________________
૨૦૨ |
શ્રી પન્નવણા સુa: ભાગ-૩
પૂર્વવતુ ૨૭ ભંગ થાય છે. તેમાં દ્વિસંયોગી એક ભંગ +ત્રણસંયોગી છ ભંગ + ચારસંયોગી બાર ભંગ + પાંચસંયોગી આઠ ભંગ. કુલ ૧+ ૬+ ૧૨ + ૮ = ૨૭ ભંગ થાય છે.
આ જ રીતે આયુષ્ય, નામ અને ગોત્ર કર્મના વેદન સમયે થતા કર્મબંધ સંબંધી સમુચ્ચય અનેક જીવોમાં નવ-નવ ભંગ થાય છે, નારકી આદિ અઢાર દંડકના જીવોમાં ત્રણ-ત્રણ ભંગ હોય છે, મનુષ્યોમાં ૨૭ ભંગ હોય છે તેમજ પાંચ સ્થાવર જીવો અભંગક હોય છે. મોહનીય કર્મ વેદનમાં કર્મબંધ:१० मोहणिज्जं वेयमाणे जहा बंधे णाणावरणिज्ज तहा भाणियव्वं । ભાવાર્થ - જે રીતે જ્ઞાનાવરણીય કર્મના બંધ સમયે થતા કર્મબંધનું કથન કર્યું છે, તે જ રીતે મોહનીય કર્મના વેદન સમયે થતાં કર્મ સાથે બંધનું કથન કરવું જોઈએ. વિવેચન :
જે રીતે જ્ઞાનાવરણીય કર્મનો બંધ ૧૦ ગુણસ્થાન સુધી થાય છે, ત્યાં સુધીમાં જીવ આઠ, સાત અથવા છ કર્મ બાંધે છે. તે જ રીતે મોહનીયકર્મનું વદન દશમા સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાન સુધી થાય છે. ત્યાં સુધીમાં પણ જીવ આઠ, સાત અથવા છ કર્મનો બંધક હોય છે, કારણ કે સૂક્ષ્મ સંપરાય અવસ્થામાં મોહનીય કર્મનું વેદના થાય છે, પરંતુ બંધ થતો નથી. સમુચ્ચય જીવ અને મનુષ્યના એક જીવમાં આઠ, સાત કે છે કર્મબંધ, આ ત્રણ બંધસ્થાનમાંથી કોઈ પણ એક વિકલ્પ હોય છે. શેષ ૨૩ દંડકના પ્રત્યેક જીવમાં સૂક્ષ્મ સંપરાયાવસ્થા પ્રાપ્ત ન હોવાથી તે જીવ સાત કે આઠ કર્મના જ બંધક હોય છે.
સમુચ્ચય અનેક જીવો અને નારકી, દેવતા, વિકલેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિયના અનેક જીવોમાં સાત અને આઠ કર્મબંધ સંબંધી ત્રણ-ત્રણ ભંગ પૂર્વવત્ જાણવા.
પાંચ સ્થાવર જીવોમાં સાત અને આઠ કર્મબંધક જીવો હંમેશાં હોય છે, તે સિવાય કોઈ વિકલ્પ થતો નથી તેથી તે અગિક છે. અનેક મનુષ્યોમાં સાત કર્મબંધક જીવો શાશ્વત અને આઠ તથા છ કર્મબંધક જીવો અશાશ્વત હોવાથી જ્ઞાનાવરણીય કર્મની જેમ તત્સંબંધી નવ ભંગ થાય છે. એક કર્મવેદન સમયે અન્ય કર્મબંધ(એક જીવની અપેક્ષાએ) - વેદક જીવો
આઠ | સાત | છ | એક | અબંધક
કર્મબંધક | કર્મબંધક કર્મબંધક કર્મબંધક જ્ઞાનાવરણીય, | સમુચ્ચય જીવ અને મનુષ્ય
----- દર્શનાવરણીય ૨૩ દંડકના જીવ અને અંતરાય મોહનીય સમુચ્ચય જીવ અને મનુષ્ય ----
| --- ૨૩ દંડકના જીવ વેદનીય, આયુષ્ય, | સમુચ્ચય જીવ અને મનુષ્ય નામ, ગોત્ર | ૨૩ દંડકના જીવન
LX
---
X
|
X |
་ར །
| x[ x |
X
|
-----
--