________________
ચોવીસમું પદ : કર્મબંધ—બંધક
કર્મનો બંધ થાય છે. આ ત્રણ બંધ સ્થાનમાંથી સાત કર્મબંધક મનુષ્યો હંમેશાં હોય છે. આયુષ્ય બંધક જીવો હંમેશાં હોતા નથી, તેથી આઠ કર્મબંધક જીવો અશાશ્વત છે. તે જ રીતે દશમું ગુણસ્થાન પણ અશાશ્વત હોવાથી છ કર્મબંધક જીવો પણ અશાશ્વત હોય છે. મનુષ્યોમાં બે અશાશ્વત બંધ સ્થાનની અપેક્ષાએ અસંયોગી, દ્વિસંયોગી અને ત્રિસંયોગી કુલ નવ ભંગ થાય છે.
૧૮૫
અસંયોગી ભંગ :– જ્યારે આયુષ્યબંધક જીવો અને દશમા ગુણસ્થાનવર્તી એક પણ જીવ ન હોય ત્યારે (૧) સર્વ જીવો સાતકર્મ બંધક, આ પ્રથમ અસંયોગી ભંગ થાય છે.
દ્વિસંયોગી ભંગ :– સાત કર્મબંધક જીવો હંમેશાં હોય છે અને તેની સાથે આઠ કર્મબંધક એક કે અનેક જીવો હોય, તે અપેક્ષાએ બે ભંગ અને છ કર્મબંધક એક કે અનેક જીવો હોય, તેની અપેક્ષાએ બીજા બે ભંગ હોય છે. આ રીતે દ્વિસંયોગી ચાર ભંગ થાય છે.
ત્રિસંયોગી ભંગ :– સાત કર્મબંધક જીવો હંમેશાં હોય છે અને તેની સાથે આઠ કર્મબંધક અને છ કર્મબંધક બંને પ્રકારના એક કે અનેક જીવો હોય, તે અપેક્ષાએ ત્રિસંયોગી ચાર ભંગ થાય છે.
આ રીતે અનેક મનુષ્યોમાં જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના બંધ સમયે અન્ય કર્મબંધ સંબંધી અસંયોગી ૧ ભંગ + દ્વિસંયોગી ૪ ભંગ + ત્રિસંયોગી ૪ ભંગ = કુલ નવ ભંગ થાય છે. તે ભંગનું સ્વરૂપ ભાવાર્થથી સ્પષ્ટ છે.
એક કર્મબંધમાં અન્ય કર્મબંધ સંબંધી ભંગ સંખ્યા તેના અશાશ્વત બંધસ્થાન અનુસાર નિશ્ચિત થાય છે. જો એક બંધસ્થાન અશાશ્વત હોય, તો એક-અનેક જીવોની અપેક્ષાએ ત્રણ ભંગ, જો બે બંધસ્થાન અશાશ્વત હોય તો નવ ભંગ અને ત્રણ બંધ સ્થાન અશાશ્વત હોય તો ૨૭ ભંગ થાય છે.
વેદનીય કર્મબંધમાં અન્ય કર્મબંધ :
१० जीवे णं भंते! वेयणिज्जं कम्मं बंधमाणे कइ कम्मपगडीओ बंधइ ? गोयमा ! सत्तविहबंधए वा अट्ठविहबंधए वा छव्विहबंधए वा एगविहबंधए वा । एवं मणूसे वि । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! વેદનીય કર્મ બાંધતા એક જીવ કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે છે ? ઉત્તરહે ગૌતમ ! સાત, આઠ, છ અથવા એક પ્રકૃતિનો બંધક હોય છે. મનુષ્યના સંબંધમાં પણ આ જ રીતે કહેવું જોઈએ.
११ सेसा णारगादीया सत्तविहबंधगा य अट्ठविहबंधगा य जाव वेमाणिए । ભાવાર્થ:- - શેષ નારકીથી વૈમાનિક સુધીના પ્રત્યેક જીવ સાત કર્મબંધક અથવા આઠ કર્મબંધક હોય છે. १२ जीवा णं भंते ! वेयणिज्जं कम्मं बंधमाणा कइ कम्म पगडीओ बंधइ ?
गोया ! सव्वे वि ताव होज्जा सत्तविहबंधगा य अट्ठविहबंधगा य एगविह बंधगा य अहवा सत्तविहबंधगा य अट्टविहबंधगा य एगविहबंधगा य छव्विहबंधगे य | अहवा सत्तविहबंधगा य अट्ठविहबंधगा य एगविहबंधगा य छव्विहबंधगा य ।