________________
| ચોવીસમું પદ: કર્મબંધુ-બંધક
૧૮૩ ]
ભાવાર્થઃ- પ્રશ્ન- હે ભગવન્! અનેક મનુષ્યો જ્ઞાનાવરણીય કર્મ બાંધતા કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે છે?
ઉત્તર- હે ગૌતમ! (૧) સર્વ મનુષ્યો સાતકર્મબંધક(એક અસંયોગી ભંગ છે), અથવા (૨) અનેક મનુષ્યો સાતકર્મબંધક અને એક આઠકર્મબંધક, અથવા (૩) અનેક મનુષ્યો સાત કર્મબંધક અને અનેક મનુષ્યો આઠ કર્મબંધક, અથવા (૪) અનેક મનુષ્યો સાત કર્મબંધક અને એક મનુષ્ય છ કર્મબંધક, અથવા (૫) અનેક મનુષ્યો સાતકર્મબંધક હોય અને અનેક મનુષ્યો છ કર્મબંધક(આ દ્વિ સંયોગી ચાર ભંગ છે.);
અથવા (૬) અનેક મનુષ્યો સાત કર્મબંધક, એક મનુષ્ય આઠ કર્મબંધક અને એક મનુષ્ય છ કર્મબંધક. (૭) અનેક મનુષ્યો સાત કર્મબંધક, એક મનુષ્ય આઠ કર્મબંધક અને અનેક મનુષ્યો છ કર્મબંધક છે. (૮) અનેક મનુષ્યો સાત કર્મબંધક, અનેક મનુષ્યો આઠ કર્મબંધક અને એક મનુષ્ય છ કર્મબંધક અથવા (૯) અનેક મનુષ્યો સાત કર્મબંધક, અનેક મનુષ્યો આઠ કર્મબંધક અને અનેક મનુષ્યો છ કર્મબંધક (આ ત્રિસંયોગી ચાર ભંગ છે.) આ રીતે ૧ + ૪ + ૪ = નવ ભંગ થાય છે.
શેષ વાણવ્યત્તરથી વૈમાનિક દેવ પર્યંતના જીવોમાં નૈરયિકોની જેમ સાત અને આઠ કર્મબંધના ત્રણ ભંગ થાય છે. | ९ एवं जहा णाणावरणं बंधमाणा जाहिं भणिया सणावरणं पि बंधमाणा ताहिं जीवादीया एगत्त-पोहत्तेहिं भाणियव्वा । ભાવાર્થ:- જે રીતે જ્ઞાનાવરણીયકર્મને બાંધતા કર્મના બંધનું કથન કર્યું. તે જ રીતે દર્શનાવરણીય કર્મને બાંધતા જીવોના વિષયમાં એક વચન અને બહુવચનની અપેક્ષાએ કથન કરવું જોઈએ. વિવેચનઃ
પ્રસ્તૂત સૂત્રોમાં સમુચ્ચય એક અને અનેક જીવો તથા ૨૪ દંડકના એક અને અનેક જીવોમાં જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના બંધ સમયે થતાં અન્ય કર્મબંધના વિકલ્પોનું કથન છે.
જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મનો બંધ દશમા “સૂક્ષ્મસંપરાય” ગુણસ્થાન સુધી થાય છે. ત્યાં સુધીમાં સમુચ્ચય જીવની અપેક્ષાએ ત્રણ બંધસ્થાન હોય છે. એકથી સાત ગુણસ્થાનમાં ત્રીજું ગુણસ્થાન છોડીને શેષ ગુણસ્થાનમાં આયુષ્ય કર્મનો બંધ થતો હોય ત્યારે (૧) આઠ કર્મનો બંધ થાય, (૨) આયુષ્ય કર્મનો બંધ ન થતો હોય ત્યારે સાત કર્મનો બંધ થાય. તે જ રીતે ત્રીજે, આઠમે અને નવમે ગુણસ્થાને આયુષ્ય કર્મનો બંધ થતો નથી તેથી સાત કર્મનો બંધ થાય છે. (૩) દશમે ગુણસ્થાને આયુષ્ય અને મોહનીયકર્મને છોડીને છ કર્મનો બંધ થાય છે.
સમુચ્ચય એક જીવ– જ્ઞાનવરણીય અને દર્શનાવરણીય કર્મ બાંધતાં આઠ, સાત અથવા છ કર્મનો બંધ કરે છે. આ ત્રણ વિકલ્પમાંથી કોઈ પણ એક વિકલ્પ હોય છે. મનુષ્યોને છોડીને ૨૩ દંડકનો કોઈ પણ એક જીવ આઠ અથવા સાત કર્મોનો બંધ કરે છે. તે પ્રત્યેક જીવમાં આ બે વિકલ્પમાંથી કોઈ પણ એક વિકલ્પ હોય છે. નારકી આદિ ૨૩ દંડકના જીવોમાં દશમું સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાન હોતું નથી