________________
| ચોવીસમું પદ ઃ કર્મબંધ-બંધક
[ ૧૮૧]
ચોવીસમું પદઃ કર્મબંધ-બંધક 27/27/28/27/28/2/2) જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મ બંધમાં અન્ય કર્મબંધ:| १ कइ णं भंते ! कम्मपगडीओ पण्णत्ताओ ? गोयमा ! अट्ठ कम्मपगडीओ पण्णत्ताओ, तं जहा- णाणावरणिज्जं जाव अंतराइय। एवंणेरइयाणं जाववेमाणियाणं। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કર્મપ્રકૃતિઓ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! આઠ કર્મપ્રકૃતિ છે, જેમ કે- જ્ઞાનાવરણીય યાવતું અંતરાય. આ જ રીતે નરયિકોથી લઈને વૈમાનિકો સુધીના ૨૪ દંડકના જીવોને આઠ કર્મપ્રકૃતિઓ છે. | २ जीवे णं भंते ! णाणावरणिज्जं कम्मं बंधमाणे कइ कम्मपगडीओ बंधइ ? गोयमा ! सत्तविहबंधए वा अट्ठविहबंधए वा छव्विहबंधए वा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! એક જીવ જ્ઞાનાવરણીયકર્મ બાંધતા કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે છે? ઉત્તર- હે ગૌતમ! તે સાત, આઠ કે છ કર્મપ્રકૃતિઓ બાંધે છે. | ३ |णेरइए णं भंते ! णाणावरणिज्ज कम्मं बंधमाणे कइ कम्मपगडीओ बंधइ? गोयमा! सत्तविहबंधए वा अट्ठविहबंधए वा । एवं जाव वेमाणिए, णवरं- मणूसे जहा जीवे ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એક નરયિક જ્ઞાનાવરણીય કર્મ બાંધતાં કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે છે?
ઉત્તર– હે ગૌતમ! તે સાત કે આઠ કર્મપ્રકૃતિઓ બાંધે છે. આ જ રીતે યાવતું માનિક સુધીનું કથન કરવું જોઈએ. વિશેષતા એ છે કે મનુષ્ય સંબંધી કથન સમુચ્ચય જીવની સમાન જાણવું જોઈએ. | ४ जीवा णं भंते ! णाणावरणिज्ज कम्मं बंधमाणा कइ कम्मपगडीओ बंधति?
__ गोयमा ! सव्वे ति ताव होज्जा सत्तविहबंधगा य अट्ठविहबंधगा य, अहवा सत्तविहबंधगा य अट्ठविहबंधगा य छव्विहबंधगे य, अहवा सत्तविहबंधगा य अट्ठविहबधगा य छव्विहबधगा य । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનેક જીવો જ્ઞાનાવરણીય કર્મ બાંધતા કેટલી પ્રકૃતિઓ બાંધે છે?
ઉત્તર– હે ગૌતમ! (૧) સર્વ(અનેક) જીવો સાત કર્મબંધક અને અનેક જીવો આઠ કર્મબંધક, (૨) અનેક સાત તથા આઠ કર્મબંધક અને એક છ કર્મ બંધક, (૩) અનેક સાત તથા આઠ કર્મબંધક અને અનેક છ કર્મબંધક છે.