________________
છવ્વીસમું' પદ : કર્મવેદ—બંધ
(૧૬) અનેક જીવો સાત કર્મબંધક, એક જીવ છ કર્મબંધક, એક જીવ એક કર્મબંધક. (૧૭) અનેક જીવો સાત કર્મબંધક, એક જીવ છ કર્મબંધક, અનેક જીવો એક કર્મબંધક. (૧૮) અનેક જીવો સાત કર્મબંધક, અનેક જીવો છ કર્મબંધક, એક જીવ એક કર્મબંધક. (૧૯) અનેક જીવો સાત કર્મબંધક, અનેક જીવો છ કર્મબંધક, અનેક જીવો એક કર્મબંધક. ચાર સંયોગી આઠ ભંગ– (૨૦) અનેક જીવો સાત કર્મબંધક, એક જીવ આઠ કર્મબંધક, એક જીવ છ કર્મબંધક, એક જીવ એક કર્મબંધક. (૨૧) અનેક જીવો સાત કર્મબંધક, એક જીવ આઠ કર્મબંધક, એક જીવ છ કર્મબંધક, અનેક જીવો એક કર્મબંધક. (૨૨) અનેક જીવો સાત કર્મબંધક, એક જીવ આઠ કર્મબંધક, અનેક જીવો છ કર્મબંધક, એક જીવ એક કર્મબંધક. (૨૩) અનેક જીવો સાત કર્મબંધક, એક જીવ આઠ કર્મબંધક, અનેક જીવો છ કર્મબંધક, અનેક જીવો એક કર્મબંધક.
૧૯૯
(૨૪) અનેક જીવો સાત કર્મબંધક, અનેક જીવો આઠ કર્મબંધક, એક જીવ છ કર્મબંધક, એક જીવ એક કર્મબંધક. (૨૫) અનેક જીવો સાત કર્મબંધક, અનેક જીવો આઠ કર્મબંધક, એક જીવ છ કર્મબંધક, અનેક જીવો એક કર્મબંધક. (૨૬) અનેક જીવો સાત કર્મબંધક, અનેક જીવો આઠ કર્મબંધક, અનેક જીવો છ કર્મબંધક, એક જીવ એક કર્મબંધક. (૨૭) અનેક જીવો સાત કર્મબંધક, અનેક જીવો આઠ કર્મબંધક, અનેક જીવો છ કર્મબંધક, અનેક જીવો એક કર્મબંધક.
આ રીતે અનેક મનુષ્યોમાં જ્ઞાનાવરણીય કર્મના વેદન સમયે અન્ય કર્મબંધ સંબંધી અસંયોગી ૧ + દ્વિસંયોગી $ + ત્રિસંયોગી ૧૨ + ચતુઃસંયોગી ૮ = કુલ ૨૭ ભંગ થાય છે. દર્શનાવરણીય અને અંતરાય કર્મનો ઉદય પણ બાર ગુણસ્થાન સુધી હોય છે, તેથી તેનું સમગ્ર કથન જ્ઞાનાવરણીય કર્મની સમાન છે.
સંક્ષેપમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મનું વેદન કરતા સમુચ્ચય અનેક જીવો સાત, આઠ, છ અથવા એક કર્મ બાંધે છે. તેના નવ ભંગ થાય છે. અનેક મનુષ્યો પણ સાત, આઠ, છ અથવા એક કર્મ બાંધે છે, તેના ૨૭ ભંગ થાય છે. શેષ ૨૩ દંડકના જીવો સાત અથવા આઠ કર્મ બાંધે છે, તેમાં પાંચ સ્થાવર જીવો અભંગક અને શેષ નારકી આદિ અઢાર દંડકના જીવોમાં ત્રણ-ત્રણ ભંગ થાય છે.
વેદનીય કર્મવેદન સાથે કર્મ બંધઃ
७ | जीवे णं भंते ! वेयणिज्जं कम्मं वेदेमाणे कइ कम्मपगडीओ बंधइ ?
गोयमा ! सत्तविहबंधए वा अट्ठविहबंधए वा छव्विहबंधए वा एगविहबंधए वा अबंधए वा । एवं मणूसे वि । अवसेसा णारगादीया सत्तविहबंधगा य अट्ठविहबंधगा य । एवं जाव वेमाणिए ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! એક જીવ વેદનીય કર્મનું વેદન કરતાં કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે છે ? ઉત્તર– હે ગૌતમ ! તે સાત, આઠ, છ કે એક કર્મનો બંધક હોય છે અથવા અબંધક પણ હોય છે. આ જ રીતે એક મનુષ્યના વિષયમાં પણ જાણવું જોઈએ. શેષ નૈરયિકથી વૈમાનિક દેવો સુધીના ૨૩ દંડકોના પ્રત્યેક જીવ સાત અથવા આઠ કર્મના બંધક હોય છે.
८ जीवाणं भंते ! वेयणिज्जं कम्मं वेएमाणा कइ कम्मपगडीओ बंधंति ?
गोयमा ! सव्वे वि ताव होज्जा सत्तविहबंधगा य अट्ठविहबंधगा य एगविह