________________
[ ૨૦૦ ]
શ્રી પન્નવણા સૂત્રઃ ભાગ-૩
बंधगाय;अहवा सत्तविह बंधगा यअट्ठविह बंधगा य एगविहबंधगा य, छव्विहबंधए य;अहवा सत्तविहबंधगा य अट्ठविहबंधगा य एगविहबंधगा य, छव्विहबंधगा य। एवं अबंधगेण वि समं दो भंगा भाणियव्वा । अहवा सत्तविह बंधगा य अट्ठविहबंधगा य एगविहबंधगा य छव्विहबंधए य अबंधए य चउभंगो, एवं एए णव भंगा। एगिदियाण अभंगय । ભાવાર્થ:- પ્રગ્ન- હે ભગવન્! સમુચ્ચય અનેક જીવો વેદનીય કર્મનું વેદન કરતાં કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે છે? ઉત્તર- હે ગૌતમ! (૧) કોઈ સમયે સર્વ જીવો સાત, આઠ અને એક કર્મબંધક હોય છે અર્થાત અનેક જીવો સાત કર્મબંધક, અનેક જીવો આઠ કર્મબંધક અને અનેક જીવો એક કર્મબંધક હોય છે. (૨) કોઈ સમયે અનેક જીવો સાત, આઠ તથા એક કર્મબંધક હોય અને એક જીવ છ કર્મબંધક હોય છે. (૩) કોઈ સમયે અનેક જીવો સાત, આઠ તથા એક કર્મબંધક હોય અને અનેક જીવો છ કર્મબંધક હોય છે. (૪-૫) આ જ રીતે અબંધક સાથે બે ભંગ થાય છે. (૬ થી ૯) અનેક જીવો સાત, આઠ અને એક કર્મબંધક હોય ત્યારે તેની સાથે છ કર્મબંધક અને અબંધકના એક-અનેકની અપેક્ષાએ ચાર ભંગ થાય છે. આ રીતે કુલ નવ ભંગ થાય છે. એકેન્દ્રિયોમાં અભંગ હોય છે અર્થાત્ અનેક જીવો સાત કર્મબંધક અને અનેક જીવો આઠ કર્મબંધક, એવો એક જ પ્રકાર હોય છે. તેમાં બીજો ભંગ ન હોવાથી તેને અભંગ કહેવાય છે. | ९ णारगादीणं तियभंगो जाव वेमाणियाणं । णवरं मणूसाणं पुच्छा ?
गोयमा ! सव्वे वि ताव होज्जा सत्तविहबंधगा य एगविहबंधगा य । अहवा सत्तविहबंधगा य एगविहबंधगा य छव्विहबंधए य अट्ठविहबंधए य अबंधए य, एवं एए सत्तावीसं भंगा भाणियव्वा जहा किरियासु पाणाइवायविरयस्स ।
एवं जहा वेयणिज्जं तहा आउयं णाम गोयं च भाणियव्वं । ભાવાર્થ :- નારકથી વૈમાનિકો સુધીના જીવોમાં ત્રણ-ત્રણ ભંગ થાય છે. પ્રશ્ન- હે ભગવન્! અનેક મનુષ્યો વેદનીય કર્મનું વેદન કરતા કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે છે?
ઉત્તર- હે ગૌતમ! (૧) કોઈ સમયે સર્વ મનુષ્યો સાત અને એક કર્મના બંધક હોય છે અર્થાત્ સર્વ જીવોમાં અનેક જીવો સાત કર્મબંધક હોય અને અનેક જીવો એક કર્મબંધક હોય છે. (૨) કોઈ સમયે અનેક મનુષ્યો સાત અને એક કર્મબંધક હોય અને તેની સાથે એક મનુષ્ય છ કર્મબંધક અથવા આઠ કર્મબંધક અથવા અબંધક પણ હોય, તેના એકવચન અને બહુવચનથી ત્રિસંયોગી, ચાર સંયોગી તથા પાંચ સંયોગીના કુલ મળીને સત્તાવીશ ભંગ થાય છે. જેવી રીતે પ્રાણાતિપાતથી વિરતની ક્રિયાઓના વિષયમાં પદ-રરમાં કહ્યું છે, તે જ રીતે અહીં પણ કહેવું જોઈએ.
જે રીતે વેદનીય કર્મના વેદન સમયે થતા કર્મબંધનું કથન કર્યું છે, તે જ રીતે આયુષ્ય, નામ અને ગોત્ર કર્મના વેદન સમયે થતા કર્મ બંધનું કથન કરવું જોઈએ. આ ત્રણે ય અઘાતી કર્મોનું વેદન પણ વેદનીય કર્મની જેમ ચૌદ ગુણસ્થાન સુધી હોય છે. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં ૨૪ દંડકના એક કે અનેક જીવોની અપેક્ષાએ વેદનીયાદિ ચાર અઘાતી કર્મના