________________
શ્રી પજ્ઞવણા સૂત્ર : ભાગ-૩
આ રીતે સમુચ્ચય અનેક જીવોમાં જ્ઞાનાવરણીયકર્મના વેદન સમયે હિસંયોગી એક ભંગ, ત્રિસંયોગી ચાર ભંગ, ચારસંયોગી ચાર ભંગ, કુલ નવ ભંગ થાય છે.
૧૯૮
૨૪ દંડકમાં :– મનુષ્યને છોડીને શેષ ૨૩ દંડકના જીવોમાં સાત અથવા આઠ કર્મબંધ રૂપ બે બંધસ્થાન જ હોય છે.
અનેક પાંચ સ્થાવર જીવોમાં— સાત અને આઠ કર્મબંધક જીવો હંમેશાં હોય છે, તેથી તેમાં અનેક જીવો આઠ કર્મબંધક અને અનેક જીવો સાત કર્મબંધક આ એક જ ભંગ થાય છે. તેમાં અન્ય ભંગ ન હોવાથી તે અભંગક કહેવાય છે.
અનેક નારકી, દેવતા, ત્રણ વિકલેન્દ્રિય અને તિર્યંચ પંચેન્દ્રિયમાં– આયુષ્ય કર્મબંધક જીવો હંમેશાં હોતા નથી. તેમાં સાત કર્મબંધક જીવો શાશ્વત અને આઠ કર્મબંધક જીવો અશાશ્વત હોવાથી ત્રણ ભંગ થાય છે. યથા– (૧) કોઈ સમયે સર્વ જીવો સાત કર્મબંધક હોય (૨) કોઈ સમયે અનેક જીવો સાત કર્મબંધક હોય અને એક જીવ આઠ કર્મબંધક હોય (૩) કોઈ સમયે અનેક જીવો સાત કર્મબંધક હોય અને અનેક જીવો આઠ કર્મબંધક હોય છે.
અનેક મનુષ્યોમાં– સમુચ્ચય જીવોની જેમ આઠ, સાત, છે અને એક કર્મબંધક, આ ચાર બંધસ્થાન હોય છે. વિશેષતા એ છે કે સમુચ્ચય જીવોમાં બે બંધમ્યાન અશાશ્વત છે અને મનુષ્યોમાં આયુષ્ય કર્મબંધક જીવો પણ હંમેશાં હોતા નથી, તેથી આઠ, છ અને એક કર્મબંધક એમ ત્રણ બંધ સ્થાન અશાશ્વત હોય છે, તેથી મનુષ્યોમાં એક શાશ્વત અને ત્રણ અશાશ્વત બંધ સ્થાનોના સંયોગથી ૨૭ ભંગ થાય છે.
અનેક મનુષ્યોમાં થતા ૨૭ ભંગો :
અસંયોગી એક ભંગ– (૧) સર્વ જીવો સાત કર્મબંધક.
દ્વિસંયોગી છ ભંગ– (૨) અનેક જીવો સાત કર્મબંધક અને એક જીવ આઠ કર્મબંધક.
(૩) અનેક જીવો સાત કર્મબંધક અને અનેક જીવો આઠ કર્મબંધક.
(૪) અનેક જીવો સાત કર્મબંધક અને એક જીવ છે કર્મબંધક. (૫) અનેક જીવો સાત કર્મબંધક અને અનેક જીવો છ કર્મબંધક. (૬) અનેક જીવો સાત કર્મબંધક અને એક જીવ એક કર્મબંધક.
(૭) અનેક જીવો સાત કર્મબંધક અને અનેક જીવો એક કર્મબંધક.
ત્રિસંયોગી બાર ભંગ– (૮) અનેક જીવો સાત કર્મબંધક, એક જીવ આઠ કર્મબંધક, એક જીવ છ કર્મબંધક.
(૯) અનેક જીવો સાત કર્મબંધક, એક જીવ આઠ કર્મબંધક, અનેક જીવો છ કર્મબંધક. (૧૦) અનેક જીવો સાત કર્મબંધક, અનેક જીવ આઠ કર્મબંધક, એક જીવ છ કર્મબંધક. (૧૧) અનેક જીવો સાત કર્મબંધક, અનેક જીવ આઠ કર્મબંધક, અનેક જીવો છ કર્મબંધક. (૧૨) અનેક જીવો સાત કર્મબંધક, એક જીવ આઠ કર્મબંધક, એક જીવ એક કર્મબંધક. (૧૩) અનેક જીવો સાત કર્મબંધક, એક જીવ આઠ કર્મબંધક, અનેક જીવો એક કર્મબંધક. (૧૪) અનેક જીવો સાત કર્મબંધક, અનેક જીવો આઠ કર્મબંધક, એક જીવ એક કર્મબંધક. (૧૫) અનેક જીવો સાત કર્મબંધક, અનેક જીવો આઠ કર્મબંધક, અનેક જીવો એક કર્મબંધક.