________________
૨૦૮ ]
શ્રી પન્નવણા સૂa: ભાગ-૩
(૧) મોડવાળી વિગ્રહગતિમાં (૨) કેવળી સમુદ્યાતના સમયે (૩) ચૌદમાં ગુણસ્થાને અયોગી અવસ્થામાં તથા (૪) સિદ્ધ અવસ્થામાં. જે બોલમાં, જે જીવના ભેદમાં જ્યાં આ ચારમાંથી કોઈ અવસ્થા હોય, તે જીવને તે બોલમાં અનાહારકપણું ઘટિત થાય છે.
કોઈ પણ એક જીવ પોતાની કોઈ પણ અવસ્થામાં આહારક અથવા અનાહારક હોય છે. એક જીવમાં કોઈ પણ એક જ વિકલ્પ હોય છે.
અનેક જીવોની અપેક્ષાએ તેમાં વિવિધ વિકલ્પોની સંભાવના છે. એક ભંગ(અભંગક)- જે બોલમાં આહારક અનાહારક બંને પ્રકારના જીવો હંમેશાં હોય તે બોલમાં (૧) અનેક જીવો આહારક અને અનેક જીવો અનાહારક, આ એક જ ભંગ થાય છે. તેમાં અન્ય ભંગની સંભાવના ન હોવાથી સૂત્રકારે તેને અભંગ, કહ્યા છે. જેમ કે- પાંચ સ્થાવરના જીવો. ત્રણ ભંગ– જે બોલમાં પૂર્વે ઉત્પન્ન થયેલા આહારક જીવો હંમેશાં પ્રાપ્ત થતા હોય અને નવા ઉત્પન્ન થતા વિગ્રહગતિના અનાહારક જીવો અશાશ્વત હોય અર્થાત જેમાં ઉત્પત્તિનો વિરહકાલ થતો હોય તેમજ તે સમયે અન્ય અનાહારક જીવો પણ ન હોય તેમાં ત્રણ ભંગ થાય છે– (૧) ક્યારેક સર્વ જીવો આહારક. (૨) ક્યારેક અનેક જીવો આહારક અને એક જીવ અનાહારક. (૩) ક્યારેક અનેક જીવો આહારક અને અનેક જીવો અનાહારક.
પાંચ સ્થાવર જીવોને છોડીને શેષ ૧૯ દંડકના જીવોમાં ઉત્પત્તિનો વિરહકાલ હોવાથી આ ત્રણ ભંગ થાય છે. પાંચ સ્થાવારમાં આહારક-અનાહારક બંને શાશ્વત હોવાથી એક ભંગ(અભંગક) હોય છે. છ ભંગ– જે બોલમાં આહારક-અનાહારક બંને ન હોય અર્થાતુ તે બોલ જ અશાશ્વત હોય તો તેમાં છ ભંગ થાય છે. જેમ કે સમ્યગુદષ્ટિ વિકસેન્દ્રિયોમાં છ ભંગ થાય છે.
વિકસેન્દ્રિયોને અપર્યાપ્તાવસ્થામાં જ સાસ્વાદન સમકિત હોય છે. તેવા જીવો બહુ થોડા હોય અને તેની કાલ મર્યાદા પણ અલ્પ છે તેથી તે જીવો હંમેશાં પ્રાપ્ત થતા નથી, તેથી તેના આહારક અને અનાહારક બંને બોલ અશાશ્વત હોવાથી છ ભંગ થાય છે– (૧) સર્વ જીવો આહારક. (૨) સર્વ જીવો અનાહારક. (૩) એક જીવ આહારક, એક જીવ અનાહારક. (૪) એક જીવ આહારક, અનેક જીવો અનાહારક. (૫) અનેક જીવો આહારક, એક જીવ અનાહારક. (૬) અનેક જીવો આહારક, અનેક જીવો અનાહારક.
બીજા ઉદ્દેશકમાં તેર દ્વારા ૬૯ બોલમાં ઉપરોક્ત ભંગ દ્વારા જીવોની આહારક-અનાહારક અવસ્થાનું પ્રતિપાદન છે.