________________
૧૯૨
શ્રી પક્ષવણા સૂત્ર : ભાગ-૩
પચીશમું પદ : કર્મબંધ-વેદક
Te/ze/22/2/2/2/2
જ્ઞાનાવારણીયાદિ કર્મબંધમાં અન્ય કર્મ વેદનઃ
१ कइ णं भंते ! कम्मपगडीओ पण्णत्ताओ ? गोयमा ! अट्ठ कम्मपगडीओ पण्णत्ताओ । तं जहा- णाणावरणिज्जं जाव अंतराइयं । एवं णेरइयाणं जाव वेमाणियाणं ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! કર્મપ્રકૃતિઓ કેટલી છે ? ઉત્તર- હે ગૌતમ ! કર્મપ્રકૃતિઓ આઠ છે, જેમ કે– જ્ઞાનાવરણીય યાવત્ અંતરાય. આ જ રીતે નૈરયિકોથી લઈને વૈમાનિકો સુધીના અર્થાત્ ૨૪ દંડકના જીવોમાં આ આઠ કર્મપ્રકૃતિઓ હોય છે.
२ जीवे णं भंते ! णाणावरणिज्जं कम्मं बंधमाणं कइ कम्मपगडीओ वेदेइ ? गोयमा ! णियमा अट्ठ कम्मपगडीओ वेदेइ । एवं णेरइए जाव वेमाणिए । एवं पुहत्तेण वि । एवं वेयणिज्जवज्जं जाव अंतराइयं ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! એક જીવ જ્ઞાનાવરણીયકર્મનો બંધ કરતાં કેટલી કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે ? ઉત્તર– હે ગૌતમ ! તે નિયમા આઠ કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે.
આ જ રીતે એક નૈરિયકથી લઈને એક વૈમાનિક સુધીના ૨૪ દંડકના પ્રત્યેક જીવ આઠ કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે. આ જ રીતે અનેક નારકીથી લઈને અનેક વૈમાનિક દેવો સુધીના ૨૪ દંડકના અનેક જીવો પણ આઠ કર્મ પ્રકૃતિઓનું વેદન કરે છે. વેદનીય કર્મને છોડીને શેષ છ કર્મોના સંબંધમાં આ જ્ઞાનાવરણીય કર્મની જેમ જાણવું જોઈએ.
३ जीवे णं भंते ! वेयणिज्जं कम्मं बंधमाणे कइ कम्मपगडीओ वेदेइ ? गोयमा ! सत्तविहवेदए वा अट्ठविहवेदए वा चउव्विहवेदए वा ।
एवं मणूसे वि । सेसा णेरइयाई एगत्तेण वि पुहत्तेण वि णियमा अट्ठकम्मपगडीओ वेदेंति जाव वेमाणिया ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! એક જીવ વેદનીય કર્મને બાંધતો કેટલી કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે ? ઉત્તર– હે ગૌતમ ! તે સાત, આઠ અથવા ચાર કર્મનું વેદન કરે છે.
આ જ રીતે મનુષ્યના સંબંધમાં જાણવું જોઈએ. શેષ નૈરયિકથી લઈને વૈમાનિક સુધીના એક કે અનેક જીવો વેદનીય કર્મ બાંધતા નિયમા આઠ કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે.
४ जीवा णं भंते ! वेयणिज्जं कम्मं बंधमाणा कइ कम्मपगडीओ वेदेति ? गोयमा ! सव्वे वि ताव होज्जा अट्ठविहवेदगा य चउव्विहवेदगा य । अहवा