________________
[ ૧૮૦]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૩
પદ : ર૪, ૨૫, ૨૬, ર૦
પરિચય
: Iક . એક
છે
ક ક ક ર ર ર ર ર ર રક
૨૪મું પદ: કર્મબંધ-બંધક ૫દ – જ્ઞાનાવરણીય આદિ પ્રત્યેક કર્મને બાંધતો જીવ બીજા કેટલા અને કયા કર્મ બાંધે, તે વિશેની વિચારણા આ પદમાં છે તેથી આ પદનું નામ કર્મબંધ-બંધક પદ છે. તેને કર્મબંધ પદ પણ કહેવાય છે. ૨૫મું પદઃ કર્મબંધ-વેદક પદ - જ્ઞાનાવરણીય આદિ પ્રત્યેક કર્મને બાંધતો જીવ બીજા કેટલા અને કયા કર્મોનું વેદન કરે, તે વિશેની વિચારણા આ પદમાં છે તેથી આ પદનું નામ કર્મબંધ-વેદક પદ છે. રહ્મ પદઃ કર્મવેદ બધક પદ– જ્ઞાનાવરણીય આદિ પ્રત્યેક કર્મને વેદતો જીવ બીજા કેટલા અને કયાકર્મ બાંધે, તે વિશેની વિચારણા આ પદમાં છે તેથી આ પદનું નામ કર્મવેદ-બંધક પદ છે. ૨૭મ પદઃ કર્મવેદ-વેદક પદ– જ્ઞાનાવરણીય આદિ પ્રત્યેક કર્મને વેદતો જીવ બીજા કેટલા અને કયાકર્મ વેદે, તે વિશેની વિચારણા આ પદમાં છે તેથી આ પદનું નામ કર્મવેદ-વેદક પદ છે.
આ રીતે ચારે પદમાં કર્મના બંધ અને વેદનનો તથા વેદના અને બંધનો પરસ્પર સંબંધ પ્રદર્શિત કર્યો છે.
સકર્મા જીવ પોતાની સયોગી અવસ્થા સુધી નિરંતર તે તે કર્મોનો બંધ કરે છે અને અયોગી અવસ્થા સુધી તે તે કર્મોનું વેદન પણ નિરંતર કરે છે. નવા કર્મોનો બંધ અને પૂર્વકૃત કર્મોનું વેદન કરતાં પુનઃ બંધ અને વેદન, આ ચક્ર ચાલ્યા જ કરે છે.
જીવની ગુણસ્થાનની સ્થિતિ અનુસાર અથવા આત્મગુણોના વિકાસ અનુસાર કર્મબંધ અને વેદનમાં તરતમતા હોય છે.
આ ચારે પદમાં સૂત્રકારે તવિષયક વિસ્તૃત વિચારણા કરી છે.
સમુચ્ચય જીવતથા ૨૪ દંડકના જીવો, આ ૨૫ પ્રકારના જીવો આઠ કર્મો બાંધે છે તથા વેદે છે; એટલે પ્રત્યેક પદના ૨૫ જીવ ૪૮ કર્મ = ૨00 બોલ થાય છે. તદનુસાર (૧) બાંધતો બાંધના ૨00 બોલ, (૨) બાંધતો વેદના ૨00 બોલ, (૩) વેદતો બાંધના ૨00 બોલ અને (૪) વેદતો વેદના ૨૦૦ બોલ થાય છે, તે કુલ મળીને ૨૦૦ x ૪ = ૮૦૦ બોલ થાય છે.