________________
[ ૧૮૪ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૩
તેથી તે જીવોમાં છ કર્મ બંધનો વિકલ્પ સંભવિત નથી. એક મનુષ્યમાં દશમા ગુણસ્થાનની સંભાવના હોવાથી સમુચ્ચય એક જીવની જેમ આઠ, સાત અથવા છ કર્મ બાંધે છે. પ્રત્યેક મનુષ્યમાં આ ત્રણ વિકલ્પમાંથી કોઈ પણ એક વિકલ્પ હોય છે. સમુચ્ચય અનેક જીવો - તેમાં કેટલાક જીવો આઠ કર્મના બંધક અને કેટલાક જીવો સાત કર્મના બંધક હોય છે. આઠ કર્મબંધક અને સાત કર્મ બંધક જીવો હંમેશાં હોય છે, પરંતુ દશમું ગુણસ્થાન શાશ્વત ન હોવાથી છ કર્મબંધક જીવો ક્યારેક હોય છે અને ક્યારેક હોતા નથી, કારણ કે દશમા ગુણસ્થાનવર્તી જીવોનું ઉત્કૃષ્ટ છ માસનું અંતર પડે છે. જ્યારે દશમા ગુણસ્થાનવર્તી જીવો હોય, ત્યારે જઘન્ય ૧, ૨, ૩ અને ઉત્કૃષ્ટ ૧૦૮ જીવો હોય છે. આ રીતે આઠ અને સાત કર્મબંધક જીવો શાશ્વત છે અને છ કર્મબંધક જીવો અશાશ્વત હોય છે. શાશ્વત- અશાશ્વત જીવોની અપેક્ષાએ તેના ત્રણ ભંગ થાય છે. (૧) સર્વ(અનેક) આઠકર્મબંધક અને સાતકર્મ બંધક.(જ્યારે છ કર્મબંધક જીવોનો વિરહ હોય ત્યારે આ પ્રથમ ભંગ થાય છે.) (૨) અનેક જીવો આઠકર્મબંધક અને અનેક સાત કર્મબંધક તથા એક છ કર્મબંધન.(સાત અને આઠ કર્મબંધક અનેક જીવો હંમેશાં હોય જ છે અને તેની સાથે કોઈ એક જીવ દશમા ગુણસ્થાને હોય ત્યારે આ બીજો ભંગ થાય છે.) (૩) અનેક આઠ કર્મબંધક અને સાત કર્મબંધક તથા અનેક છ કર્મબંધક છે.(જ્યારે દશમા ગુણસ્થાને અનેક જીવો હોય ત્યારે આ ત્રીજો ભંગ થાય છે.) આ રીતે એક બંધસ્થાન અશાશ્વત હોય, ત્યાં ત્રણ ભંગ થાય છે.
તદનુસાર સમુચ્ચય અનેક જીવોમાં જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના બંધ સમયે અન્ય કર્મબંધ સંબંધી ઉપરોક્ત ત્રણ ભંગ થાય છે. અનેક નારકી અને દેવો – તે બંનેમાં પ્રથમ ચાર ગુણસ્થાન જ હોવાથી સાત અને આઠ કર્મબંધક જીવો જ હોય છે. તેમાં પણ આયુષ્યકર્મબંધક જીવો હંમેશાં હોતા નથી, તેથી આઠ કર્મબંધક જીવો અશાશ્વત છે અને સાત કર્મબંધક જીવો શાશ્વત હોય છે. એક શાશ્વત અને એક અશાશ્વત બંધસ્થાનની અપેક્ષાએ તેમાં ત્રણ ભંગ થાય છે જેમ કે -
(૧) જ્યારે આયુષ્યકર્મ બાંધનારા જીવો એક પણ ન હોય, ત્યારે સર્વ જીવો સાત કર્મબંધક હોય છે. તે પ્રથમ ભંગ થાય છે. (૨) જ્યારે એક જીવ આયુષ્ય કર્મ બાંધનાર હોય ત્યારે અનેક સાત કર્મબંધક અને એક આઠ કર્મબંધક, આ બીજો ભંગ થાય છે. (૩) જ્યારે અનેક જીવો આયુષ્યકર્મ બાંધનારા હોય, ત્યારે અનેક સાત કર્મબંધક અને અનેક આઠ કર્મબંધક, આ ત્રીજો ભંગ થાય છે. આ રીતે નારકી અને દેવોમાં અનેક જીવોની અપેક્ષાએ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મબંધ સમયે કર્મબંધ સંબંધી ત્રણ ભંગ થાય છે. પાંચ સ્થાવરના અનેક જીવો - તેમાં આયુષ્યબંધક જીવો હંમેશાં હોવાથી બંને પ્રકારના જીવો શાશ્વત છે તેથી (૧) અનેક સાત કર્મબંધક અને અનેક આઠ કર્મબંધક, આ એક જ ભંગ થાય છે. તેમાં અન્ય ભંગવિકલ્પ ન હોવાથી તેને અભંગમ પણ કહેવાય છે. ત્રણ વિકલેજિય, તિર્યંચ પંચેન્દ્રિય અનેક જીવો - તેમાં સાત કર્મબંધક જીવો હંમેશાં હોય છે, તેથી તે બોલ શાશ્વત છે પરંતુ આયુષ્ય બંધક જીવો હંમેશાં હોતા નથી, તેથી તે બોલ અશાશ્વત હોવાથી એક શાશ્વત અને એક અશાશ્વત બંધ સ્થાનની અપેક્ષાએ વિકસેન્દ્રિયો અને તિર્યંચ પંચેન્દ્રિયોમાં ત્રણ-ત્રણ ભંગ થાય છે. અનેક મનુષ્યો - જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મબંધ સમયે મનુષ્યોને આઠ, સાત અથવા છ