________________
'અહાવીસ પદ: આહાર : ઉદ્દેશક-૧
|
૨૦૭
અઠ્ઠાવીસમું પદ . . . .
પરિચય જ
k
ક થી 8
આ પદનું નામ આહાર પર છે. તેમાં બે ઉદ્દેશક છે. ઉદેશક-૧ : તેમાં અગિયાર દ્વારના માધ્યમથી ૨૪ દંડકના જીવોના આહાર વિષયક વિવિધ પ્રકારે વિચારણા છે. પ્રસ્તુતમાં આહાર યોગ્ય પુદ્ગલોની વિવિધતા અને આહાર ગ્રહણ કરવાની પદ્ધતિના આધારે આહારના અનેક પ્રકારે ભેદ કર્યા છે–
જીવ દ્વારા શરીરને ટકાવવા માટે નિરંતર, શરીર યોગ્ય પુદ્ગલોનું ગ્રહણ થાય છે, તેને અનાભોગ નિર્વતિત આહાર કહે છે. ક્યારેક જીવ ઉપયોગપૂર્વક પોતાની ઇચ્છાથી આહાર ગ્રહણ કરે છે, તેને આભોગનિવર્તિત આહાર કહે છે. તેની કાલમર્યાદા પ્રત્યેક દંડકના જીવોની ભિન્ન-ભિન્ન હોય છે.
આહાર યોગ્ય પુદ્ગલો સચેત, અચેત અને મિશ્ર, તેમ ત્રણ પ્રકારના હોય છે.
જીવ ઉત્પત્તિ સ્થાનમાં ઉત્પન્ન થઈને પ્રથમ સમયે જે પુદ્ગલો ગ્રહણ કરે, તેને ઓજાહાર કહે છે. આહાર યોગ્ય પગલો રોમરાય દ્વારા ગ્રહણ થાય છે, તેને લોમાહાર કહે છે અને જે પુગલોનો મુખમાં કે શરીરમાં પ્રક્ષેપ કરાય, તેને પ્રક્ષેપાહાર કહે છે. દેવગતિના પુણ્યવાન જીવો શુભ પુદ્ગલોને મન દ્વારા જ ગ્રહણ કરી લે છે, તેને મનોભક્ષી આહાર કહે છે.
વૈક્રિય શરીરી જીવો અચિત્તાહારી છે અને ઔદારિક શરીરી જીવો ત્રણ પ્રકારનો આહાર ગ્રહણ કરે છે. સમસ્ત સંસારી જીવોને ઓજાહાર અને લોમાહાર હોય જ છે. વિકલેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોને પ્રક્ષેપાહાર પણ હોય છે.
નારકીઓ પોતાના તીવ્ર પાપ કર્મના ઉદયે અશુભ મુગલોને ગ્રહણ કરે છે અને તેનું પરિણમન પણ અશુભપણે જ થાય છે. દેવો પુણ્યોદયે શુભ પુલોને ગ્રહણ કરે અને તેનું પરિણમન પણ શુભપણે જ થાય છે. મનુષ્ય અને તિર્યંચ ગતિના જીવો પોતાની યોગ્યતા પ્રમાણે શુભાશુભ પુદ્ગલોને ગ્રહણ કરી તેનું શુભાશુભ પરિણમન કરે છે.
જીવો આહાર યોગ્ય પગલોને પોતાના શરીર પ્રમાણે પરિણમન કરે છે. એકેન્દ્રિયોનો આહાર એક સ્પર્શેન્દ્રિયપણે પરિણત થાય છે. તે જ રીતે બેઇન્દ્રિયનો બે, તે ઇન્દ્રિયનો ત્રણ, ચૌરેન્દ્રિયનો ચાર અને પંચેન્દ્રિયોનો આહાર પાંચ ઇન્દ્રિયપણે પરિણત થાય છે.
આ રીતે આ ઉદ્દેશકમાં જીવોના આહારનું સ્વરૂપ, આહારેચ્છાનું કાલમાન, તેનું પરિણમન તેમજ આહાર ગ્રહણની પદ્ધતિનું વર્ણન છે. ઉદેશક–૨ તેમાં તેર દ્વારના માધ્યમથી જીવોની વિવિધ અવસ્થાઓની અપેક્ષાએ આહારક-અનાહારકનું નિરૂપણ છે. જીવ સતત આહાર યોગ્ય પુદ્ગલોનું ગ્રહણ કરે છે તેથી તે આહારક જ હોય છે. તેમ છતાં ચાર અવસ્થાઓમાં તે અનાહારક હોય છે–