________________
છવ્વીસમું પદઃ કર્મવેદ બંધ
| ૨૦૧]
વેદનમાં બંધાતી કર્મપ્રકૃતિઓનું નિરૂપણ છે.
ચારે અઘાતી કર્મોનો ઉદય ચૌદ ગુણસ્થાન સુધી હોય છે, તેથી સમુચ્ચય એક જીવ અથવા એક મનુષ્ય પોતાના ગુણસ્થાન અનુસાર આઠ, સાત, છે કે એક કર્મબંધક હોય તથા જો તે જીવ ચૌદમાં ગુણસ્થાને સ્થિત હોય તો અબંધક પણ હોય છે. ચૌદમા ગુણસ્થાને કર્મબંધના કારણ રૂપ કષાય અને યોગનો અભાવ હોવાથી કોઈ પણ કર્મબંધ થતો નથી. આ રીતે સમુચ્ચય એક જીવમાં અથવા એક મનુષ્યમાં ઉપરોક્ત પાંચ વિકલ્પમાંથી કોઈ પણ એક વિકલ્પ હોય છે. શેષ નારકાદિ ર૩ દંડકના એક-એક જીવમાં સાત કર્મબંધક અને આઠ કર્મબંધક, આ બે વિકલ્પમાંથી કોઈ પણ એક વિકલ્પ હોય છે. સમુચ્ચય અનેક જીવોમાં સાત, આઠ, છ, એક કર્મબંધ, આ ચાર અને અબંધક, આ પાંચ વિકલ્પો હોય શકે છે. તેમાં સાત, આઠ અને એક કર્મબંધક જીવો શાશ્વત છે, દશમું અને ચૌદમું ગુણસ્થાન અશાશ્વત હોવાથી છ કર્મબંધક અને અબંધક જીવો અશાશ્વત હોય છે. તેમાં બે વિકલ્પો અશાશ્વત હોવાથી નવ ભંગ થાય છે. અસંયોગી એક ભંગ– (૧) સર્વ જીવો સાત, આઠ કે એક કર્મબંધક હોય છે.(અર્થાતુ અનેક જીવો સાત કર્મબંધક, અનેક જીવો આઠ કર્મબંધક અને અનેક જીવો એક કર્મબંધક હોય છે.) દ્વિ સંયોગી ચાર ભંગ- (૨) અનેક જીવો સાત-આઠ-એક કર્મબંધક તથા તેની સાથે એક જીવ છ કર્મબંધક. (૩) અનેક જીવો સાત-આઠ-એક કર્મબંધક તથા તેની સાથે અનેક જીવો છ કર્મબંધક. (૪) અનેક જીવો સાત-આઠ-એક કર્મબંધક તથા તેની સાથે એક જીવ અબંધક. (૫) અનેક જીવો સાત-આઠ-એક કર્મબંધક તથા તેની સાથે અનેક જીવો અબંધક. ત્રિ સંયોગી ચાર બંગ– (૬) અનેક જીવો સાત-આઠ-એક કર્મબંધક તથા તેની સાથે એક જીવ છે કર્મબંધક અને એક જીવ અબંધક. (૭) અનેક જીવો સાત-આઠ-એક કર્મબંધક તથા તેની સાથે એક જીવ છ કર્મબંધક અને અનેક જીવો અબંધક. (૮) અનેક જીવો સાત-આઠ-એક કર્મબંધક તથા તેની સાથે અનેક જીવો છ કર્મબંધક અને એક જીવ અબંધક. (૯) અનેક જીવો સાત-આઠ-એક કર્મબંધક તથા તેની સાથે અનેક જીવો છ કર્મબંધક અને અનેક જીવો અબંધક.
મનુષ્યોને છોડીને શેષ ૨૩ દંડકના જીવોમાં સાત અથવા આઠ કર્મબંધક જીવો જ હોય છે. પાંચ સ્થાવરના અનેક જીવોમાં સાત કર્મબંધક અને આઠ કર્મબંધક જીવો શાશ્વત છે. તેમાં અન્ય ભંગ થતા ન હોવાથી તેને અભંગક કહેવાય છે. નારક, દેવતા, વિકલેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિય તે ૧૮ દંડકના અનેક જીવોમાં સાત કર્મબંધક જીવો શાશ્વત અને આઠ કર્મબંધક જીવો અશાશ્વત હોવાથી ત્રણ ભંગ થાય છે– (૧) સર્વ જીવો સાત કર્મબંધક. (૨) અનેક જીવો સાત કર્મબંધક અને એક જીવ આઠ કર્મબંધન. (૩) અનેક જીવો સાત કર્મબંધક અને અનેક જીવો આઠ કર્મબંધક.
અનેક મનુષ્યોમાં સમુચ્ચય જીવોની જેમ સાત, આઠ, છ, એક કર્મ બંધક, આ ચાર અને અબંધક તેમ પાંચ વિકલ્પ હોય છે. તે પાંચ વિકલ્પોમાંથી સાત કર્મબંધક અને(કેવળી ભગવાનની અપેક્ષાએ) એક કર્મબંધક જીવો શાશ્વત છે. આયુષ્ય કર્મબંધક મનુષ્યો હંમેશાં હોતા નથી, તેથી આઠ કર્મબંધક અને તે જ રીતે છ કર્મબંધક તથા અબંધક જીવો પણ હંમેશાં ન હોવાથી ત્રણ વિકલ્પ અશાશ્વત હોય છે.
આ રીતે પાંચ વિકલ્પમાંથી ત્રણ વિકલ્પ અશાશ્વત હોવાથી તેમાં એક-અનેક જીવોની અપેક્ષાએ