________________
| પચીસમું પદઃ કર્મબંધ-વેદક
| ૧૯૩ |
अट्ठविहवेदगा य चउव्विहवेदगा य सत्तविहवेदगे य । अहवा अट्ठविहवेदगा य चउव्विहवेदगा य सत्तविहवेदगा य । एवं मणूसा वि भाणियव्वा । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! અનેક જીવો વેદનીયકર્મ બાંધતા કેટલી કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે?
ઉત્તર- હે ગૌતમ ! (૧) સર્વ જીવો વેદનીયકર્મને બાંધતાં આઠ અને ચાર કર્મનું વેદન કરે છે, (૨) અનેક જીવો આઠ અને ચાર કર્મનું તથા તેની સાથે એક જીવ સાત કર્મનું વેદન કરે છે. (૩) અનેક જીવો આઠ અને ચાર કર્મનું વેદન કરે છે તથા તેની સાથે અનેક જીવો સાત કર્મનું પણ વેદન કરે છે.
આ જ રીતે અનેક મનુષ્યો વેદનીયકર્મ બાંધતા આઠ, સાત અથવા ચાર કર્મપ્રકૃતિઓનું વેદન કરે, તવિષયક ઉપરોક્ત ત્રણ ભંગ જાણવા. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં ૨૪ દંડકના એક અને અનેક જીવોની અપેક્ષાએ આઠ કર્મોના બંધ સમયે વેદન કરાતી કર્મપ્રકૃતિઓનું નિરૂપણ છે. જ્ઞાનાવરણીય આદિ સાત કર્મના બંધ સમયે જીવ અવશ્ય આઠ કર્મોનું વેદન કરે છે.
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય, નામ, ગોત્ર આ પાંચ કર્મોનો બંધ દશ ગુણસ્થાન સુધી, મોહનીય કર્મનો બંધ નવ ગુણસ્થાન સુધી અને આયુષ્ય કર્મનો બંધ ત્રીજું ગુણસ્થાન છોડીને શેષ સાત ગુણસ્થાન સુધી થાય છે.
જ્ઞાનાવરણીયાદિ આઠે કર્મોનો ઉદય બાર ગુણસ્થાન સુધી હોય જ છે, તેથી આઠ, સાત કે છ કર્મ બાંધતા જીવો અવશ્ય આઠે કર્મોનું વેદન કરે છે. આ રીતે ૨૪ દંડકના એક કે અનેક જીવો જ્ઞાનાવરણીયાદિ સાત કર્મોને બાંધતા આઠ કર્મોનું વેદન કરે છે. વેદનીય કર્મનો બંધ કરતા જીવ આઠ, સાત અથવા ચાર કર્મોનું વેદન કરે છે. વેદનીય કર્મનો બંધ તેરા ગુણસ્થાન સુધી થાય છે. તેમાં એકથી દશ ગુણસ્થાનવર્તી જીવો આઠ કર્મોનું, અગિયારમા ઉપશાંત મોહનીય અને બારમા ક્ષીણ મોહનીય ગુણસ્થાનવર્તી જીવ મોહનીય કર્મને છોડીને શેષ સાત કર્મોનું અને તેરમા ગુણસ્થાનવર્તી સયોગી કેવળી વેદનીય, આયુષ્ય, નામ, ગોત્ર, આ ચાર અઘાતી કર્મોનું વેદન કરે છે.
મનુષ્યને છોડીને શેષ ૨૩ દંડકના જીવોમાં એક કે અનેક જીવો અવશ્ય આઠ કર્મોનું વેદન કરે છે કારણ કે તે જીવો કોઈ પણ કર્મને ઉપશાંત કે ક્ષય કરી શકતા નથી. સમુચ્ચય એક જીવ અથવા એક મનુષ્યમાં એકથી ચૌદ ગુણસ્થાન હોય શકે છે, તેથી એક મનુષ્ય ગુણસ્થાનોની સ્થિતિ અનુસાર આઠ, સાત અથવા ચાર કર્મોનું વેદન કરે છે. સમુચ્ચય એક જીવમાં અને એક મનુષ્યમાં આ ત્રણ વિકલ્પમાંથી કોઈ પણ એક વિકલ્પ હોય છે. સમુચ્ચય અનેક જીવો અથવા અનેક મનુષ્યોમાં વેદનીય કર્મના બંધ સમયે અન્ય કર્મના વેદન સંબંધી ત્રણ ભંગ થાય છે. એકથી દશ ગુણસ્થાનવર્તી જીવો આઠ કર્મોનું વેદન કરે છે. તે જીવો હંમેશાં હોય છે. ૧૧, ૧રમા ગુણસ્થાનવર્તી જીવો સાત કર્મોનું વેદન કરે છે, પરંતુ તે બંને ગુણસ્થાનો અશાશ્વત છે, તેમાં છ માસનું અંતર છે, તેથી તેના વિરહકાલમાં સાત કર્મવેદક જીવો હોતા નથી.