________________
૧૮૮ |
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૩
જ બંધ થાય છે, પરંતુ તેમાં આયુષ્ય કર્મબંધક જીવો હંમેશાં હોતા નથી. આ રીતે સાત કર્મબંધક જીવો શાશ્વત અને આઠ કર્મબંધક જીવો અશાશ્વત હોવાથી પૂર્વવતુ ત્રણ ભંગ થાય છે, જેમ કે– (૧) સર્વ જીવો સાત કર્મબંધક હોય, (૨) અનેક જીવો સાત કર્મબંધક અને એક જીવ આઠ કર્મબંધક હોય, (૩) અનેક જીવો સાત કર્મબંધક અને અનેક જીવો આઠ કર્મબંધક હોય છે. અનેક મનુષ્યોઃ - વેદનીય કર્મ બાંધતા મનુષ્યોમાં આઠ, સાત, છ અથવા એક કર્મબંધ થાય છે. આ ચાર બંધ સ્થાનમાંથી સાત કર્મબંધક અને કેવળી ભગવાનની અપેક્ષાએ એક કર્મબંધક જીવો શાશ્વત છે અને આઠ કર્મબંધક જીવો હંમેશાં ન હોવાથી આઠ કર્મબંધક જીવો તથા દશમું ગુણસ્થાન અશાશ્વત હોવાથી છ કર્મબંધક અશાશ્વત છે. શાશ્વત સાથે બે અશાશ્વત કર્મબંધ સ્થાનના સંયોગથી તેમાં નવ ભંગ આ પ્રમાણે થાય છેઅસંયોગી એક ભંગ- (૧) સર્વ જીવો સાત કે એક કર્મબંધક હોય.(અર્થાત્ સાત અને એક બંને પ્રકારના કર્મબંધક જીવો અનેક-અનેક હોય છે. અન્ય આઠ કે છ કર્મબંધક જીવો એક પણ ન હોય ત્યારે બંને શાશ્વતનો આ એક ભંગ થાય છે.) દ્વિ સંયોગી ચાર ભંગ- જ્યારે શાશ્વત બે બંધસ્થાનો સાથે આઠ કે છ કર્મબંધક એક કે અનેક જીવો હોય ત્યારે આ ચાર ભંગ થાય છે યથા(૧) અનેક જીવો સાત કે એક કર્મબંધક અને તેની સાથે એક જીવ આઠ કર્મબંધક. (૨) અનેક જીવો સાત કે એક કર્મબંધક અને તેની સાથે અનેક જીવો આઠ કર્મબંધક. (૩) અનેક જીવો સાત કે એક કર્મબંધક અને તેની સાથે એક જીવ છ કર્મબંધક. (૪) અનેક જીવો સાત કે એક કર્મબંધક અને તેની સાથે અનેક જીવો છ કર્મબંધક. ત્રિ સંયોગી ચાર ભંગઃ- શાશ્વત બે બંધસ્થાનો સાથે આઠ અને છ કર્મબંધક બંને પ્રકારના જીવો એક કે અનેક હોય ત્યારે આ ચાર ભંગ થાય છે યથા(૧) અનેક જીવો સાત કે એક કર્મબંધક અને એક જીવ આઠ કર્મબંધક, એક જીવ છ કર્મબંધક. (૨) અનેક જીવો સાત કે એક કર્મબંધક અને એક જીવ આઠ કર્મબંધક, અનેક જીવો છ કર્મબંધન. (૩) અનેક જીવો સાત કે એક કર્મબંધક અને અનેક જીવો આઠ કર્મબંધક, એક જીવ છ કર્મબંધક. (૪) અનેક જીવો સાત કે એક કર્મબંધક અને અનેક જીવો આઠ કર્મબંધક, અનેક જીવો છ કર્મબંધક.
આ રીતે અનેક મનુષ્યો વેદનીય કર્મ બાંધતા હોય, ત્યારે કર્મબંધ સંબંધી અસંયોગી એક ભંગ + દ્વિસંયોગી ચાર ભંગ + ત્રિ સંયોગી ચાર ભંગ = કુલ નવ ભંગ થાય છે. મોહનીય આદિ કર્મમાં અન્યકર્મ બંધ :|१५ मोहणिज्जं बंधमाणे णं भंते ! जीवे कइ कम्मपगडीओ बंधइ ? गोयमा ! जीवेगिंदियवज्जो तियभंगो । जीवेगिंदिया सत्तविहबंधगा वि अट्ठविहबंधगा वि । ભાવાર્થ-અન- હે ભગવન્! મોહનીય કર્મ બાંધતા જીવ કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે છે? ઉત્તર- હે