________________
છવ્વીસમું પદઃ કર્મવેદ–બંધ
[ ૧૯૭]
સાત, આઠ છે અને એક કર્મબંધકના ચતુઃસંયોગી આઠ ભંગ થાય, આ રીતે ૨૭ ભંગ થાય છે.
જેવી રીતે જ્ઞાનાવરણીય કર્મના વેદના સમયે અન્ય કર્મબંધ સંબંધીનું કથન કર્યું, તે જ રીતે દર્શનાવરણીય અને અંતરાય કર્મના વેદના સમયે અન્ય કર્મબંધ સંબંધી કથન કરવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સમુચ્ચય અને ૨૪ દંડકના એક કે અનેક જીવોમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મનું વેદન કરતાં બંધાતી કર્મપ્રકૃતિઓનું કથન છે.
જ્ઞાનાવરણીય આદિ ત્રણે કર્મોનું વેદન બાર ગુણસ્થાન સુધી થાય છે. ત્યાં સુધીમાં આઠ, સાત, છ અથવા એક કર્મબંધ, આ ચાર બંધસ્થાન હોય છે.
- ત્રીજું ગુણસ્થાન છોડીને એક થી સાત ગુણસ્થાન સુધી આયુષ્યકર્મનો બંધ થતો હોય, તો આઠ કર્મનો બંધ; આયુષ્યનો બંધ થતો ન હોય, તો સાત કર્મનો બંધ; ત્રીજે, આઠમે અને નવમે ગુણસ્થાને સાત કર્મનો બંધ; દશમે ગુણસ્થાને આયુષ્ય અને મોહનીયકર્મને છોડીને છ કર્મનો બંધ અને અગિયારમે, બારમે ગુણસ્થાને એક શાતાવેદનીય કર્મનો બંધ થાય છે. સમુચ્ચય એક જીવ અથવા એક મનુષ્ય પોતાના ગુણસ્થાન અનુસાર આઠ, સાત, છ અથવા એક કર્મ બાંધે છે. એક જીવમાં એક સમયે ચાર બંધસ્થાનમાંથી કોઈ પણ એક વિકલ્પ હોય છે.
મનુષ્ય સિવાય ૨૩ દંડકના એક જીવ સાત અથવા આઠ કર્મોનો બંધ કરે છે. તે જીવ કોઈ પણ કર્મોનો બંધ વિચ્છેદ કરી નહીં. તેથી તેને આયુષ્ય કર્મના બંધ સમયે આઠ કર્મોનો અને આયુષ્ય કર્મના અબંધ સમયે સાત કર્મોનો બંધ થાય છે. સમશ્ચય અનેક જીવો ઃ- તેમાં જ્ઞાનાવરણીય કર્મના વેદન સમયે આઠ, સાત, છ અથવા એક કર્મનો બંધ થાય છે. આ ચાર બંધ સ્થાનમાંથી સાત અને આઠ કર્મના બંધક જીવો શાશ્વત હોય છે અને દશમું, અગિયારમું અને બારમું ગુણસ્થાન અશાશ્વત હોવાથી છ કર્મબંધક તથા એક કર્મબંધક જીવો અશાશ્વત હોય છે. બે બંધ સ્થાન અશાશ્વત હોવાથી તેના નવ ભંગ થાય છે, તે આ પ્રમાણે છેઅસંયોગી એક ભગ– (૧) સર્વ જીવો આઠ કે સાત કર્મબંધક હોય છે.(અર્થાત્ સર્વ જીવોમાં અનેક જીવો આઠ કર્મના બંધક અને અનેક જીવો સાત કર્મના બંધક હોય છે.) દ્વિ સંયોગી ચાર બંગ(૨) અનેક જીવો આઠ કે સાત કર્મના બંધક, એક જીવ છ કર્મબંધક. (૩) અનેક જીવો આઠ કે સાત કર્મબંધક, અનેક જીવો છ કર્મબંધક. (૪) અનેક જીવો આઠ કે સાત કર્મબંધક, એક જીવ એક કર્મબંધક. (૫) અનેક જીવો આઠ કે સાત કર્મબંધક, અનેક જીવો એક કર્મબંધક. ત્રિ સંયોગી ચાર બંગ(૬) અનેક જીવો આઠ કે સાત કર્મબંધક, એક છ કર્મબંધક અને એક જીવ એક કર્મબંધક, (૭) અનેક જીવો આઠ કે સાત કર્મબંધક, એક છ કર્મબંધક અને અનેક જીવો એક કર્મબંધક, (૮) અનેક જીવો આઠ કે સાત કર્મબંધક, અનેક છ કર્મબંધક અને એક જીવ એક કર્મબંધક, (૯) અનેક જીવો આઠ કે સાત કર્મબંધક, અનેક છ કર્મબંધક અને અનેક જીવો એક કર્મબંધક.