ કરેલા બધા પુગલોનો આહાર કરે છે? (૮) આઠમું દ્વાર– ગ્રહણ કરેલા પુદ્ગલોને કયા કયા રૂપે વારંવાર પરિણત કરે છે? (૯) નવમું દ્વાર– શું તેઓ એકેન્દ્રિયાદિ શરીરોનો આહાર કરે છે? (૧૦) દશમું દ્વાર– નારકાદિ જીવ લોમાહારી છે કે પ્રક્ષેપાહારી(કવલાહારી)? (૧૧) અગિયારમ વાર– જીવ ઓજાહારી હોય છે કે મનોભક્ષી ? આ ઉદ્દેશકમાં ઉપરોક્ત વિષયોની ક્રમશઃ વિસ્તૃત વિચારણા છે.