________________
| ચોવીસમું પદઃ ક્રર્મબંધ-બંધક
[ ૧૮૭ ]
અનેક મનુષ્યો છ કર્મબંધક હોય, આ રીતે નવ ભંગ થાય છે. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં એક અને અનેક જીવોની અપેક્ષાએ વેદનીય કર્મના બંધ સમયે બંધાતા અન્ય કર્મબંધ સંબંધી વિકલ્પોનું કથન છે.
વેદનીયકર્મનો બંધ તેર ગુણસ્થાન સુધી થાય છે. તેમાં આઠ, સાત, છે અને એક તે ચાર બંધસ્થાન હોય છે. ત્રીજું ગુણસ્થાન છોડીને એક થી સાત ગુણસ્થાનમાં સાત અથવા આઠ કર્મનો બંધ, ત્રીજા, આઠમા અને નવમા ગુણસ્થાનમાં સાત કર્મનોબંધ, દશમાં ગુણસ્થાનમાં છ કર્મનો બંધ અને અગિયારમા, બારમા તથા તેરમા ગુણસ્થાનમાં એક શાતાવેદનીય કર્મનો બંધ થાય છે. સમસ્યય એક જીવ :- વેદનીય કર્મને બાંધતા આઠ. સાત, છ અથવા એક કર્મનો બંધ કરે છે. એક જીવમાં પોતાના ગુણસ્થાન અનુસાર ચાર વિકલ્પમાંથી કોઈ પણ એક વિકલ્પ હોય છે.
૨૩ દંડકના એક-એક જીવમાં દશમા આદિ ગુણસ્થાનની નથી, તેથી તે જીવોને છે કે એક કર્મનો બંધ થતો નથી. તે જીવો વેદનીય કર્મને બાંધતા સાત અથવા આઠ કર્મનો બંધ કરે છે અર્થાત્ આયુષ્યનો બંધ થતો હોય, ત્યારે આઠ કર્મ અને તે સિવાયના સમયમાં સાત કર્મ બાંધે છે, તેથી ૨૩ દંડકના કોઈ પણ એક જીવમાં આઠ અથવા સાત, તે બે વિકલ્પમાંથી કોઈ પણ એક વિકલ્પ હોય છે.
એક મનુષ્યમાં સમુચ્ચય એક જીવની જેમ આઠ, સાત, છ અથવા એક કર્મનો બંધ, આ ચાર વિકલ્પમાંથી કોઈ પણ એક વિકલ્પ હોય છે. સમુચ્ચય અનેક જીવો: અનેક જીવોમાં પૂર્વવતુ આઠ, સાત, છ અને એક કર્મબંધ રૂપ ચાર બંધ સ્થાન હોય છે. તેમાંથી સમુચ્ચય અનેક જીવોમાં આઠ કર્મબંધક, સાત કર્મબંધક અને કેવળી ભગવાનની અપેક્ષાએ એક કર્મબંધક જીવો શાશ્વત છે, પરંતુ દશમા ગુણસ્થાનમાં છ માસનો વિરહ(વિચ્છેદ) હોવાથી છ કર્મબંધક જીવો શાશ્વત નથી. આ રીતે આઠ કર્મબંધક, સાત કર્મબંધક અને એક કર્મબંધક જીવો શાશ્વત છે તથા છ કર્મબંધક જીવો અશાશ્વત છે. તેમાં એક બંધસ્થાન અશાશ્વત હોવાથી ત્રણ ભંગ થાય છે. તે આ પ્રમાણે છે(૧) જ્યારે છ કર્મબંધક જીવો એક પણ ન હોય ત્યારે સર્વ(અનેક) જીવો આઠ, સાત અને એક કર્મબંધક હોય, આ પ્રથમ ભંગ થાય છે. જ્યારે છ કર્મબંધક જીવ એક કે અનેક હોય ત્યારે ક્રમશઃ તેના બે ભંગ થાય છે– (૨) અનેક જીવો આઠ-સાત-એક કર્મબંધક અને એક જીવ છ કર્મબંધક. (૩) અનેક જીવો આઠસાત-એક કર્મબંધક અને અનેક જીવો છ કર્મબંધક. આ રીતે સમુચ્ચય અનેક જીવોમાં વેદનીય કર્મના બંધ સમયે કર્મબંધ સંબંધી ત્રણ ભંગ થાય છે.
અનેક પાંચ સ્થાવરના જીવોમાં સાત અથવા આઠ કર્મનો બંધ થાય છે તે જીવોમાં બંને પ્રકારના બંધવાળા જીવો શાશ્વત હોવાથી એક જ ભંગ થાય છે– (૧) અનેક જીવો સાત કર્મબંધક અને અનેક જીવો આઠ કર્મબંધક હોય છે. તેમાં અન્ય ભંગ-વિકલ્પો ન હોવાથી તે અભંગક કહેવાય છે. અનેક નારકી. દેવતા. વિકલેક્રિયતિર્યંચ પંચેન્દ્રિયો :- તે જીવોમાં પણ સાત અથવા આઠ કર્મનો