________________
[ ૧૯૬ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૩
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અનેક જીવો જ્ઞાનાવરણીય કર્મનું વેદન કરતાં કેટલી કર્મપ્રવૃતિઓ બાંધે છે? ઉત્તર- હે ગૌતમ! (૧) સર્વ જીવો સાત કે આઠ કર્મના બંધક હોય છે અર્થાતુ અનેક જીવો સાત કર્મના બંધક અને અનેક જીવો આઠ કર્મના બંધક હોય છે,
(૨) અનેક જીવો સાત અને આઠ કર્મના બંધક તથા એક જીવ છ કર્મનો બંધક હોય છે, (૩) અનેક જીવો સાત અને આઠ કર્મબંધક તથા અનેક જીવો છ કર્મના બંધક હોય છે, (૪) અનેક જીવો સાત અને આઠ કર્મના બંધક તથા એક જીવ એક કર્મનો બંધક હોય છે, (૫) અનેક જીવો સાત અને આઠ કર્મના બંધક તથા અનેક જીવો એક કર્મના બંધક હોય છે;
(૬) અનેક જીવો સાત અને આઠ કર્મના બંધક તથા એક જીવ છે કર્મનો અને એક જીવ એક કર્મનો બંધક હોય છે, (૭) અનેક જીવો સાત અને આઠ કર્મના બંધક તથા એક જીવ છ કર્મનો બંધક અને અનેક જીવો એક કર્મના બંધક હોય છે, (૮) અનેક જીવો સાત અને આઠ કર્મના બંધક તથા અનેક જીવો છ કર્મના બંધક અને એક જીવ એક કર્મનો બંધક હોય છે, (૯) અનેક જીવો સાત અને આઠ કર્મના બંધક તથા અનેક જીવો છ કર્મબંધક અને અનેક જીવો એક કર્મબંધક હોય છે. આ પ્રમાણે કુલ નવ ભંગ થાય છે. એકેન્દ્રિય જીવો અને મનુષ્યોને છોડીને શેષ વૈમાનિક સુધીના જીવોમાં ત્રણ-ત્રણ ભંગ જાણવા જોઈએ. | ५ एगिदिया णं सत्तविहबंधगा य अट्ठविहबंधगा य । ભાવાર્થ - સર્વ એકેન્દ્રિય જીવોમાં અનેક જીવો સાત કર્મબંધક અને અનેક જીવો આઠ કર્મબંધક હોય છે. | ६ मणूसाणं भंते ! पुच्छा? गोयमा ! सव्वे वि ताव होज्जा सत्तविहबंधगा, अहवा सत्तविहबंधगा य अट्ठविहबंधगे य, अहवा सत्तविहबंधगा य अट्ठविहबंधगा य, अहवा सत्तविहबंधगा य छव्विहबंधए य; एवं छव्विहबंधएण वि समं दो भंगा; एगविहबंधएण वि सम दो भंगा;
___अहवा सत्तविहबंधगा य अट्ठविहबंधए य छविहबंधए य चउभंगो; अहवा सत्तविहबंधगा य अट्ठविहबंधए य एगविहबंधए य चउभंगो; अहवा सत्तविहबंधगा य छव्विहबंधगे य एगविहबंधए य चउभंगो; ___अहवा सत्तविहबंधगा य अट्ठविहबंधए य छव्विहबंधए य एगविहबंधए य भंगा अट्ठ; एवं एए सत्तावीसं भंगा । एवं जहा णाणावरणिज्ज तहा दरिसणावरणिज्ज પિ, અંતરફદ્યપિ . ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનેક મનુષ્યો જ્ઞાનાવરણીય કર્મનું વેદન કરતા કેટલી કર્મ પ્રકૃતિઓનો બંધ કરે છે? ઉત્તર- હે ગૌતમ ! (૧) સર્વ મનુષ્યો સાત કર્મબંધક હોય છે. (૨) અનેક મનુષ્યો સાત કર્મબંધક અને એક મનુષ્ય આઠ કર્મબંધક હોય છે. (૩) અનેક મનુષ્યો સાત કર્મબંધક અને અનેક મનુષ્યો આઠ કર્મબંધક હોય છે.
આ જ રીતે (૪-૫) સાત અને છ કર્મબંધકના બે ભંગ થાય. (૬-૭) સાત અને એક કર્મબંધકના બે ભંગ થાય. (૮થી૧૧) સાત, આઠ અને છ કર્મબંધકના ચાર ભંગ થાય. (૧૨થી૧૫) સાત, આઠ અને એક કર્મબંધકના ચાર ભંગ થાય.(૧થી૧૯) સાત, છ અને એક કર્મબંધકના ચાર ભંગ થાય. (૨૦થીર૭)