________________
શ્રી પક્ષવણા સૂત્ર : ભાગ-૩
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! વેદનીયકર્મ બાંધતા અનેક જીવો કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે છે ?
ઉત્તર– હે ગૌતમ ! (૧) સર્વ(અનેક) જીવો સાત કર્મબંધક અને આઠ કર્મબંધક તથા એક કર્મબંધક હોય. (૨) અનેક જીવો સાત કર્મબંધક અને આઠ કર્મબંધક તથા એક કર્મબંધક હોય, તેની સાથે એક જીવ છ કર્મબંધક હોય, (૩) અનેક જીવો સાત કર્મબંધક અને આઠ કર્મબંધક તથા એક કર્મબંધક હોય અને તેની સાથે અનેક જીવો છ કર્મબંધક પણ હોય છે.
૧૮૬
_१३ अवसेसा णारगादीया जाव वेमाणिया जाओ णाणावरणं बंधमाणा बंधति ताहिं भाणियव्वा ।
ભાવાર્થ :- શેષ નારકીથી વૈમાનિક સુધીના જીવો જ્ઞાનાવરણીય કર્મને બાંધતા જેટલી પ્રકૃતિઓને બાંધે છે, તેટલી જ પ્રકૃતિના બંધનું કથન અહીં પણ વેદનીય કર્મ સાથે કહેવું જોઈએ.
१४ वरं मणूसा णं भंते! वेयणिज्जं कम्मं बंधमाणा कइ कम्मपगडीओ बंधति ?
गोमा ! सव्वे वि ताव होज्जा सत्तविहबंधगा य एगविहबंधगा य । अहवा सत्तविहबंधगा य एगविहबंधगा य अट्ठविहबंधए । अहवा सत्तविहबंधगा य एगविहबंधगा य अट्ठविहबंधगा य । अहवा सत्तविहबंधगा य एगविहबंधगा य छव्विहबंधगे | अहवा सत्तविहबंधगा य एगविहबंधगा य छव्विहबंधगा य । अहवा सत्तविहबंधगा य एगविहबंधगा य अट्ठविहबंधए य छव्विहबंधए य । अहवा सत्तविहबंधगा य एगविहबंधगा य अट्ठविहबंधए य छव्विहबंधगा सत्तविहबंधगा य एगविहबंधगा य अट्ठविहबंधगा य छव्विहबंधए य । अहवा सत्तविहबंधगा य एगविहबंधगा य अट्ठविहबंधगा य छव्विहबंधगा य। एवं णव भंगा। ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! અનેક મનુષ્યો વેદનીયકર્મ બાંધતાં કેટલી કર્મ પ્રકૃતિઓ બાંધે છે ?
।
ઉત્તર— હે ગૌતમ ! (૧) સર્વ મનુષ્યો સાત કર્મબંધક અને એક કર્મબંધક હોય, (૨) અનેક મનુષ્યો સાત કર્મબંધક અને એક કર્મબંધક હોય અને તેની સાથે એક મનુષ્ય આઠ કર્મબંધક હોય, (૩) અનેક મનુષ્યો સાત કર્મબંધક અને એક કર્મબંધક હોય અને તેની સાથે અનેક મનુષ્યો આઠ કર્મબંધક હોય, (૪) અનેક મનુષ્યો સાત કર્મબંધક અને એક કર્મબંધક હોય અને તેની સાથે એક મનુષ્ય છ કર્મબંધક હોય, (૫) અનેક મનુષ્યો સાત કર્મબંધક અને એક કર્મબંધક હોય અને તેની સાથે અનેક મનુષ્યો છ કર્મબંધક હોય,
(૬) અનેક મનુષ્યો સાત કર્મબંધક અને એક કર્મબંધક હોય, તેની સાથે એક મનુષ્ય આઠ કર્મબંધક અને એક મનુષ્ય છ કર્મબંધક, (૭) અનેક મનુષ્યો સાત કર્મબંધક અને એક કર્મબંધક હોય, તેની સાથે એક મનુષ્ય આઠ કર્મબંધક અને અનેક મનુષ્યો છ કર્મબંધક હોય, (૮) અનેક મનુષ્યો સાત કર્મબંધક અને એક કર્મબંધક હોય, તેની સાથે અનેક મનુષ્યો આઠ કર્મબંધક અને એક મનુષ્ય છ કર્મબંધક હોય, (૯) અનેક મનુષ્યો સાત કર્મબંધક અને એક કર્મબંધક હોય, તેની સાથે અનેક મનુષ્યો આઠ કર્મબંધક અને