________________
| ચોવીસમું પદ ઃ કર્મબંધ-બંધક
[ ૧૮૯ ]
ગૌતમ! સમુચ્ચય જીવ અને એકેન્દ્રિયને છોડીને ત્રણ ભંગ કહેવા જોઈએ. સમુચ્ચય જીવ અને એકેન્દ્રિય સાતકર્મબંધક પણ હોય અને આઠ કર્મબંધક પણ હોય છે. १६ जीवे णं भंते ! आउयं कम्मं बंधमाणे कइ कम्मपगडीओ बंधइ ? गोयमा! णियमा अट्ठ । एवं रइए जाव वेमाणिए । एवं पुहत्तेण वि । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! આયુષ્યકર્મને બાંધતા એક જીવ કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે છે? ઉત્તર- હે ગૌતમ ! નિયમ આઠ કર્મ બાંધે છે. નૈરયિકોથી લઈ વૈમાનિક સુધી બધા દંડકોમાં આ જ પ્રમાણે કહેવું જોઈએ. આ રીતે બહુવચનના વિષયમાં અનેક જીવોના સંબંધમાં પણ કહેવું જોઈએ. १७ णाम-गोय-अंतरायं बंधमाणे णं भंते ! जीवे कइ कम्मपगडीओ बंधइ ? गोयमा ! जाओ णाणावरणिज्ज बंधमाणे बंधइ ताहि भाणियव्वो । एवं रइए वि जाव वेमाणिए । एवं पुहत्तेण वि भाणियव्वं । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! નામ, ગોત્ર અને અંતરાય કર્મને બાંધતા એક જીવ કેટલી કર્મપ્રવૃતિઓ બાંધે છે? ઉત્તર- હે ગૌતમ ! જ્ઞાનાવરણીય કર્મના બંધ સમયે બંધાતા અન્ય કર્મ બંધની સમાન જાણવું જોઈએ. આ જ રીતે નૈરયિકથી લઈ વૈમાનિક સુધી જાણવું જોઈએ. આ જ રીતે બહુવચનમાં પણ જાણવું જોઈએ.
વિવેચન :
મોહનીય કર્મ - મોહનીય કર્મનો બંધ નવ ગુણસ્થાન સુધી થાય છે અને નવ ગુણસ્થાન સુધી સાત અને આઠ કર્મબંધક જીવો જ હોય છે. છ કર્મબંધક જીવો દશમા ગુણસ્થાને હોવાથી મોહનીય કર્મ બંધક જીવો છ કર્મબંધક હોતા નથી.
મોહનીય કર્મ બાંધતા સમુચ્ચય જીવો અને પાંચ સ્થાવર જીવોમાં સાત અને આઠ કર્મબંધક જીવો શાશ્વત હોય, તેથી તેમાં (૧) અનેક જીવો સાત કર્મબંધક અને અનેક જીવો આઠ કર્મબંધક, આ એક જ ભંગ થાય છે.
શેષ ૧૯ દંડકના જીવોમાં સાતકર્મબંધક જીવો હંમેશાં હોય છે પરંતુ આયુષ્યકર્મબંધક જીવો હંમેશાં હોતા નથી, તેથી શાશ્વત સાથે એક અશાશ્વત બંધસ્થાનની અપેક્ષાએ ત્રણ ભંગ આ રીતે થાય છે(૧) સર્વ જીવો સાત કર્મબંધક, (૨) અનેક જીવો સાત કર્મબંધક અને એક જીવ આઠ કર્મબંધક, (૩) અનેક જીવો સાત કર્મબંધક અને અનેક જીવો આઠ કર્મબંધક. આયુષ્યકર્મ – આયુષ્યકર્મ ત્રીજા ગુણસ્થાનને છોડીને ૧ થી ૭ ગુણસ્થાન સુધી બંધાય છે. જ્યારે આયુષ્ય બાંધે ત્યારે પ્રત્યેક જીવો નિયમા આઠ કર્મબંધક હોય છે. નામ, ગોત્ર અને અંતરાય કર્મ - તે કર્મનો બંધ જ્ઞાનાવરણીયકર્મની જેમ દશ ગુણસ્થાન સુધી જ થાય છે, તેથી તેની સાથે બંધાતા અન્ય કર્મો તથા તત્સંબંધી ભંગ-વિકલ્પો જ્ઞાનાવરણીયકર્મની સમાન છે.